અગ્નિવીરોની ભરતી શરૂ:ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલમાં ભરતી પ્રક્રિયાનો પ્રારંભ, દલાલોથી સાવધાન રહેવાના બેનર લાગ્યા

By Abhishek Raghuvanshi
2 Min Read

આર્મી રિક્રૂટમેન્ટ બોર્ડ દ્વારા દેશની સરહદો પર દેશની રક્ષા માટે સેનામાં જોડાવા અગ્નિવીરની ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે. ભરતી પ્રક્રિયા 27 ઓક્ટોબરથી શરુ કરવામાં આવી છે જે 8 નવેમ્બર સુધી ભરતી ચાલશે. ભરતીને લઈને ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પલેક્સમાં મેડિકલ અને ફીઝીકલ ફિટનેસ ટેસ્ટ માટે ઉમેદવારોને બોલાવવામાં આવી રહ્યાં છે. જો કે આ સાથે જ ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બહાર દલાલોથી સાવધાન રહેવાનું બોર્ડ ઉમેદવારો માટે લગાવવામાં આવ્યું છે.

ઓનલાઈન અરજી કરવા ખાસ સુવિધા કરાઈ
સરકાર દ્વારા ભારતીય સેનામાં ભરતી માટે ‘અગ્નિપથ ભરતી યોજના’ શરૂ કરવામાં આવી છે.આ યોજનાનો મુખ્ય ધ્યેય ત્રણેય સર્વિસમાં યુવાનોને જોડવાનો છે. આ યોજના યોજના હેઠળ જોડાનાર જવાનોને અગ્નિવીર કહેવાશે.ગુજરાતમાં અગ્નિવીર માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.આ ભરતી પ્રક્રીયા માટે ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભરતી માટે ઉમેદવારો 9 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

બોર્ડ મારીને દલાલોથી સાવધાન રહેવા સૂચના મુકાઈ

દલાલોથી સાવધાન રહેવાની ખાસ સુચના મુકાઈ
હાલ 27 ઓક્ટોબરથી આ ભરતી માટે મેડિકલ અને ફીટનેસ ટેસ્ટ લેવામાં આવી રહ્યોં છે જે આગામી 8 નવેમ્બર સુધી ચાલશે. આ ઉપરાંત યુનિવર્સિટી સ્પોર્ટસ સંકુલ તરફ જવાના માર્ગે દલાલોથી સાવધાન રહેવાની ખાસ સુચના એક બોર્ડ દ્વારા મુકવામાં આવી છે. આર્મી રિક્રુટીંગ ઓફિસ અમદાવાદ દ્વારા દલાલોથી સાવધાન એવું બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે સાવધાન એવા મજાક કરનારા લોકોથી જેઓ ભમરાની જેમ ફરતા રહે છે.

અલગ અલગ ફોર્મેટમાં યુવક યુવતીની ભરતી કરાશે
ખોટા આશ્વાસન આપી ભોળા લોકોને લૂંટે છે. દલાલોના ચક્કરમાં આવવા કરતા તમારી કાબેલીયત પર ભરોસો રાખો. મેદાને જંગમાં તમારી કાબેલિયતથી લડો.નસીબમાં હશે તો તમારા દમ પર ફોજમાં ભરતી થઈ જશો.અને ભવિષ્યમાં દેશના સાચા સૈનિક બનશો. એ નવયુવાનો દલાલઓ રચેલા ષડયંત્રને સમજો. અને તેમના ચક્કરમાં ન આવતા. મહત્વનું છે કે રાજ્યના 20 જિલ્લા અને 2 કેન્દ્ર સશીત પ્રદેશમાંથી યુવક યુવતી આ ભરતી પ્રક્રિયામાં આવશે. અલગ અલગ ફોર્મેટમાં યુવક યુવતીની ભરતી કરવામાં આવશે. રોજે રોજ 5 હજાર ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં ભાગ લે તેવી શકયતા છે.

- Advertisement -
Exit mobile version