DySP, PSI અને કોન્સ્ટેબલને પ્રોફેશનલ ટ્રેનિંગ રક્ષાશક્તિ યુનિવર્સિટી આપશે, યુનિવર્સિટીનું દેશભરમાં વિસ્તરણ કરાશે- અમિત શાહ

By Abhishek Raghuvanshi
5 Min Read
https://timenews.today/img/2022/03/v360.mp4
  • 10થી વધુ યુનિવર્સિટીના વડાને આમંત્રણ
  • 1090માંથી 37 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ 14ને ડોક્ટરેટની ડીગ્રી એનાયત કરાશે

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાશે. અમિત શાહે જણાવ્યું છેકે, ફોરેન્સિક યુનિવર્સીટીએ અન્ય રાજયોમાં તેના કેમ્પસ વિકસાવવીને વિસ્તરણ કર્યુ છે. તેમ હવે રાષ્ટ્રીય રક્ષા શકિત યુનિ. ખુબ ઝ઼ડપથી તમામ ક્ષેત્રે આગળ વધશે અને કેમ્પસ ખોલશે. કોનસ્ટેબલ, પીએસઆઇ અને ડીવાયએસપી લેવલની પ્રોફેશનલ ટ્રેનિંગ આપાવામાં આવશે અને સરકારી કર્મચારી નહીં પરંતુ વડાપ્રધાન કહે છે, તે રીતે કર્મયોગી બનાવવાનુ વાતાવરણ આ યુનિવર્સિટીમાં ઉભુ કરાશે.

અમિત શાહે જણાવ્યું હતું કે, રક્ષા શક્તિ યુનિવર્સિટીના પ્રથમ દિક્ષાંત સમારોહમાં આવ્યો છું. હવે આ યુનિવર્સીટી રાષ્ટ્રીય સ્તરે ઝડપથી કાર્ય કરવા આગળ વધશે. 2002થી 2013 સુધીના સમયગાળામાં આપણા વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એ સમયે તેમણે કાયદો વ્યવસ્થાના વિષયને નવી રીતે જોવાની શરૂઆત કરી હતી. તેમણે સમગ્ર પોલીસ વિભાગનું આધુનિકરણ કર્યું, સોફ્ટવેર બનાવ્યું, જેમાં આજસુધી ફેરબદલની જરૂર પડી નથી. દરેક પોલીસ સ્ટેશનમાં એ સોફ્ટવેર છે. તત્કાલીન મુખ્યપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ લો યુનિવર્સીટી, ગુજરાત ફોરેન્સિક યુનિ., અને રક્ષાશક્તિ યુનિ. એમ ત્રણ યુનિવર્સીટી સ્થાપી, જે જ્યાં કાયદો વ્યવસ્થા સાથે જોડાયેલા ત્રણેય પહેલુના ટ્રેનીગ મેળવી યુવાનો તેમાં કારકિર્દી બનાવે તેવી સવિધા ગુજરાતમાં ઉલપબ્ધ કરાવી છે.

લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય અતિથિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. તેમને રાજ્ય પાલ દેવવ્રત આચાર્ય અને ગૃહમંત્રી અમિત શાહએ આવકાર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા છે. 10 યુનિવર્સિટીના વડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રિય રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાશે.

ચિલોડાથી દેહગામ સુધી મેગા રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સતત બીજા દિવસે મેગા રોડ શો યોજાયો હતો. ચિલોડાથી દેહગામ સુધી યોજાયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

- Advertisement -

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ પ્રો બિમલ એન. પટેલે જણાવ્યું હતું કે સુરક્ષા શૈક્ષણિક ઈકો સિસ્ટમની રચના કરતી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની તમામ 10 શાખાએ તાલીમ સંશોધન શિક્ષણ અને વિસ્તરણ જેવા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ હાથ ધરી હતી, જેમાં સ્કૂલ ઓફ ઇન્ટર્નલ સિક્યોરિટી એન્ડ એડમિનિસ્ટ્રેશન ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી,આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ સાયબર સિક્યોરિટી, સ્કૂલ ઓફ ઈન્ટીગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યોરિટી સ્ટડી, સ્કૂલ ઓફ ક્રિમિનોલોજી એન્ડ બીહેવીયર સંબંધિત પ્રવૃત્તિઓ તેમ જ તેનું માળખું તૈયાર કરવાનું શરૂ કર્યું હતું.

આ ઉપરાંત નેશનલ સિક્યોરિટી સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ કો-ઓપરેશન સિક્યોરિટી, સ્કૂલ ઓફ ઇન્ટર્નલ સિક્યોરિટી, ડિફેન્સ, સ્કૂલ ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ, સ્કૂલ ઓફ ઈન્ટિગ્રેટેડ કોસ્ટલ એન્ડ મેરીટાઇમ સિક્યોરિટી સ્ટડીઝ, લો એન્ફોર્સમેન્ટ એન્ડ ક્રિમિનલ જસ્ટિસ, સ્કૂલ ઓફ ફોરેન્સિક રિસ્ક મેનેજમેન્ટ એન્ડ નેશનલ સિક્યોરિટી, જેવી વિવિધ સેક્શન આઠમા આવતી કંપની શાસ્ત્ર સાયન્ટિફિક એન્ડ ટેક્નિકલ રિસર્ચ એસોસિયેશનને આપણી સુરક્ષા સંસ્થાઓ અને દળો માટે અનેક નવીનતા સ્વદેશી કરણ અને સ્ટાર્ટઅપ સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ તેનું માળખું તૈયાર કરવાનું શરૂ કર્યું હતું.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની 10 શાખાઓમાં અભ્યાસ કરતા યુવાનોને નવીનતા અને સ્ટાર્ટ અપની તકો પૂરી પાડી હતી. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી ડીપ્લોમા થી લઇને ડોક્ટર સુધી પોલીસ વિજ્ઞાન અને વ્યવસ્થાપન ફોજદારી કાયદો અને ન્યાય સાયબર મનોવિજ્ઞાન ઇન્ફોર્મેશન ટેક્નોલોજી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ અને સાયબર સિક્યોરિટી ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન વ્યૂહાત્મક ભાષાઓ આંતરિક સંરક્ષણ અને રમતગમત દરિયાઈ અને દરિયાઈ સુરક્ષામાં 38 શૈક્ષણિક કાર્યક્રમો પ્રદાન કરે છે.

આ કાર્યક્રમ હેઠળનાં 18 રાજ્યમાંથી 822 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત એનએસજી અને ઈએમઈ પણ ડિપ્લોમા પ્રોગ્રામ્સ માટે નોંધાયેલા છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોવાથી સિક્યોરિટીની તમામ વ્યવસ્થા પોલીસની જુદી-જુદી શાખાઓ દ્વારા કરવામાં આવી રહી છે.

પદવીદાન સમારોહમાં 1090 વિદ્યાર્થી પૈકી 37 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ, 14ને ડોક્ટરેટની ડીગ્રી તેમજ અન્યને ડીગ્રી સર્ટિફિકેટ આપવામાં આવવાનું હોવાથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર આનંદ કે. ત્રિપાઠીએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈમાર્ગે હેલિકોપ્ટર દ્વારા આવનારની શક્યતા હોવાથી યુનિવર્સિટીના મેદાનમાં હેલિપેડ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

વડાપ્રધાનનો આજનો કાર્યક્રમ
10થી 11 વાગ્યા સુધીઃ
 ગાંધીનગરમાં સેક્ટર 30થી ચિલોડા સર્કલ સુધી રોડશો
11થી 1 વાગ્યા સુધીઃ રક્ષાશક્તિ યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ અને પદવીદાન સમારોહ
1 વાગ્યેઃ રાજભવન પરત ફરશે
સાંજે 6 વાગ્યેઃ 11માં ખેલ મહાકુંભનું ઉદ્ધઘાટન
8.30 વાગ્યેઃ નવી દિલ્હી જવા રવાના

સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો ભવ્ય કાર્યક્રમ
અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે.1 હજારથી વધુ કલાકારો અને ભવ્ય લાઇટિંગ સાથે આ કાર્યક્રમ યોજાનાર છે. જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નોંધનીય છેકે, ખેલ મહાકુંભ રાજ્યમાં 500થી વધુ જગ્યાએ યોજાશે. 50 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કર્યું છે.

Exit mobile version