- દિલ્હી મેટ્રો પ્રોજેક્ટની આર્કિટેક્ટ ટીમે અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીની ડિઝાઈન તૈયાર કરી
અમદાવાદ પોલીસ હવે હાઈટેક બનવા તરફ આગળ વધી રહી છે. ટેક્નોલોજીનો ઉપયોગ ગુજરાત પોલીસમાં વધ્યો છે. તેની સાથે હવે વિશ્વકક્ષાના પોલીસ કન્ટ્રોલ રૂમ અને તમામ સુવિધાઓથી સજ્જ અંદાજિત 100 કરોડના ખર્ચથી અમદાવાદની પોલીસ કમિશ્નર કચેરી આગામી મહિનાઓમાં કાર્યરત થઈ જશે. આ અતિ આધુનિક બિલ્ડીંગ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યું છે. જેમાં ટોપ ફ્લોર પોલીસ કમિશ્નર માટે અલાયદો રાખવામાં આવ્યો છે. અહીં એક સાથે 3 હજારથી વધુ કાર પાર્કિંગ થઈ શકશે. તે ઉપરાંત વર્લ્ડ ક્લાસ કંટ્રોલ રૂમ તૈયાર કરાશે.
પોલીસ કમિશનર કચેરીમાં કુલ 5 કોન્ફરન્સ રૂમ હશે
અમદાવાદના શાહિબાગ પોલીસ હેડ ક્વાટરમાં આવેલા પરેડ ગ્રાઉન્ડમાં આગામી ત્રણ મહિનામાં પોલીસ કમિશનર કચેરીનુ નવુ મકાન કાર્યરત થઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ પોલીસ કમિશનર કચેરી વિશ્વસ્તરના આર્કિટેક્ટોની ટીમ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.હાલ આ પોલીસ કમિશનર કચેરી બનાવવા પાછળ 100 કરોડનો અંદાજીત ખર્ચ આંકવામાં આવ્યો છે. આ પોલીસ કમિશનર કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલો માળ સામાન્ય લોકોની કામગીરી માટે હશે. જેમા પાસપોર્ટ મંજુરી મેળવવા માટેની કચેરી તેમજ બીજી પ્રજા ઉપયોગી કચેરીઓ શરુ કરાશે.આ સમગ્ર પોલીસ કમિશનર કચેરીમાં કુલ 5 કોન્ફરન્સ રૂમ હશે.
ટોપ ફ્લોર પોલીસ કમિશનર માટે આલયદો રખાશે
નવી બનનાર પોલીસ કમિશનર કચેરીમાં પાંચ કોન્ફરન્સ રૂમ તેમજ 5 ઓડીટોરીયમ, જેસીપી હેડક્વાટરની કચેરી, એડીસીપી, ટ્રાફિક જેસીપી,સેક્ટર 1 અને સેક્ટર 2ની કચેરીની નવી બનનાર બિલ્ડીંગમાં અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. ટોપ ફ્લોર પોલીસ કમિશનર માટે આલયદો રાખવામાં આવ્યો છે. આ પોલીસ કમિશર કચેરીમાં અમદાવાદનો સૌથી મોટો સેન્ટ્રલ કંટ્રોલ રુમ, ટ્રાફીક કંટ્રોલરુમ તેમજ સુરક્ષા સેતુ અને ઇ ગુજકોપ માટેની અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
3000 કારનુ બેઝમેન્ટ પાર્કીંગ પણ હશે
આ સમગ્ર બિલ્ડીંગનુ કામ આગામી ત્રણ મહિનામાં શરુ થનાર છે.જેમા 3000 કારનુ બેઝમેન્ટ પાર્કીંગ પણ હશે. જેમા લેન્ડસ્કેપ ગાર્ડન, સિક્યુરીટી સિસ્ટમ, વધારાનો કંટ્રોલરુમ, સીસીટીવીની સુવિધા હશે. અહિયા મુકાનારા સીસીટીવી કેમેરા ઉત્તમ દરજ્જાના હશે જેનાથી આખુ બિલ્ડીંગ કવર થશે. આ બિલ્ડીંગને ગ્રીન ગોલ્ડન રેટીંગ આપવામાં આવશે.જેમાં ટેરેસ ગાર્ડન પણ સામેલ છે. આ હાઇરાઇસ બિલ્ડીંગમાં ઓર્ગેઇન ગેસ ગ્લાસ રાખવામા આવશે. આખા બિલ્ડીંગમાં નેચરલ સ્ટોન નાખવામાં આવશે તેમજ પાવર બેકઅપની વ્યવસ્થા કરાશે.બિલ્ડીંગના ટોપ પર સોલર પેનલ નાખવામાં આવશે.
બિલ્ડીંગમાં બે કાફેટેરિયા મુકાશે
બિલ્ડીંગમાં બે કાફેટેરિયા મુકવામાં આવનાર છે. જેમાં એક પબ્લીક માટે જયારે એક સ્ટાફ માટે હશે. જેમા ખાસ કરીને એક શહિદ સ્મારક, એક પોલીસ મ્યુઝિયમ અને પોલીસ કમિશનર કચેરીમાં જવા માટે ત્રણ એન્ટ્રેન્સ પણ હશે. આ સમગ્ર બિલ્ડીંગને સર્વિસ સિક્યુરિટી અને પીસની થીમ પર બનાવવામાં આવશે.સમગ્ર પોલીસ કમિશનર કચેરીમાં અત્યાધુનીક સગવડો માટે નિષ્ણાંતોની સલાહ લેવામાં આવી છે. આગામી દિવસમા પોલીસ કમિશનર કચેરીની નજીકમાં હેલીપેડ બનાવવા માટે પણ વિચારણા કરવામા આવી રહી છે. હાલ તો આ મેગા પ્રોજેક્ટ માટે પોલીસ હાઉસીંગ કોર્પોરેશનની ટીમે દેશ ભરની સારામાં સારી પોલીસ કમિશનર કચેરીનુ નિરિક્ષણ કર્યુ છે.જેમાંથી અમદાવાદ પોલીસ કમિશનર કચેરીનુ નિર્માણ સૌથી અદભૂત હોય તેવુ અનુમાન કરવામા આવી રહ્યુ છે.
