હ્યુન્ડાઇએ પાકિસ્તાનની ભાટાઈ કરી, કાશ્મીરને ભારતમાંથી વિખેરવાની હાકલ કરી, પાકિસ્તાની ડીલરશિપના કારસ્તાનથી દેશભરમાં વિરોધનો વંટોળ

By Abhishek Raghuvanshi
4 Min Read
બજરંગદળના સંયોજક જ્વલિત મહેતા
  • IPS ઓફિસર શમશેર સિંહે પણ ટ્વિટર પર હ્યુન્ડાઈને બોયકોટ કરવા ટ્વીટ કર્યું હતું
  • બજરંગદળના સંયોજક જ્વલિત મહેતાએ હ્યુન્ડાઈના મેનેજરને ફોન કર્યો

ઓટોમોબાઈલ ઉત્પાદક હ્યુન્ડાઈ મોટર કંપનીની પાકિસ્તાની ડીલરશિપ દ્વારા જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશને ભારત સંઘમાંથી વિખેરી નાખવાની હાકલ કર્યા પછી વિવાદ સર્જાયો હતો. જ્યારે ભારતીય નેટિઝન્સે હ્યુન્ડાઈ ઈન્ડિયાને ભારતના સમર્થનમાં ટ્વીટ કરવા કહ્યું અને પ્રશ્ન કર્યો કે શું તેઓ હ્યુન્ડાઈ પાકિસ્તાનના ટ્વીટને સમર્થન આપે છે, ત્યારે હ્યુન્ડાઈ ઈન્ડિયાએ તે ભારતીયોને ટ્વિટર પર બ્લોક કરવાનું શરૂ કર્યું. આ મુદ્દે બજરંગદળે હ્યુન્ડાઈ ઈન્ડિયાના મેનેજરને ભારતતરફી યોગ્ય કાર્યવાહી કરવા બે દિવસની મુદત આપી છે. તેમણે સમગ્ર દેશમાં હ્યુન્ડાઈનાં વાહનોનો બોયકોટ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

બજરંગદળે બોયકોટની ચીમકી ઉચ્ચારી
બજરંગદળના સંયોજક જ્વલિત મહેતાએ હ્યુન્ડાઈ ઈન્ડિયાના મેનેજરને ફોન કરીને કહ્યું હતું કે તેમને ભારત તરફી યોગ્ય કાર્યવાહી કરવા માટે બે દિવસની મુદત આપી છે. જો એ પ્રમાણે નહીં થાય તો દેશભરમાં હ્યુન્ડાઈનાં વાહનોનો બોયકોટ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. તેમણે મેનેજરને એમ પણ કહ્યું હતું કે શહીદ સૈનિકો અને કાશ્મીરી પંડિતોનું અપમાન બજરંગદળ સાંખી નહીં લે.

હિન્દુ સમાજ વિદેશી કંપનીની નીતિ સાંખી નહીં લે
આ ઉપરાંત બજરંગ ગુજરાતે સ્પષ્ટ કર્યું હતું કે હ્યુન્ડાઈ ઇન્ડિયા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્પષ્ટ કરે કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે, નહિ તો બજરંગદળના વિરોધનો સામનો કરવા તૈયાર રહે. કાશ્મીર એ વ્યાપારી મુદ્દો નથી, પણ ભારતમાતાનું મસ્તક છે, ભારતીયોનું ગૌરવ છે અને દેશભક્ત હિન્દુ સમાજ વિદેશી કંપનીની આ બે ધારી નીતિ ચલાવી નહિ લે.

શું છે સમગ્ર મામલો
હ્યુન્ડાઈ મોટર્સ પાકિસ્તાને ટ્વિટર પર તેના સત્તાવાર હેન્ડલ પરથી કાશ્મીરની આઝાદીનું સમર્થન કરતાં હોબાળો મચી ગયો છે. હ્યુન્ડાઈની પાકિસ્તાની ડીલરશિપ નિશાંત જૂથ સાથે ભાગીદારી ધરાવે છે. આ અંગે ભારતીય યુઝર્સે હ્યુન્ડાઈ ઈન્ડિયાને સવાલ પૂછ્યો હતો કે શું તમે હ્યુન્ડાઈ પાકિસ્તાનના કાશ્મીર અંગેના વલણનું સમર્થન કરો છો? તેના જવાબમાં હ્યુન્ડાઈ ઈન્ડિયાએ અનેક યુઝર્સને બ્લોક કરી દીધા હતા. બાદમાં અનેક યુઝર્સે ટ્વિટર પર ‘બોયકોટ-હ્યુન્ડાઈ’ ટ્રેન્ડ શરૂ કર્યો હતો. આ અંગે ભાજપના નેતા મનજિન્દર સિંહ સિરસાએ હ્યુન્ડાઈ ગ્લોબલ સમક્ષ માફીની માગ કરી હતી.

- Advertisement -

તિબેટ પણ ભારતનું અભિન્ન અંગ છે
તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘જે કંપનીઓ ફક્ત નફા પર ધ્યાન આપે છે, પરંતુ રાષ્ટ્રીયતા અને દેશની ભાવનાઓની અવગણના કરે છે તે ભારતમાં રહેવાને લાયક નથી. ઈતિહાસ અને સામાન્ય જ્ઞાનના અભાવના કારણસર હ્યુન્ડાઈ ગ્લોબલે માફી માગવી જોઈએ. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, હતું અને રહેશે.’ બાદમાં કંગના રનૌતે પણ પીએમઓ ઈન્ડિયા અને પીયૂષ ગોયલને ટેગ કરીને લખ્યું હતું કે ‘સરકારે દેશમાંથી હ્યુન્ડાઈને તાત્કાલિક તગેડી મૂકવી જોઈએ. ઝેર ઓકતા આ લોકો આઝાદ કાશ્મીરની વાત કેવી રીતે કરી શકે? કાશ્મીર જ નહીં, તિબેટ પણ ભારતનું અભિન્ન અંગ છે.’

સોશિયલ મીડિયામાં અનેક લોકોએ વાંધો ઉઠાવ્યો
હ્યુન્ડાઈ ઈન્ડિયાને સવાલ કરતા યુઝર્સને બ્લોક કરવા બદલ સોશિયલ મીડિયામાં અનેક લોકોએ વાંધો ઉઠાવી પૂછ્યું હતું કે શું હ્યુન્ડાઈ પાકિસ્તાન કાશ્મીરમાં પાકિસ્તાનની મદદથી ચાલતા આતંકનું સમર્થન કરે છે? નવાઈની વાત એ છે કે હ્યુન્ડાઈ ઈન્ડિયા યુઝર્સને બ્લોક કરીને વિચિત્ર રીતે આ વાતનું સમર્થન કરે છે. હ્યુન્ડાઈએ ફક્ત માફી જ ના માગવી જોઈએ, પરંતુ પાકિસ્તાનના ડીલરની પણ હકાલપટ્ટી કરવી જોઈએ.

Exit mobile version