- બાળકોનાં પરિવારજનો પણ તળાવ પર દોડી આવ્યાં
સુરતમાં સચિન GIDC વિસ્તારના એક તળાવમાં મધરાત્રે 3 બાળક ડૂબી ગયાં હોવાની વાત બાદ પોલીસ અને ફાયરના જવાનો દોડતા થઈ ગયા હતા. મોડી રાત સુધી તળાવના પાણીમાં ગરકાવ બાળકોની શોધખોળ બાદ પણ ન મળતાં આજે સવારથી જ બોટ લઈ મૃતદેહ શોધવા તળાવમાં ઊતર્યા હતા. તળાવ કિનારે બાળકોનાં કપડાં મળી આવ્યાં બાદ તેઓ ડૂબી ગયાં હોવાની વાત બહાર આવતાં ફાયરે શોધખોળ હાથ ધરી હતા. ઘટનાના 10 કલાક બાદ બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ફાયર વિભાગે પાણીમાં ગરકાવ થયેલા મૃતદેહને બહાર કાઢ્યા છે.
બાળકોની ઉંમર 12, 13 અને 14 વર્ષ
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે બાળકો 12, 13 અને 14 વર્ષનાં હોવાનું હાલ સામે આવ્યું છે. બાળકોનાં પરિવારજનો પણ તળાવ પર દોડી આવ્યાં હતાં. ઘટનાને 10 કલાક વીતી ગયા બાદ પણ બાળકોની કોઈ ભાળ મળી નથી. રાત્રે તળાવ કિનારેથી મળી આવેલાં કપડાં બાદ બાળકોની શોધખોળ માટે ફાયરની મદદ લેવામાં આવી હતી. ઘટનાને લઈ પરિવારજનો શોકમાં ડૂબી ગયાં છે.
બાળકો ઉન વિસ્તારનાં હોવાની શક્યતા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફાયરના જવાનો અને અધિકારીઓ સવારથી જ તળાવમાં બોટ લઈને ઊતર્યા છે. તળાવના પાણીમાં ડૂબકી મારી બાળકોને શોધી રહ્યા છે. બાળકો ઉનની સિદિકનગર અને સાંઈનગર ઝૂંપડપટ્ટીનાં હોવાનું કહેવાઈ રહ્યું છે. બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજુ એકની શોધખોળ ચાલી રહી છે.
મૃતકો બાળકોના નામ
- અજમેર સહિમ અંસારી
- પઠાણ આબિદ અમજદ
