સરકારે સંસદમાં કહ્યું, ‘ગુજરાતમાં કોરોનાથી 20 ડૉક્ટરનાં મોત થયાં’, હકીકતમાં 20 નહીં, 95 ડૉક્ટરનાં મોત થયાં; આ રહ્યું લિસ્ટ

By Abhishek Raghuvanshi
7 Min Read
મનસુખ માંડવિયા, કેન્દ્રીય આરોગ્યમંત્રી, ભારત - ફાઇલ તસવીર - Divya Bhaskar
  • કોરોના મોત મુદ્દે વધુ એક જુઠ્ઠાણું ખુલ્લું પડ્યું; ગુજરાત સરકારે કેન્દ્રને ડૉક્ટર્સનાં મોતના ખોટા આંકડા આપ્યા
  • IMAની યાદી મુજબ અમદાવાદમાં 23 ડૉક્ટરે જીવ ગુમાવ્યા, સુરતમાં 15 અને વડોદરામાં 9 તબીબનાં કોરોના સંક્રમણથી મોત થયાં હતાં

ગુજરાત સરકારે આપેલા આંકડાઓના આધારે કેન્દ્ર સરકારે બે દિવસ પહેલાં સંસદમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાથી 20 ડૉક્ટરનાં મોત થયાં હતાં, પણ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઇએમએ) પાસેથી ભાસ્કરે ગુજરાતના એ 95 ડૉક્ટરની યાદી મેળવી છે, જેમનાં મોત કોરોનાથી થયાં હતાં.

મંગળવારે લેખિતમાં સરકારે જણાવ્યું
મંગળવારે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોનાને કારણે 174 હેલ્થવર્કર્સનાં મોત નીપજ્યાં હતાં, જેમાં 20 ડૉક્ટર, 20 નર્સ, 6 એમ્બ્યુલન્સ-ડ્રાઇવર અને 128 પેરામેડિકલ કર્મચારીઓનો સમાવેશ થાય છે. જોકે આઇએમએની યાદી મુજબ, માત્ર અમદાવાદમાં જ 23 ડૉક્ટરનાં કોરોનાથી મોત થયાં હતાં, જે રાજ્યમાં સૌથી વધારે છે. સુરતમાં 15 અને વડોદરામાં 9 કોરોના યોદ્ધાએ જીવ ગુમાવ્યા હતા.

આરોગ્ય રાજ્યનો વિષય છેઃ મનસુખ માંડવિયા
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ગુજરાત ચેપ્ટર દ્વારા કોરોનામાં જીવ ગુમાવનારા ડૉક્ટર્સની યાદી રાખવામાં આવે છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ એક સવાલના જવાબમાં વિગતો આપતાં કહ્યું હતું કે આરોગ્ય એ રાજ્યનો વિષય છે. કેન્દ્ર સરકાર પાસે રાજ્યો દ્વારા આપવામાં આવતી કુલ કેસ અને મૃત્યુની વિગતો હોય છે. કેટલા હેલ્થવર્કર ભોગ બન્યા એ વિશેની માહિતી રાજ્યોએ નિભાવવાની હોય છે. તમામ રાજ્યો પાસેથી આ બાબતે વિગતો મગાવવામાં આવી હતી. જોકે એમાંથી કેટલા ડૉક્ટર કે નર્સ હતા જેવી માહિતી માત્ર 6 રાજ્ય દ્વારા જ જવાબમાં વિગતો આપવામાં આવી હતી.

ગુજરાતમાં કોરોનાથી જીવ ગુમાવનારા 95 ડૉક્ટર્સની યાદી…

- Advertisement -
1ડૉ. હબીબભાઈ એ. બાબુનડિયાદ
2ડૉ. આદિત્ય ઈન્દુલાલ ઉપાધ્યાયઅમદાવાદ
3ડૉ. એમ.જી. મોમિનઅમદાવાદ
4ડૉ. રમણ વાલાભાઈ પંડ્યાહિંમતનગર
5ડૉ. ગુપ્તાવડોદરા
6ડૉ. પંકજ અરુણકુમાર જાદવઅમરેલી
7ડૉ. પંકજ શાહઅમદાવાદ
8ડૉ. મયંક આર. પિત્તલિયાભરૂચ
9ડૉ. શૈલેશ ચાંપાનેરિયાસુરેન્દ્રનગર-વઢવાણ
10ડૉ. અમિત કંચનલાલ શાહવડોદરા
11ડૉ. ઉપેન્દ્ર ખીમજી વિઠલાણીઅમદાવાદ
12ડૉ. મદનલાલ એમ. સોનીનડિયાદ
13ડૉ. દિલીપ નારણભાઈ મોદીસુરત
14ડૉ. અનિલ પૂનાભાઈ ખેરગમકરનવસારી
15ડૉ. લક્ષ્મણ નરસિંહભાઈ પટેલસુરત
16ડૉ. લાલજી નાનજીભાઈ ચૌહાણવડોદરા
17ડૉ. વિશાલ સુશીલભાઈ ગુપ્તાવડોદરા
18ડૉ. અભય ગગલાણીવેરાવળ
19ડૉ. પંકજ કે. શેઠઅમદાવાદ
20ડૉ. કેતન પટેલસુરત
21ડૉ. દીપક ઉમીયાશંકર દોશીજેતપુર
22ડૉ. નિલેશ પટેલપાલનપુર
23ડૉ. સંદીપ જયંતીલાલ દવેઅમદાવાદ
24ડૉ. લોમેશ આર. શાહનવસારી
25ડૉ. સુધીર કે. દવેઅમદાવાદ
26ડૉ. પી.જી. પટેલજૂનાગઢ
27ડૉ. અશોક સખારામભાઈ કપાસેસુરત
28ડૉ. રાજેશ બી. દેસાઈનવસારી
29ડૉ. ઝાકીર એમ. ખેરગામવાળાવાપી
30ડૉ. રાજેશ ફિચડિયાસુરેન્દ્રનગર-વઢવાણ
31ડૉ. રાજેશ વ્રજલાલ શાહઅમદાવાદ
32ડૉ. ખુશરુ એસ. લશ્કરીસુરત
33ડૉ. શરદ રમેશભાઈ ઉપાધ્યાયસુરત
34ડૉ. નિખિલેશ ભટ્ટાચાર્જીઅમદાવાદ
35ડૉ. સંદીપ અમૃતગીરી ગોસાઈતલાલા
36ડૉ. નલિન ડી. વચ્છરાજાનીગાંધીધામ
37ડૉ. નટવર નાગરભાઈ જાદવઅમદાવાદ
38ડૉ. દક્ષેશ પારેખસુરત
39ડૉ. બિપિનભાઈ ટી. દધાણિયારાજકોટ
40ડૉ. નીરજ રમેશભાઈ સંજનાવલસાડ
41ડૉ. જનાર્દન જે. બૂચભાવનગર
42ડૉ. પ્રવીણ જયચંદદાસ શેઠમોડાસા
43ડૉ. હેમંત નરેન્દ્રભાઈ પંડ્યાઆણંદ
44ડૉ. અંબાલાલ શનાભાઈ ભોઈઆણંદ
45ડૉ. દિલીપ ત્રંબકલાલ ભોજકઅમદાવાદ
46ડૉ. ગીતા ભાવેશભાઈ પટેલપાલનપુર
47ડૉ. રાકેશ એમ. વ્યાસમહેસાણા
48ડૉ. દુષ્યંત સી. તલસાણિયાઅમદાવાદ
49ડૉ. ચંદ્રકાંત સી. ઝીંઝુવાડિયાઅમદાવાદ
50ડૉ. વિઠ્ઠલભાઈ એમ. પટેલઈડર
51ડૉ. હિમાંશુ ડી. મકવાણાગાંધીધામ
52ડૉ. માલિની પી. ગોળવાળાવડોદરા
53ડૉ. સુરેશ સી. શાહકરમસદ
54ડૉ. દીપિકા જિતેન્દ્ર પટેલઅમદાવાદ
55ડૉ. સુશીલકુમાર પી. આનંદઅમદાવાદ
56ડૉ. ઈન્દ્રજિત કે. રમનાણીઅમદાવાદ
57ડૉ. ચેતન કે. શાહઅમદાવાદ
58ડૉ. ભૂપલસિંહ બોળિયાગાંધીધામ
59ડૉ. કાંતિલાલ વી. શાહમોડાસા
60ડૉ. પ્રતાપરાય ગણપતરામ પંડ્યાવડોદરા
61ડૉ. યોગેશ એચ. લખમણીનડિયાદ
62ડૉ. મહેશ નાયકગાંધીનગર
63ડૉ. પદ્મજા મધુસૂદન જોશીસુરત
64ડૉ. શૈલેશ છોટુભાઈ ઉપાધ્યાયસુરત
65ડૉ. નરેશ મોતીલાલ શાહપાલનપુર
66ડૉ. લક્ષ્મણભાઈ જી. મેવાડાસુરત
67ડૉ. લાલભાઈ એમ. પટેલમહેસાણા
68ડૉ. દીપક એલ. જોબનપુત્રારાધનપુર
69ડૉ. દીપક એમ. નાયકઅમદાવાદ
70ડૉ. ભાર્ગવ સતનભાઈ જોશીહિંમતનગર
71ડૉ. ફકીરભાઈ કહારસુરત
72ડૉ. દીપક વસંતલાલ શાહબારડોલી
73ડૉ. ચીનુભાઈ એમ. શાહલુણાવાડા
74ડૉ. બળવંત દુધાભાઈ મિસ્ત્રીસુરત
75ડૉ. ઝાકીર એમ. મન્સૂરીવડોદરા
76ડૉ. યોગેશ એન. પાનવાલાગોધરા
77ડૉ. મેઘજી બી. ચારણિયાઉના
78ડૉ. પ્રતાપ પી. ટાંકઅમદાવાદ
79ડૉ. ધનુષ મગનલાલ ધીમરસુરત
80ડૉ. રમેશ જયશંકર પાઠકસુરત
81ડૉ. મીનલ જોશીસુરત
82ડૉ. અનિમિશ નાનુભાઈ દેસાઈઅમદાવાદ
83ડૉ. તારલિકા રાજેશભાઈ મહેતાકડી
84ડૉ. હિતેન સૂર્યકાંત ભાયાણીપાલિતાણા
85ડૉ. ઉત્તમ હીરાભાઈ પટેલમહેસાણા
86ડૉ. જીતેન એ. જોગડિયાભાવનગર
87ડૉ. જતીન નવનીતલાલ શાહમોડાસા
88ડૉ. નીતિન અશોકભાઈ શાહવડોદરા
89ડૉ. કિશોર લાલુભાઈ ડામોરઅમદાવાદ
90ડૉ. મો. આરિફ એમ. ઈસાનીભાવનગર
91ડૉ. તુષાર વિઠ્ઠલભાઈ પટેલઅમદાવાદ
92ડૉ. ભૂપેન્દ્ર મોહનલાલ પંચાલઅમદાવાદ
93ડૉ. હિતેન જગદીશભાઈ અમીનવડોદરા
94ડૉ. જયંતીલાલ જી. થાનકીપોરબંદર
95ડૉ. રણજિતભાઈ પી. લાખાણીપોરબંદર

(ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ગુજરાત ચેપ્ટર દ્વારા ભાસ્કરને અપાયેલું લિસ્ટ)

  • ગુજરાત સરકારે આપેલી વિગતોને આધારે રાજ્યસભામાં આરોગ્યમંત્રી માંડવિયાએ કહ્યું, ‘ગુજરાતમાં કોરોનાને કારણે 20 ડૉક્ટર્સે જીવ ગુમાવ્યા તથા 20 નર્સ, 6 એમ્બ્યુલન્સ ડ્રાઇવર અને 128 પેરામેડિક્સને પણ આપણે ગુમાવ્યા હતા.’
  • …જ્યારે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનો જવાબ – ‘મને આ વિશે કશી જાણ નથી’

રાજ્યમાં કોરોનાથી સત્તાવાર 10,740નાં મોત, સહાય 87 હજાર લોકોને ચૂકવવામાં આવી…
ગુજરાતમાં કોરોનાથી અત્યાર સુધીમાં સત્તાવાર 10,740 લોકોના મોત નિપજ્યાં છે. જો કે કોરોના મૃતકોને સહાય માટે અત્યાર સુધી રાજ્યમાં 1 લાખથી વધુ અરજીઓ સરકારને મળી ચૂકી છે. જેમાંથી 87 હજારથી વધુ લોકોને સહાય ચૂકવી દેવામાં આવી છે. રાજ્ય સરકારે સુપ્રીમકોર્ટમાં સ્વીકાર્યું હતું કે ~50 હજારની સહાય માટે મોતના સત્તાવાર આંક કરતા 10 ગણી વધુ અરજીઓ મળી છે. સરકારે 8 હજારથી વધુ અરજીઓ નામંજૂર પણ કરી છે.

હેલ્થવર્કર મૃત્યુ કેસમાં દેશમાં કુલ 1616 ક્લેમ, 808 કરોડ સહાય

રાજ્યક્લેમસહાય રકમ
મહારાષ્ટ્ર201100
આંધ્રપ્રદેશ16080
ગુજરાત13969.5
રાજસ્થાન13668
ઉત્તરપ્રદેશ13467
કર્ણાટક10050
ભારત1616808
Exit mobile version