શ્રમિક સંમેલનનું આયોજન:રાજ્યના 6 જિલ્લાના અસંગઠીત શ્રમિકો હાજર રહ્યાં, મંત્રી બ્રિજેશ મેરજા વર્ચ્યુઅલી જોડાયા

By Abhishek Raghuvanshi
1 Min Read

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ છ જિલ્લામાં અસંગઠીત શ્રમિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશ મેરજાએ વર્ચ્યુઅલી જોડાઇ ઉપસ્થિત તમામને સંબોધિત કર્યા હતાં. છ જિલ્લામાં અંદાજે 2000 અસંગઠિત શ્રમિકો તથા બાંધકામ શ્રમિકો હાજર રહ્યાં હતાં.

આ કાર્યક્રમમાં અસંગઠિત શ્રમિકો માટે ઇ-શ્રમ કાર્ડ તથા બાંધકામ શ્રમિકો માટે ઇ-નિર્માણ કાર્ડ કઢાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.જેમાં 283 અસંગઠિત શ્રમિકોને ઇ-શ્રમ કાર્ડ તથા 84 બાંધકામ શ્રમિકોને ઈ- નિર્માણ કાર્ડ સ્થળ પર જ કાઢી આપવામાં આવ્યાં હતાં. ઉપરાંત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાઓના 121 લાભાર્થીને વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ પીએમ સ્વનીધિ યોજનાના 56 લાભાર્થીએ પણ લાભ મેળવ્યો હતો.

Exit mobile version