રાજ્ય સરકારે 50 લાખ સિરિન્જ અને મ્યુકરમાઇકોસિસ માટે 1000 ઇન્જેક્શનના ટેન્ડર બહાર પાડ્યાં

By Abhishek Raghuvanshi
2 Min Read

ગુજરાતમાં હાલ કોરોનાના 7000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે નિયંત્રણો પણ વધુને વધુ કડક કરવામાં આવી રહ્યાં છે. લગ્ન અને જાહેર સમારંભોમાં હવે વ્યક્તિની મર્યાદા 400થી ઘટાડીને 150 કરી દીધી છે. તેની સાથે સાથે આરોગ્ય સંબંધિત નિર્ણયો પણ કરવા લાગી છે. માત્ર એટલું જ નહીં, દવાઓના ઓર્ડર પણ આપી રહી છે. રાજ્ય સરકારે 1000 પોસાકોનાજોલ ઇન્જેક્શન ખરીદવા માટે ટેન્ડર પણ બહાર પાડી દીધું છે. તેમજ બે વર્ષ માટે 50 લાખ સિરિન્જનો પણ ઓર્ડર આપી દીધો છે.

બીજી લહેર સમયે સંક્રમણ લાગ્યા બાદ કેટલાક દર્દીઓ મ્યુકરમાઇકોસિસનો શિકાર બન્યા હતા. જેમાંથી અનેકના જડબાં, દાંત અને તાળવા પણ કાઢવા પડ્યા હતા. તેમજ મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શન અને દવાની પણ ખૂબ જ તંગી ઉભી થઈ હતી. જેને કારણે દર્દીઓ દવા બ્લેકમાં ખરીદવા માટે મજબૂર થયા હતા.

24 કલાકમાં 7476 નવા કેસ
રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 8 મહિના બાદ પહેલીવાર રાજ્યમાં 7 હજારથી વધુ કેસ આવ્યા છે. 24 કલાકમાં રાજ્યમાં 7476 નવા કેસ નોંધાયા છે. ત્રીજી લહેરમાં પહેલીવાર સુરતમાં 2 હજારથી વધુ કેસ નોંધાયા છે. વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 દર્દી મળી રાજ્યમાં 3 દર્દીના મોત થયા છે.

37238 એક્ટિવ કેસ અને 34 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 75 હજાર 777ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 133 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 28 હજાર 406 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 37 હજાર 238 એક્ટિવ કેસ છે, જેમાંથી 34 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 37 હજાર 204 દર્દીની હાલત સ્થિર છે.

- Advertisement -

રાજ્યમાં 1 જાન્યુઆરીથી નોંધાયેલા કોરોનાના કેસ

તારીખકેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
6 જાન્યુઆરી42138301
7 જાન્યુઆરી539611581
8 જાન્યુઆરી567713560
9 જાન્યુઆરી627512630
10 જાન્યુઆરી609715392
11 જાન્યુઆરી747627043
કુલ44025972113
Exit mobile version