રાજ્યનું સામાન્ય બજેટ:હે લક્ષ્મી માતા! જેવા અમારા નાણામંત્રીને ફળ્યાં એવા દરેક ગુજરાતીને ફળજો! ખેતી કરનારા કનુ દેસાઈની સંપત્તિમાં 5 વર્ષમાં 3.40 કરોડનો વધારો થયો

By Abhishek Raghuvanshi
4 Min Read
  • નવી સરકારના નાણામંત્રી કનુ દેસાઈ પહેલી વખત બજેટ રજૂ કરશે
  • Bcom, LLB ભણેલા નાણામંત્રી પાસે એકપણ વાહન નહીં, આવકનો સ્ત્રોત ખેતી, વેતન અને બચત

આજે રાજ્યની નવી સરકાર પ્રથમ બજેટ રજૂ કરશે. નાણામંત્રી કનુ દેસાઈનું પણ આ પ્રથમ બજેટ રહેશે. 2 વર્ષના કોરોનાકાળ બાદ ગુજરાત સરકાર દ્વારા બજેટમાં શું રજૂ કરવામાં આવશે એ તરફ લોકો, ઉદ્યોગો મીટ માંડીને બેઠા છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાંનું છેલ્લું બજેટ ચૂંટણીલક્ષી રહેવાની પૂરેપૂરી શક્યતા છે. 71 વર્ષના નાણામંત્રી કનુભાઈ મોહનલાલ દેસાઇએ BCom, LLBનો અભ્યાસ કર્યો છે.

2012 અને 2017ની ચૂંટણીમાં તેમના દ્વારા કરવામાં આવેલી એફિડેવિટની વિગતો પ્રમાણે, 2012 અને 2017ના સમયગાળા દરમિયાન 5 વર્ષમાં તેમની વાર્ષિક આવકમાં રૂ. 39 લાખનો વધારો થયો છે, જ્યારે સંપત્તિમાં રૂ. 2.79 કરોડનો થયો વધારો થયો છે. 2017-18ની ઇન્કમટેક્સની વિગતો મુજબ, કનુભાઇની આવક રૂ. 71 લાખ છે જે 2011-12માં રૂ. 32 લાખ હતી. પત્નીના નામે સંપત્તિને પણ જોડીએ તો 5 વર્ષમાં રૂ. 3.40 કરોડનો વધારો થયો છે. તેમની પાસે એકપણ વાહન નથી. એફિડેવિટ પ્રમાણે, તેમણે પોતાના વ્યવસાયમાં ખેતી અને નોકરી બતાવી છે.

આવકના સ્રોત તરીકે તેમણે ખેતી, પગાર અને બચતમાંથી થતી આવક બતાવી છે, જ્યારે પત્નીની આવકના સ્રોતમાં પેન્શન અને બચતમાંથી થતી આવક દર્શાવી છે. તેમણે મોટા ભાગનું રોકાણ શેર-બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડમાં કરેલું છે. તેઓ વલસાડના પારડીથી ધારાસભ્ય છે.

પૂર્વ CMની વાર્ષિક આવક 18 લાખ, વર્તમાનની 30 લાખ
હાલના ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક રૂ. 18 લાખ થાય છે. વઢવાણના ધનજીભાઇ પટેલની વાર્ષિક આવક સૌથી વધુ રૂ. 3.90 કરોડ, જ્યારે સૌથી ઓછી વાર્ષિક આવક રૂ. 69 હજાર અકોટાના સીમા મોહિલની છે. પૂર્વ સીએમ રૂપાણીની વાર્ષિક આવક રૂ. 18 લાખ તો હાલના સીએમ ભૂપેન્દ્ર પટેલની વાર્ષિક આવક રૂ. 30 લાખ છે.

- Advertisement -

5 વર્ષમાં સોનું, મકાન કે જમીનની કિંમતો એની એ જ!
કનુભાઇ દેસાઇએ 2012માં પોતાની અને પત્ની પાસે મળી 432 ગ્રામ સોનું દર્શાવ્યું હતું, જેની બજાર કિંમત રૂ. 13 લાખ છે. 2017માં પણ તેમણે બન્ને પાસે મળીને રૂ.13 લાખની બજાર કિંમત ધરાવતું 432 ગ્રામ સોનું દર્શાવ્યું હતું. વાપીમાં કનુભાઇના નામે એક મકાન છે, જેની વર્તમાન કિંમત 2012માં રૂ. 18 લાખ હતી અને 2017માં પણ કિંમત રૂ. 18 લાખ જ છે.

નીતિન પટેલની આવક 5 વર્ષમાં 6.25 લાખ વધી
ગત વર્ષે વિજય રૂપાણીની સરકારમાં પૂર્વ નાણામંત્રી નીતિનભાઇ પટેલે 9મી વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. તેમણે 2017-18માં પોતાની આવક રૂ. 11.73 લાખ, જ્યારે પત્નીની આવક રૂ. 2 લાખ બતાવી હતી. 2011-12માં ઇન્કમટેક્સ રિટર્નમાં તેમણે પોતાની આવક રૂ. 5.49 લાખ જ્યારે પત્નીની આવક રૂ. 5.35 લાખ દર્શાવી હતી.

2012 અને 2017 દરમિયાન 5 વર્ષમાં નાણામંત્રીની સંપત્તિ અને આ‌વકમાં કેવા ફેરફાર થયા

કનુભાઇ દેસાઇભારતીબેન દેસાઇ
વિગતો20172012વધારો20172012વધારો
જંગમ અસ્કયામતો4.16 કરોડ1.37 કરોડ2.79 કરોડ1.38 કરોડ77 લાાખ61 લાખ
સ્થાવર અસ્કયામતો19.50 લાખ19.50 લાખશૂન્ય3 લાખ3 લાખશૂન્ય
કુલ મિલકત4.36 કરોડ1.57 કરોડ2.79 કરોડ1.41 કરોડ80 લાખ61 લાખ
વાર્ષિક આવક71 લાખ32 લાખ39 લાખ7.76 લાખ4.48 લાખ3.28 લાખ
બાકી લેણાંની વિગતોનથીનથીનથીનથીનથીનથી

( આ તમામ વિગતો 2012 અને 2017ની ચૂંટણીમાં કરવામાં આવેલી એફિડેવિટને આધારે છે. વાર્ષિક આવકની વિગતો તેમણે અને તેમનાં પત્નીએ 2017-18 અને 2011-12માં ઇન્કમટેક્સ રિટર્નમાં દર્શાવેલ વિગતોને આધારે છે.)

Exit mobile version