મહીસાગર જિલ્લાની ડેભારી ગ્રામ પંચાયત ઓફિસમાં તલાટી સહિત 5 લોકોએ દારૂની મહેફિલ માણી, વીડિયો વાઇરલ થતાં તપાસ શરૂ

By Abhishek Raghuvanshi
4 Min Read
તલાટીની દારૂની મહેફીલનો વીડિયો વાઇરલ થયો
  • ગ્રામ પંચાયત પાસે દારૂની ખાલી બોટલો અને બિયરના ખાલી ટીન મળ્યા
  • તાલુકા વિકાસ અધિકારી તેમજ વિરપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટરે તપાસ હાથ ધરી

મહીસાગરના વિરપુર તાલુકાની ડેભારી ગ્રામ પંચાયતમાં તલાટીને પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રજાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ખુરશી પર બેસાડવામાં આવ્યા છે. પરંતુ આ તલાટીઓને પ્રજાના કામમાં નહી પરંતુ દારૂ પીવામાં જ આનંદ આવતો હોય તેમ લાગી રહ્યુ છે. ડેભારી ગામના તલાટી રમેશ ચૌહાણ દારૂની મહેફિલ માણતા મોબાઇલનો વીડિયો વાઇરલ થયો છે. તલાટી કર્મીએ દારૂ પાર્ટી કરીને તમામ હદો પાર કરી દીધી છે. તેમજ દારૂબંઘીમાં પણ દારૂ મળે છે ક્યાંથી? એ સૌથી મોટો પ્રશ્ન છે તલાટી ગ્રામ પંચાયત ઓફિસમાં આવીને પગ પર પગ ચઢાવીને દારૂની મહેફિલ માણી રહ્યા છે.

દારૂની ખાલી બોટલો અને બિયરના ખાલી ટીન મળ્યા
વાઈરલ થઈ રહેલા વીડિયોમાં દેખાતા ડેભારી ગ્રામ પંચાયતના તલાટી અને અન્ય ચાર વ્યક્તિઓ છે. જે દારૂ બંધીના લીરેલીરા ઉડાવીને દારૂની પાર્ટી કરતાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે અને ગ્રામ પંચાયતની આસપાસ દારૂની ખાલી બોટલ તેમજ બિયરના ખાલી ટીન પણ જોવા મળ્યા હતા. અને ગ્રામજનો પણ આ બાબતે દારૂ અને બીયરની બોટલો એકત્રિત કર્યાં હતા.

તાલુકા વિકાસ અધિકારીને કંઇ ન મળ્યું
ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ તલાટીનો લુલો બચાવ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, તાલુકા વિકાસ અધિકારીએ આ બનાવને લઇને ગ્રામ પંચાયતની તપાસ આદરી હતી. જેમાં કોઈ પણ પ્રકારના માદક જેવી ચીજવસ્તુઓ મળી આવી નથી તેવુ જણાવ્યુ હતું.

તાલુકા વિકાસ અધિકારી તેમજ વિરપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટરે તપાસ હાથ ધરી

પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે
ટીડીઓ બી.કે.કટારાએ જણાવ્યું હતું કે, ડેભારી ગ્રામ પંચાયતના તલાટી રમેશ ચૌહાણની દારૂની મહેફિલનો વીડિયો વાઇરલ થયો છે. જે વીડિયો વાઇરલને લઈને ડેભારી ગ્રામ પંચાયતની તપાસ કરવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયતની આજુબાજુમાં કોઈ પણ પ્રકારના માદક પ્રકારની ચીજવસ્તુઓ જોવા મળી નથી તેમજ વિરપુર પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે ત્યારે તપાસ દરમ્યાન જે પણ હશે તેની જીલ્લા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવશે.

- Advertisement -
ગ્રામ પંચાયત પાસે દારૂની ખાલી બોટલો અને બિયરના ખાલી ટીન મળ્યા

તલાટીના લોહીનું સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલાયું
વીરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.વી. છાસટીયાએ જણાવ્યું હતું કે, વિરપુર તાલુકાના ડેભારી ગ્રામપંચાયતના તલાટીનો ગ્રામ પંચાયતમાં દારૂ પીતો વીડિયો વાઇરલ થયો છે જે સંદર્ભ તલાટી રમેશ ચૌહાણનું સેમ્પલ લેવામા આવ્યું છે. લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવેલ છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામા આવશે. જે વીડિયો વાઇરલ થયો છે તે ક્યારનો છે તે ચોક્કસ જાણી શકાય તેમ નથી. માટે સેમ્પલના રિપોર્ટ પછી જ ચોક્કસ દિશામા યોગ્ય પગલાં લઈ શકાય તેમ છે.

મહીસાગર જિલ્લાની ડેભારી ગ્રામ પંચાયતની કચેરીમાં દારૂની મહેફિલ થઇ હોવાનો વીડિયો વાઇરલ થયો

સ્થાનિકો કહે છે કે, તલાટી દારૂની બોટલો માગે છે
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તલાટીની દારૂની મહેફિલનો વીડિયો સાચો છે. અમે કામ માટે જઇએ તો દારૂની બોટલો માંગે છે. અમારી માંગણી છે કે, આ તલાટીને બદલે અમને સારો તલાટી આપો. જેથી અમારા વિકાસના કામ થઇ શકે.

Exit mobile version