કાલાઘોડા સહિતની 3 પ્રતિમાનું ચોમાસા બાદ રિસ્ટોરેશન થશે

By Abhishek Raghuvanshi
2 Min Read
  • વાતાવરણ-પ્રદૂષણની અસરથી રંગ લીલો થયો
  • છત્રપતિ શિવાજી, પ્રિન્સ ફતેસિંહરાવની પ્રતિમાનું પણ કામ કરાશે

સયાજીગંજ સ્થિત કાલાઘોડા ઉપરાંત પ્રિન્સ ફતેસિંહરાવ સહિતની વિવિધ પ્રતિમાનો કલર લીલો થઈ ગયો છે. ત્યારે ચોમાસા બાદ કાલાઘોડા, છત્રપતિ શિવાજી મહારાજ તેમજ પ્રિન્સ ફતેસિંહરાવની પ્રતિમાને રિસ્ટોર કરવાનું પાલિકા દ્વારા આયોજન કરાયું છે.

સયાજીગંજની કાલાઘોડા અને એસએસજી હોસ્પિટલ નજીકની પ્રિન્સ ફતેસિંહ રાવની પ્રતિમાઓને લીલા ડાઘ જોવા મળવા તેનો અર્થ એ થાય છે કે તેમાં બ્રાસનો ઉપયોગ થયો છે. પ્રતિમાઓ 80 વર્ષ કરતાં વધુ જૂની છે. વાતાવરણની અસરને જોતાં તેનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરાવવું જોઇએ, તેમ મ.સ. યુનિ.ની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજિસ એન્ડ સાયન્સિસના પ્રાધ્યાપક ડો. સુનિલ કહારે કહ્યું હતું. જ્યારે યુનિ.ના સ્કલ્પચર વિભાગના પ્રાધ્યાપક ઋત્વિજ મિસ્ત્રીએ જણાવ્યું કે, અનેક દાયકા જૂની પ્રતિમા પર નેચરલ પેટિનેશન થવું સ્વભાવિક છે.

પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર મંગેશ જ્યસ્વાલે જણાવ્યું કે, પ્રતિમાને રિસ્ટોર કરવા ક્વોટેશન મગાવ્યાં છે. કાલાઘોડા, છત્રપતિ શિવાજી અને પ્રિન્સ ફતેસિંહરાવના સ્ટેચ્યૂ માટે આઈજીએનસી પાસેથી ક્વોટેશન મગાવ્યાં છે અને તેમણે 26 લાખનું ક્વોટેશન આપ્યું છે. ચોમાસા પછી કામગીરીનું આયોજન છે.

शहશહેરની અન્ય પ્રતિમાનો પણ રંગ બદલાયો

- Advertisement -
  • ફતેસિંહ ગાયકવાડની પ્રતિમા
  • મહારાજા છત્રપતિ શિવાજીરાવની પ્રતિમા
  • કમાટીબાગમાં આવેલી ધારી બોયનું સ્ટેચ્યૂ
  • ગાંધી નગરગૃહ પાસે આવેલી ગાંધીજીની પ્રતિમા

પ્રતિમા પર લીલા ડાઘ કેમ થાય છે?
દરેક ધાતુ પર વાતાવરણની જુદી જુદી અસર જોવા મળે છે. બ્રાસની પ્રતિમા હોય તો કોપર-ઝીંકનું મિશ્રણ (એલોય) હોય છે. વાતાવરણમાં ભેજ-સલ્ફર ડાયોક્સાઇડ ભેગા થઇ સલ્ફયુરિક એસિડ બનાવે છે, જે કોપરના સંપર્કમાં આવતાં કોપર સલ્ફેટ બનાવે છે, જેનો રંગ લીલો હોય છે અને તે ધાતુના ખવાણની શરૂઆત હોય છે.

Exit mobile version