કચ્છી લોકગાયક બંધ રૂમમાં સ્ત્રી સાથે રંગેહાથ ઝડપાયો પછી કલાકારે કહ્યું, ‘છડયો ને હાણે, મહેરબાની આંજી’

By Abhishek Raghuvanshi
1 Min Read
  • સંભવત: મલિન ઈરાદા સાથે વીડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેવાયો

તાલુકાના એક ગામમાં રહેતા અને કચ્છી લોકગાયક તરીકે ઓળખ પ્રાપ્ત કરનારા વ્યક્તિનો વીડિઓ સોશ્યલ મીડિયામા હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે,વાયરલ વિડિઓમાં આ કલાકાર એક મહિલા સાથે બંધ રૂમમાં ઝડપાઇ જાય છે. કલાકાર નગ્ન હાલતમાં છે અને ત્યાં જ બે જણા આવીને વીડિઓ ઉતારી લે છે.

બાદમાં આ કલાકારે વિડીઓ ઉતારનારા લોકોને કહ્યું હતું કે,છડયો ને હાણે,મહેરબાની આંજી.જોકે જૂની કહેવાતી આ ઘટનાનો વીડિઓ સંભવત: મલિન ઈરાદા સાથે સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેવાતા મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.વાયરલ વીડિઓમાં આધેડ વયનો આ કલાકાર પરસ્ત્રી સાથે નગ્ન હાલતમાં જણાઈ આવે છે.

રૂમમાં ઘુસી આવેલા શખ્સે શુ કરો છો ? તેમ કહીને ગાળો પણ આપી હતી.બાદમાં બે હાથ છોડી લોકગાયકે જવા દેવા કહ્યું હતું.જોકે કોઇ ચોક્કસ ઈરાદા સાથે સોશ્યિલ મીડિયામાં આ ઘટના વહેતી કરી દેવાઈ છે. રૂપિયા અથવા બદનામી કરવાના હેતુથી વીડિયો વહેતો કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અલબત્ત આ બાબતે કોઈ ફોજદારી કાર્યવાહી થઈ નથી. નોંધનીય છે કે,મિરજાપરનો પટેલ યુવાન અને બાદમાં માધાપરના વૃદ્ધ એનઆરઆઈ હનીટ્રેપની જાળમાં ફસાયા હતા.

Exit mobile version