અંડરબ્રિજનો ડ્રોનથી નજારો:મહેસાણામાં 147 કરોડના ખર્ચે બનેલા અંડરબ્રિજને જુઓ પહેલીવાર ડ્રોનની નજરે, આજે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે

By Abhishek Raghuvanshi
1 Min Read
  • વરસાદી પાણીના નિકાલ માટે 4 અંડર ગ્રાઉન્ડ સંપ બનાવાયા
  • અંદાજે 12 લાખ લિટર પાણીના સંગ્રહ ક્ષમતા ઉભી કરાઈ

મહેસાણાની મોઢેરા ચોકડી પર 147 કરોડના ખર્ચે અંડરબ્રિજ બાનાવવામાં આવ્યો છે. આ અંડરબ્રિજન જેનું આજે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે. જેને લઇને ગત રાત્રે અંડરબ્રિજને ઝગમગ રોશનીથી સજાવામાં આવ્યો છે. ત્યારે આ અંડરબ્રિજનો પહેલી વખત ડ્રોનનો નજારો.

લોકાર્પણ પહેલા અંડરબ્રિજ વિવાદોમાં ઘેરાયો હતો
રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 147.20 કરોડના ખર્ચે અમદાવાદ મહેસાણા પાલનપુર હાઇવે પર મહેસાણા શહેરમાં મોઢેરા ચાર રસ્તા ખાતે નિર્મિત સરદાર પટેલ અંડરપાસનું આજે લોકર્પણ કરવામાં આવનાર છે. જોકે, આ અંડરબ્રિજ લોકાર્પણ પહેલા રાજકીય વિવાદોમાં ઘેરાયો હતો. બે દિવસ અગાઉ આ બ્રિજનું કોંગ્રેના આગેવાનોએ લોકાર્પણ કરી નાખ્યું હતું.

4 અંડર ગ્રાઉન્ડ સંપમાં 12 લાખ લિટર પાણીનો સંગ્રહ થશે
નવા અંડરબ્રિજમાં વરસાદી પાણીના નિકાલ માટે 4 અંડર ગ્રાઉન્ડ સંપ બનાવવામાં આવ્યા છે. જેમાં અંદાજે 12 લાખ લિટર પાણીના સંગ્રહ ક્ષમતા ઉભી કરાઈ છે. તેમજ પાણીને ખારી નદી સુધી પહોંચાડવા 8 પંપ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના વરસાદી પાણીના નિકાલ માટે અંડરપાસના સર્વિસ રોડની બંને બાજુ 900 મીટર વ્યસની 2 પાઇપ લાઈન નાખવામાં આવી છે.

Exit mobile version