હવે ફરશે ગુજરાત!:દિવાળીના 36 દિવસ પહેલાં રૂ. 175 કરોડના ટૂર પેકેજનું બુકિંગ થયું, ગુજરાતીઓએ યુરોપ-સિંગાપોર-દુબઈ સુધી ફરવા જશે

By Abhishek Raghuvanshi
5 Min Read
  • ટૂર ઓપરેટરોએ કહ્યું ડીઝલ મોંઘુ થયું હોવાથી પેકેજના ભાવ વધારવા પડ્યા

બે વર્ષના કોરોનાકાળની મંદી બાદ પર્યટન ક્ષેત્રમાં ફરી તેજી આવી છે. મહામારીના પ્રકોપને કારણે બે વર્ષથી ઘરમાં કેદ લોકો હવે પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાની તૈયારી કરી રહ્યા છે. તહેવારોની સિઝનમાં ફરવાના શોખીન લોકોએ ટૂર ટ્રાવેલ્સ ઓપરેટરોને વિવિધ ટુરિસ્ટ ડેસ્ટિનેશન માટેની પૂછપરછ તથા બુકિંગ શરૂ કરી દીધા છે. ટૂર ઓપરેટર્સને આ વર્ષે ગત વર્ષ કરતા 4 ગણું વધારે બુકિંગ મળવાની આશા છે.

ટૂક પેકેજ બુક થાય
રાજ્યભરના ટૂર ઓપરેટરર્સ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર અત્યાર સુધી 300 કરોડ રૂપિયાના ટૂર પેકેજની ઇન્કવાયરી થઈ ચૂકી છે. જેમાંથી 175 કરોડ રૂપિયાનું બુકિંગ કન્ફર્મ છે. નવરાત્રિ તથા દિવાળીની આસપાસ આ આંકડો વધી શકે છે. અખિલ ગુજરાત વાહન મહામંડળનું કહેવું છે કે સામાન્યપણે જેટલી ઇન્કવાયરી થાય છે એટલા જ ટૂક પેકેજ બુક થાય છે. એક કે બે ટકા પ્લસ માઇનસ થાય છે. તેનાથી અંદાજ મેળવી શકાય છે કે આ વર્ષે ટુરિસ્ટ સેક્ટરમાં ભારે બૂમ રહેશે. વર્ષ 2021માં માત્ર 70 કરોડના ટૂર પેકેજ બુક થયા હતા પણ આ વખતે આંકડો 300 આવ્યો છે.

આ વર્ષે ટૂર પેકેજની કિંમત 30 ટકા વધી
કરોડને પાર થઈ શકે છે. જો કે આ વર્ષે ટૂર પેકેજની કિંમત 30 ટકા વધી ગઈ છે. તેમછતાં પણ ટૂર પેકેજની ઇન્કવાયરી વધી છે. આ વર્ષે ઇન્ટરસ્ટેટ ટૂર પેકેજ ઉપરાંત ઇન્ટરનેશનલ ટૂર પેેકેજ માટેની ઇન્કવાયરી પણ વધી છે. ગુજરાતમાં દિવાળીના વેકેશનમાં ફરવા જવાનું ચલણ છે. તેથી અહીં મોટાભાગના ટૂર આ સમયગાળા માટેના બુક થયા છે. ઇન્ટરસ્ટેટ ટૂર પેકેજમાં રાજસ્થાન, ઉત્તરાખંડ, ગોવા અને દક્ષિણ ભારતીય રાજ્યોના શહેર માટે લોકો પૂછપરછ કરી રહ્યાં છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ટૂર પેકેજમાં સિંગાપુર, યુરોપ, દુબઈ અને થાઇલેન્ડ લોકોની પહેલી પસંદ છે.

બે વર્ષમાં થયેલું નુકસાન આ સિઝનમાં ભરપાઈ થઈ જવાની ઓપરેટરોને આશા
કોરોનાકાળમાં સહેલાણીઓને આકર્ષિત કરવા માટે ટૂર ઓપરેટરોએ વિવિધ પ્રકારની લોભામણી ઓફરો આપી હતી, છતા વધુ બુકિંગ મળ્યા નહોતા. કોરોનાની ગતિ ધીમી પડી છે અને બધુ સામાન્ય થઈ રહ્યું છે, તેથી આ વર્ષે કોઈ ડિસ્કાઉન્ટ અથવા ઓફર નથી. ટૂર પેકેજ પણ 30 ટકા સુધી મોંઘા થઈ ગયા છે, છતાંય બુકિંગ ઈન્ક્વાયરી પર તેની અસર દેખાઈ નથી રહી. ટ્રાવેલ એજન્સીઓ મુજબ બે વર્ષની મંદી અને ડીઝલના ભાવમાં થયેલા વધારાના કારણે પેકેજ મોંઘા થયા છે. લોકોમાં ઉત્સાહ છે, તેથી આશા સેવાઈ રહી છે કે આ વખતે બે વર્ષના નુકસાની ભરપાઈ થઈ જશે. ડેસ્ટિનેશનના હિસાબે ભાવ અલગ-અલગ છે. અગાઉ સુરતથી ગોવા ટૂર પેકેજ પરિવારના 4 લોકો માટે 20 હજાર રૂપિયા હતું, જે હવે વધીને 26 હજાર રૂપિયા થઈ ગયું છે.

- Advertisement -
રાજ્યના શહેરોમાંથી અત્યાર સુધીનું બુકિંગ
બસ ટૂર પેકેજઅમદાવાદથીવડોદરાથીસુરતથી
ગોવા170 ટ્રિપ80 ટ્રિપ117 ટ્રિપ
કેરળ120 ટ્રિપ45 ટ્રિપ80 ટ્રિપ
હરિદ્વાર45 ટ્રિપ20 ટ્રિપ33 ટ્રિપ
દિલ્હી105 ટ્રિપ89 ટ્રિપ123 ટ્રિપ
મનાલી170 ટ્રિપ15 ટ્રિપ35 ટ્રિપ
રાજસ્થાન257 ટ્રિપ170 ટ્રિપ218 ટ્રિપ
ઉત્તરાખંડ59 ટ્રિપ10 ટ્રિપ62 ટ્રિપ
એર પેકેજઅમદાવાદથીવડોદરાથીસુરતથી
સિંગાપોર500 ટ્રિપ250 ટ્રિપ350 ટ્રિપ
થાઈલેંડ510 ટ્રિપ140 ટ્રિપ480 ટ્રિપ
દુબઈ600 ટ્રિપ300 ટ્રિપ900 ટ્રિપ
યૂરોપ190 ટ્રિપ30 ટ્રિપ157 ટ્રિપ
(આ આંકડા આ દિવાળી માટે 18 સપ્ટેમ્બર સુધી થયેલ ઈન્ટરનેશન ટૂર બુકિંગના છે.)

​​​ટૂર પેકેજના દરમાં વધારો (રૂપિયામાં)

ડેસ્ટિનેશનઅગાઉઆ વર્ષે
સૌરાષ્ટ્ર50007500
જેસલમેર60007500
ગોવા55008000
જોધપુર65007500
દ.ભારત2800044,000
  • 15000 લક્ઝરી ખાનગી બસો ગુજરાતમાં
  • 2500 લક્ઝરી બસ સુરતમાં
  • 90,000 રૂપિયા દરેક બસ પર માસિક ખર્ચ
  • 300 કરોડના બિઝનેસની સંભાવના

ગત બે વર્ષનું નુકસાનની ભરપાઈ થવાની ધારણાં
ટૂર ઓપરેટર્સ મુજબ 2017-18 અને 19માં દિવળીના 15 દિવસ લોન્ગ અને શોર્ટ ટૂર પેકેજનું 60-70 ટકા બુકિંગ કરી લેતા હતા. આ વખતે પણ 2 વર્ષના લાંબા સમયગાળા પછી આવી સ્થિતિ ઉભી થઈ છે. ડીઝલના ભાવ વધ્યા છે અને 60થી 70 ટકા દરરોજ ઈન્ક્વાયરી આવી રહી છે. દિવાળી સુધીમાં બુકિંગનો આંકડો 300 કરોડ થશે અમને આશા છે કે દિવાળી પર 300 કરોડના ટૂર પેકેનું બુકિંગ થશે. 175 કરોડનું બુકિંગ કન્ફર્મ છે. – રાજેશ પ્રજાપતિ, વાઈસ સેક્રેટરી, અખિલ ગુજરાત વાહન મહામંડળ

Exit mobile version