- વડોદરાથી જવાનો સુરતના ઉધના જઈ રહ્યા હતા
કિમ ચાર રસ્તા નજીક આવેલા સિયાલજ પાટિયા પાસે એસ. આર. પી. જવાનોને લઇ જઈ રહેલી બસને ટ્રક સાથે અકસ્માત નડ્તાં ભાગદોડ મચી ગઇ હતી. ઊભેલી ટ્રક પાછળ SRP જવાનોની બસ ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 17 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં ચારની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.
ધુમ્મસને કારણે અકસ્માત
કિમ ચાર રસ્તા નજીક આવેલા સિયાલજ પાટિયા પાસે આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. વડોદરા એસ. આર. પી. કેમ્પથી 27 જેટલા જવાનોને લઇ સુરતના ઉધના જઈ રહ્યા હતા. એસ. આર. પી.જવાનોની બસના ચાલકે રોડ ઉપર ઉભેલી ટ્રક સાથે પાછળથી બસ અથડાવી દેતા જોરદાર અકસ્માત સર્જાયો હતો. વધુ પડતા ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી હતી.
4 જવાનોને ગંભીર ઈજા
બસમાં સવાર 27 પેકીના 4 જવાનોને ગંભીર ઈજાઓ થઇ હતી જયારે 13 જવાનોને સામાન્ય નાની-મોટી ઈજાઓ થઇ હતી. તમામ ઈજાગ્રસ્તોને કીમ ચાર રસ્તા ખાતે આવેલી ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા કોસંબા પોલીસ તેમજ એસ. આર. પી. ની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.
