મોતના તાંડવ પછીની એ કાળી રાત:શેરીમાં એકદમ સન્નાટો છવાયો; એક મા ભીની આંખે જોઈ રહી છે પોતાના દિકરાની રાહ તો એક ભાઈના માથે એકદમથી જ ઘરની જવાબદારીઓ આવી

By Abhishek Raghuvanshi
2 Min Read
  • મૃત્યુ પામનાર મોટા ભાગના વ્યક્તિને સૌથી પહેલા આંખે દેખાવાનું બંધ થયુ હતું

બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 55 લોકોના મોત થયા છે. જેમાં રોજીદ ગામમાં સૌથી વધુ 12 લોકોના મોત થયા છે. અહીં મોતનો આંકડો હજુ વધે તો નવાઈ નથી. કારણ કે રોજીદ ગામના કેટલાય લોકો હજૂ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની સ્થિતિ અત્યંત નાજૂક છે.

સમગ્ર ગામ શોકમગ્ન બન્યું છે

મૃત્યુ પામેલા લોકોના ઘરે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા
રોજીદ ગામમાં દિવ્ય ભાસ્કરની ટીમે મંગળવાર રાત્રે જે લોકોના ઘરે મોત થયા છે એ ઘરે જઈને રૂબરૂ મુલાકાત લીધી હતી. ગામની તમામ શેરીઓમાં સન્નાટો છવાયેલો હતો. લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોના ઘરે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. એમના પરિજનોને વિદાય આપ્યા બાદ પહેલી રાત મોટા આઘાતમાં પસાર કરી હતી.

મૃત્યુ પામેલ લોકોના ઘરે હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા

સ્વજનોની અચાનક વિદાયથી આખુ ગામ સ્તબ્ધ
રોજીદ ગામમાં કોઈ બાપે પોતાનો જુવાન દીકરો ગુમાવ્યો છે. તો કેટલાક લોકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. તો કેટલીક મહિલાઓએ તેમના પતિને ગુમાવ્યા છે અને એમના બાળકો આજે નોંધારા થયા છે.

ગામની શેરીઓમાં સન્નાટો છવાયો હતો
સ્થાનિકે જણાવી રોજિદ ગામની સમગ્ર ઘટના

ચારેબાજૂ બસ રોકકળનો જ અવાજ
ગામની તમામ શેરીઓમાં માતમની પહેલી રાતે સન્નાટો છવાયો હતો. સમી સાંજથી કોઈ ફરકી પણ રહ્યું નહોતું. આખા ગામમાં લોકો લઠ્ઠાકાંડમાં મોત થયેલા લોકો અંગે જ વાત કરી રહ્યા હતા અને એ પરિવારને સાંત્વના આપી રહ્યા હતા.

- Advertisement -
Exit mobile version