મોટી દુર્ઘટના ટળી:ઊંઝાના પ્રવાસીઓની બસ તમિલનાડુમાં ખીણમાં ઉતરી ગઈ, 41 મુસાફરોને માંડ માંડ બહાર કઢાયા

By Abhishek Raghuvanshi
1 Min Read
  • અકસ્માતમા બસ ખીણ તરફ અડધી નમી ગઇ હતી
  • બસમાં 36 પ્રવાસીઓ અને 5 રસોઈયા સવાર હતા

મહેસાણાના ઊંઝા તાલુકાના કેટલાક પ્રવાસીઓ તમિલનાડુ પ્રવાસ માટે નીકળ્યા હતા. જ્યાં તેમને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે, સદનસીબે પ્રવાસીઓની બસ ખીણમાં ખાબકતાં ખાબકતાં રહી ગઇ હતી. જેથી કોઇ જાનહાનિ થઇ નથી. અમુક પ્રવાસીઓને સામાન્ય ઇજાઓ ત્યારે આ અકસ્માતમાંમાં સદનસીબે તમામ મુસાફરો ખીણમાં ખાબકતા રહી ગયા હતા ને તમામનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતમા બસ ખીણ તરફ અડધી નમી ગઇ હતી. જેથી પાછળનો કાચ તોડીને પ્રવાસીઓને બહાર કઢાયા હતા.

કેટલાક મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના 36 પ્રવાસીઓ અને 5 રસોઈયા સાથે તમિલનાડુ પ્રવાસ માટે ગયા હતા. બસમાં સવાર હતા એ દરમિયાન એકાએક બસ તમિલનાડુના ખોડાઈ કેનાલ નજીક રોડની સાઇડમાં ખીણમાં ઉતરી ગઈ હતી. જોકે, સદનસીબે બસ ખીણમાં જતા પહેલાં ઝાડીઓમાં ફસાઈ જતા ખીણમાં પડતા બચી ગઈ હતી. જેને લઇ બસનો કાચ તોડી તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં કેટલાક મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હોવાની વિગતો મળી રહી છે.

Exit mobile version