પ્રી-મોન્સૂન એક્ટિવિટી:વલસાડમાં વહેલી સવારે વરસાદ પડતાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત, ખેડૂતોની ચિંતામાં વધારો

By Abhishek Raghuvanshi
1 Min Read
  • વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિ
  • જિલ્લામાં થોડા દિવસ અગાઉ પણ વરસાદ પડ્યો હતો

સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે વલસાડમાં ગઇકાલે આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આકાશમાં કાળાં ડિબાંગ વાદળો અને વરસાદને પગલે લોકોને આંશિક રાહત મળી છે.

વાતાવરણમાં ઠંડક પ્રસરી
આ પ્રી-મોન્સૂન એક્ટિવિટીને પગલે જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિ સતાવી રહી છે. ત્યારે વરસાદને લઈને શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું. વહેલી સવારે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નોંધનીય છે કે આજરોજ સવારથી જ વલસાડ જિલ્લામાં વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે.

ખેડૂતો ચિંતામાં
મહત્ત્વનું છે કે વલસાડમાં થોડા દિવસ અગાઉ પણ ધોધમાર વરસાડ પડ્યો હતો. જ્યારે આજે ફરી વરસાદ પડતાં જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિ સતાવી રહી છે.

Exit mobile version