નીતિન પટેલને ગાયે અડફેટે લીધા:કડીમાં તિરંગા રેલી દરમિયાન ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ગાયે અડફેટે લેતાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા

By Abhishek Raghuvanshi
2 Min Read

આજે કડીમાં ભાજપની તિરંગા રેલી નીકળી હતી, જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર હતા. રેલી દરમિયાન અચાનક એક ગાય રોડ પર દોડી આવી હતી અને નીતિન પટેલને અડફેટે લીધા હતા. એમાં તેમના ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચી હતી. નીતિન પટેલને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના કરણપુર શાકમાર્કેટ પાસે ઘટી હતી.

નીતિન પટેલને ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચી

રખડતાં ઢોરોનો ત્રાસ દૂર કરવાની મોટી મોટી વાતો કામ કાગળ પર
રાજ્યમાં રસ્તે રખડતી ગાયોને કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આમ છતાં સત્તાધારીઓ શહેરીજનોને રસ્તે રખડતાં ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવી શક્યું નથી. શહેરીજનોને રસ્તે રખડતાં ઢોરોથી મુક્તિ અપાવવા માટે મોટી વાતો થાય છે, પરંતુ એનો કોઇ અમલ થતો નથી. સત્તાધીશો દ્વારા રખડતાં ઢોરોના માલિકો સામે ફરિયાદો પણ કરવામાં આવી છે. જોકે રખડતાં ઢોરોનો ત્રાસ ઓછો થયો નથી.

7 વર્ષમાં રખડતાં ઢોરની સંખ્યામાં 10 ટકાથી વધુનો વધારો
ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં રખડતાં ઢોરની સંખ્યા 2012માં 2.92 લાખ હતી અને 2019માં વધીને 3.43 લાખ થઇ ગઇ છે. આમ, 7 વર્ષમાં રખડતાં ઢોરની સંખ્યામાં 10%થી વધુનો વધારો નોંધાયો છે. આ માહિતી પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા લોકસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આપવામાં આવી હતી.

તિરંગા રેલી દરમિયાન બની હતી ઘટના

લોકોએ જીવ બચાવીને રસ્તા પરથી જવાની ફરજ પડે છે
અવારનવાર રસ્તાથી નીકળતા રોડ ઉપર આખલાઓ ઝઘડતા હતા. નાગરિકો પોતાના જીવ બચાવીને બીજો રસ્તાથી જવાની ફરજ પડે છે. નાગરિકોને પડતી મુશ્કેલીઓનો ક્યારે નિકાલ આવશે? આ ખૂબ જ ગંભીર બાબત છે. ક્યારેક કોઈ નાગરિકનો જીવ જશે ત્યાં સુધી યા કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા સરકાર જાગશે નહી?

- Advertisement -
Exit mobile version