ગુજરાતમાં 60થી 70 ટકા ઓમિક્રોનના કેસો છે, ઓમિક્રોન હાઈબ્રિડ ઇમ્યુનિટીને પણ ગાંઠતો નથી, ડેલ્ટા તોફાની વેરિઅન્ટ હતો

By Abhishek Raghuvanshi
3 Min Read

ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર સુનામી બની ચૂકી છે. એક જ દિવસમાં 17 હજારથી વધુ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જો કે સરકારને 17 હજાર કેસ થયા ત્યારે કોવિડ ટાસ્ક ફોર્સ યાદ આવી છે. બેકાબૂ બનેલી સ્થિતિને ડામવા માટે સરકારે ટાસ્ક ફોર્સ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો ડૉ. વી. એન. શાહ, સુધીર શાહ, આર. કે. પટેલ, અમીબહેન પરીખ, તુષાર પટેલ, અતુલ પટેલ અને દિલીપ માવલંકર સાથે બેઠક યોજી હતી.

ટાસ્ક ફોર્સની બેઠક બાદ ડો. સુધીર શાહે જણાવ્યું કે, નવો વેરિઅન્ટ ઓમિક્રોન આવી ગયો છે. 60થી 70 ટકા ઓમિક્રોનના કેસો છે. ડેલ્ટા વેરિઅન્ટ પણ અત્યારે છે. ઓમિક્રોન ઝડપથી ફેલાય છે. જેમણે વેક્સિન નથી લીધી એ અને બાળકો સજાગ રહે. ઓમિક્રોન માટે કોઈ જ દવા નથી. અગાઉની દવા કારગત નીવડી નથી.

ડો. અતુલ પટેલે જણાવ્યું કે, અત્યારે કોરોનાં કેસો વધે છે આ વધારો ઓમિક્રોન છે. ગત વર્ષે એપ્રિલ મેં અને જુનમાં તકલીફ પડી હતી. આ રોગને ફેલાવો અટકાવવો જરૂરી છે તો જ કેસો ઓછા આવશે.અત્યારે ઓમિક્રોન છે અને ગત વર્ષે ડેલ્ટા છે અને બંને વચ્ચે મોટો તફાવત છે. ઓમિક્રોન કોઈ ઇમ્યુનિટીને ગાંઠતો નથી. હાઈબ્રિડ ઇમ્યુનિટીને પણ ગાંઠતો જ નથી. ડેલ્ટા તોફાની વેરિઅન્ટ હતો. શરીરના અવયવોને નુકસાન કરતો હતો. ઓમિક્રોન નાક, ગળા અને શ્વાસનળીને અસર કરે છે અને ફેફસાંને ઓછું નુકસાન કરે છે. જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓને ઓછા દાખલ કરવા પડે છે. ડેલ્ટા હતો ત્યારે વેક્સિનેશન ઓછું હતું. અત્યારે મોટાભાગે લોકો વેક્સિનેટેડ છે.

આ વાઇરસને ગંભીરતાથી લેવાની જરૂર છે. દર્દીઓને બે કેટેગરી લો અને હાઈ ડીસીઝ એમ બે કેટેગરીમાં દર્દીઓને વહેંચવામાં આવશે. હાલમાં લો રિસ્ક છે અને દર્દીઓ ચારથી પાંચ દિવસમાં સાજા થઈ જાય છે.

- Advertisement -

લંગ્સને નુકસાન અને ઓક્સિજનની જરૂર હોય એવા દર્દીઓને સ્ટીરોઈઇડ આપવાની જરૂર પડે છે. એજીથ્રોમાયસિન દવા સરળ છે.

તારીખકેસડિસ્ચાર્જમોત
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
6 જાન્યુઆરી42138301
7 જાન્યુઆરી539611581
8 જાન્યુઆરી567713590
9 જાન્યુઆરી627512630
10 જાન્યુઆરી609715392
11 જાન્યુઆરી747627043
12 જાન્યુઆરી994134494
13 જાન્યુઆરી1117642855
14 જાન્યુઆરી1001948312
15 જાન્યુઆરી917754047
16 જાન્યુઆરી1015060968
17 જાન્યુઆરી1275359845
18 જાન્યુઆરી17119788310
કુલ1243804765656
Exit mobile version