
- હજીરા વિસ્તારમાં રસ્તા પર ચાર ફુટ જેટલા પાણી ભરાયા, કામદોરોને ટ્રેક્ટરમાં લઇ જવાયા, સુરત-મુંબઈ રોડ બંધ થતાં હાઈવેના તમામ વાહનો સાઈડમાં પાર્ક કરી દેવાયા, નવસારીથી પલસાણા સુધી 15 કિલોમીટરનો ટ્રાફિક જામ
- નવસારીમાં પૂરની સ્થિતિને પગલે ભાટિયા ટોલનાકું બંધ કરી દેવાયું
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદન ેપ ગલે ગુરુવારે સુરત અને નવસારી રોડથી વિખુટુ પડી ગયું હતું. સુરત શહેરમાં દિવસભર દોઢથી બે ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લામાં બારડોલીમાં3 ઇંચ અને ચોર્યાસીમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે તાપી જિલ્લામાં ડોલવણમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ ખાબક્યો હતો. સુરત શહેર તથા જિલ્લાને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. ગુરુવારે આખો દિવસ વરસાદી માહોલ રહ્યો હતો. જેના કારણે શહેરમાં તમામ ઝોનમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

સુરત શહેરમાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી શહેરમાં સેન્ટ્રલ ઝોનમાં 31 મીમી, રાંદેરમાં 26 મીમી, કતારગામ માં 26 મીમી, વરાછા એ ઝોનમાં 29 મીમી, વરાછા બી ઝોનમાં 26 મીમી, લિંબાયતમાં 27 મીમી, અઠવામાં 32 મીમી, ઉધનામાં 50 મીમી વરસાદ પડ્યો હતો. જયારે સુરત જિલ્લામાં બારડોલીમાં 88 મીમી, ચોર્યાસીમાં 96 મીમી, કામરેજમાં 36 મીમી, મહુવામાં 56 મીમી, માંડવીમાં 22 મીમી, માંગરોળમાં 7 મીમી, ઓલપાડમાં 7 મીમી, પલસાણામાં 47 મીમી, સુરત સિટીમાં 31 મીમી વરસાદ પડ્યો હતો.
મુંબઈ તરફથી આવતા અને જતા તમામ વાહનોને હાઇવે ઉપર જ થોભાવી દેવાયા છે
ઉકાઇની સપાટી 327 ફૂટ થઇ, કોઝવે 6.69 મીટર
કાકરાપાર ડેમમાંથી પાણી છોડવાનું યથાવત રાખવામાં આવ્યા બાદ સાંજે છ વાગે કોઝવેની સપાટી 6.69 મીટરે પહોંચી છે. ઉકાઈ ડેમમાં સતત 53282 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ઉકાઈ ડેમની સપાટી 327 ફૂટ નજીક પહોંચી છે. કાકરાપાર ડેમમાંથી હાલમાં 5000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
નવી સિવિલની કિડની બિલ્ડીંગમાં વ્યવસ્થા કરાઈ
નવસારીમાં પૂર અસરગ્રસ્ત લોકોને સુરત એરપોર્ટ પરથી શેલ્ટર હોમમાં એરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એરપોર્ટ પર ચાર મેડિકલ ટીમ અને ચાર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ હતી. સિવિલના કિડની બિલ્ડિંગમાં ચોથા માળે અસરગ્રસ્તો માટે ડી-વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
સુરત ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ માટે મોકલાઇ
નવસારીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. સુરત પાલિકાના ફાયર વિભાગની એક ટીમ પૂરગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરી માટે મોકલવામાં આવી છે. રેસ્કયુ ટીમમાં એક અધિકારી, રેસ્ક્યુ વ્હીકલ, ફાયર એન્જીન બોટ સાથે બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ડુંગરી-બીલીમોરા સેક્શન પર ટ્રેન વ્યવહાર 2 કલાક ખોરવાયોનવસારી અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિને લીધે ટ્રેન વ્યહવાર પર પણ અસર થઇ હતી.ડુંગરી અને બીલીમોરા રેલવે સેક્શન પર વોટર લોગીંગ ડેન્જર લેવલ પર પહોંચી જતા બપોર સુધી વ્યવસ્થિત ચાલી રહેલો ટ્રેન વહેવાર સાંજે 5:40 વાગ્યાથી 7:40 વાગ્યાં સુધી બંધ કરી રાખવો પડ્યો હતો. મુંબઈ -અમદાવાદ વચ્ચે અપ અને ડાઉન બંને લાઈનની ટ્રેનો અલગ અલગ સ્ટેશને થોભાવી દેવામાં આવી હતી. સુરત, ઉધના, વડોદરા અને ભરૂચ સહીતના રેલવે સ્ટેશને લાંબા અંતરની ટ્રેનો તેમજ મેમુ ટ્રેનો રોકી રાખવામાં આવી હતી.