Gujrat
ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ:સુરતમાં ગ્રીષ્માની હત્યાને નજરે જોનારા 25 સાક્ષીઓએ કહ્યું, ‘ફેનિલ પાસે ચપ્પુ હતું એટલે અમે બચાવવા ગયા નહીં’
ફેનિલ સામે ચાર્જશીટ જલદી તૈયાર થાય તે માટે પોલીસે 190 સાહેદોના સ્ટેટમેન્ટ એમના ઘરે જ જઇને લીધાપહેલીવાર 6 જ દિવસમાં ચાર્જશીટ, 2500 પાનામાં કોલ ડિટેઇલ અને પુરાવા સાથેની ચાર્જશીટ તૈયાર કરાઈ પાસોદારમાં જાહેરમાં હત્યાના કેસમાં સંડોવાયેલાં આરોપી ફેનિલ સામે સોમવારે માત્ર 6 દિવસમાં જ હજાર પાનાની મૂળ અને કુલ 2500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ હતી.



