વડોદરા ‘લવ-જેહાદ’નો ગઢ?:વધુ એક સગીરાનું અપહરણ કરી મુસ્લિમ યુવકનું અનેક વખત દુષ્કર્મ; પાવાગઢ લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું, યુવકની ધરપકડ

By Abhishek Raghuvanshi
4 Min Read
  • છાણીની દુષ્કર્મની ઘટના બાદ વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો

શહેરમાં વધુ એક લવ-જેહાદનો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચ્યો છે. વડોદરામાં છેલ્લા એક અઠવાડિયામાં લવ-જેહાદના બે કેસ નોંધાઈ ચૂક્યા છે. કારેલીબાગ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરાને મયુદ્દીન ઉર્ફે મયtર પઠાણ લગ્નની લાલચે અપહરણ કરી તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. કારેલીબાગ પોલીસે મયુદ્દીનને ઝડપી લઈ આગળની કાર્યવાહી કરી છે.

સગીરા રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી
શહેરમાં લવ-જેહાદના એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે. કારેલીબાગમાં શ્રમજીવી પરિવાર રહે છે. તેમની મોટી સગીર પુત્રી ગત 2જી તારીખે રાતે તેના ઘરેથી રહસ્યમય રીતે ગુમ થઈ હતી. પરિવારજનોએ સગીરાની શોધખોળ કરી હતી, પરંતુ તેની ભાળ મળી નહોતી. જોકે એક મહિના અગાઉ કાસમઆલા કબ્રસ્તાન નજીક ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો અને મજૂરીકામ કરતો મયુદ્દીન ઉર્ફે મયૂર પઠાણ તેમના ઘરે બેસવા આવતો હતો. તે તેમની પુત્રીને એકાંતમાં શારીરિક અડપલાં કરતો હતો.

અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું
એ સમયે સગીરાની માતાએ આમ ન કરવા માટે ઠપકો આપ્યો હતો. આ ઘટનાને ધ્યાનમાં રાખી પરિવારે મયુદ્દીનના ઘરે જઈ તપાસ કરી હતી તો તે મળ્યો નહોતો. પરિવારે જાણ કરતાં કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે બંનેને પાવાગઢ નજીકના ગામડામાંથી ઝડપી લીધાં હતાં. પોલીસની પૂછપરછમાં મયુદ્દીન ઉર્ફે મયૂર તેને લઈને પાવાગઢની તળેટી, બાસ્કા અને બીજાં અનેક ગામોમાં ફર્યો હતો. તેણે સગીરા પર અનેકવાર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

ત્રણ દિવસ પહેલાં આરોપી અમાનતતુલ્લાહ ઉર્ફે રાજાની ધરપકડ કરાઈ હતી.

9 જૂનનો કેસ
શહેરની રણોલી ચોકડી પાસે સુપ્રીમ ઓટોપાર્ટ્સ પાછળ રહેતા અમાનતતુલ્લાહ ઉર્ફે રાજા મનસૂરઆલમ નામના યુવકે ત્યાંથી પસાર થતી સગીરાનો પીછો કરી વાતોમાં ફસાવી હતી. આ સગીરા માત્ર 15 વર્ષની છે અને ધોરણ 10 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. સગીરાએ વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કેઅમાનતતુલ્લાહએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્રણ મહિના પહેલાં તેણે લગ્ન કરવાની લાલચ આપીને અલગ અલગ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઉપરાંત અમાનત દ્વારા સગીરાને મહાદેવનગર રોડવાળા ઘાસના ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તે 10મા ધોરણની પરીક્ષાનું છેલ્લું પેપર આપીને આવતી હતી ત્યારે પણ અમાનતતુલ્લાહ સગીરાને દુમાડ હાઇવે પર આવેલા ખેતરમાં લઇ ગયો હતો અને ત્યાં પણ તેણે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. એ પછી તેને લગ્નની લાલચ આપીને ફરવા જવાના બહાને પણ લઇ ગયો હતો. ફરિયાદના આધારે છાણી પોલીસે યુવક સામે દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

- Advertisement -
પિતાના તેરમાની વિધિ પતાવીને હિન્દુ યુવતી ફરી વિધર્મી યુવક સાથે ભાગી ગઈ.

11 જાન્યુઆરીનો કેસ
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતી તેના મહોલ્લામાં જ રહેતો 23 વર્ષીય વિધર્મી યુવક સાથે ફરીથી ભાગી ગઈ છે. આ પહેલાં ભાગી ગયા બાદ વિધર્મી યુવકે યુવતી સાથે નિકાહ કરીને તેનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું અને ત્યાર બાદ યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન યુવતીના પિતાનું મૃત્યુ થયું હતું અને પિતાના તેરમાની વિધિ પતાવીને હિન્દુ યુવતી ફરી વિધર્મી યુવક સાથે ભાગી ગઈ હતી.

આરોપી ઝુબેરઅલી પઠાણ.

1 જાન્યુઆરીનો કેસ
વડોદરામાં સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર બનેલા મુસ્લિમ યુવક ઝુબેર અલી ઝુલફીકાર પઠાણે પરિણીતાને તેના અશ્લીલ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવમાં પોલીસે યુવકનો મોબાઇલ ફોન કબજે કરી તપાસ કરતાં તેના મોબાઇલમાંથી તેણે તમામ ફોટા સહિતનો ડેટા ડિલિટ કરી દીધા હોવાથી આ ડેટા રિકવર કરવા પોલીસે ફોન જપ્ત કરી એફએસએલમાં મોકલવાની તજવીજ કરી હતી. બીજી તરફ 1 દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસે યુવકને જેલમાં ધકેલી દીધો હતો.

Exit mobile version