વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા ઓડિશાના સંબલપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)ના કાયમી કેમ્પસનો શિલાન્યાસ કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે IIMનું નવું કેમ્પસ ઓડિશાને નવી ઓળખ આપશે. પાછલા દાયકાઓમાં દેશમાં ટ્રેન્ડ જોવા મળ્યો છે. બહારથી મલ્ટીનેશનલ કંપનીઓ મોટી સંખ્યામાં આવી અને આગળ વધી. આ સદીમાં નવા મલ્ટીનેશનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે ભારત માટે શ્રેષ્ઠ સમયગાળો આવ્યો છે. આજના સ્ટાર્ટઅપ જ આવતીકાલના ઉદ્યમી બનશે.
મોદીના ભાષણની મહત્ત્વની વાતો
બ્રાન્ડ ઈન્ડિયાને ગ્લોબલ બનાવવાની છે
મોદીએ કહ્યું હતું કે ભારતના મલ્ટીનેશનલ દુનિયાભરમાં છવાઈ ગયા છે, સમય આવી ગયો છે. આજે ટિયર-2, ટિયર -3 શહેરોમાં સ્ટાર્ટઅપ્સ બની રહ્યા છે. આજના સ્ટાર્ટઅપ, આવતીકાલના મલ્ટીનેશનલ છે. આ માટે નવા મેનેજરોની જરૂર છે. આજે ખેતીથી માંડીને દરેક ક્ષેત્રે સુધારા કરવામાં આવી રહ્યા છે. બ્રાન્ડ ઈન્ડિયાને વૈશ્વિક ઓળખ બનાવવાની જવાબદારી આપણા બધાની, ખાસ કરીને યુવાનોની છે.
કુદરતી સંપત્તિના મેનેજમેન્ટ પર પણ કામ કરવું પડશે
જે લોકો સંબલપુર બાબતે વધુ જાણતા નથી, IIM બન્યા બાદ આ એજ્યુકેશનનું હબ બની જશે. સૌથી અગત્યની બાબત એ રહેશે કે આ આખો વિસ્તાર વ્યવહારુ લેબ જેવો હશે. ઓડિશાના ગૌરવ હીરાકુડ ડેમ બહુ દૂર નથી. સંબલપુરી કાપડ વિશ્વભરમાં પણ પ્રખ્યાત છે. આ વિસ્તારમાં હસ્તકલાનો ઉપયોગ પણ થાય છે. આ ક્ષેત્ર ખનીજ અને ખાણકામની શક્તિ માટે પણ જાણીતો છે. દેશની આ કુદરતી સંપત્તિનું સંચાલન કેવી રીતે થવું જોઈએ, અહીંના લોકોનો વિકાસ કેવી રીતે થવો જોઈએ, તમારે પણ એને લઈને કામ કરવું પડશે.
હ્યુમન મેનેજમેન્ટ સાથે ટેક્નોલોજી મેનેજમેન્ટ પણ જરૂરી
2014 સુધી અમારી પાસે 13 IIM હતા, આજે 20 છે. હવે દુનિયામાં તકો છે, તો પડકારો પણ નવા છે. ડિજિટલ કનેક્ટિવિટી 21મી સદીના વ્યવસાયમાં પરિવર્તન લાવવાની છે. ભારતે પણ આ માટે સુધારા કર્યા છે. અમારો પ્રયાસ સમયની સાથે આગળ વધવાનો નથી, પરંતુ એનાથી પણ આગળ વધવાનો છે. આજે જેટલું હ્યુમન મેનેજમેન્ટ જરૂરી છે એટલું ટેક્નોલોજી મેનેજમેન્ટ પણ જરૂરી છે. કોરોના દરમિયાન દેશમાં માસ્ક, પી.પી.ઇ. કિટ, વેન્ટિલેટરનો કાયમી સોલ્યુશન નીકળ્યું.
મેનેજમેન્ટનો અર્થ મોટી કંપનીઓ નથી, પરંતુ જરૂરિયારો પૂરી કરવી છે
હવે અમે ટૂંકા ગાળાના નહીં, પણ લાંબા ગાળાના ઉકેલો વિશે વિચારી રહ્યા છીએ. જે ગરીબ ક્યારેય બેંકના દરવાજે જતા ન હતા, તેવા 40 કરોડ લોકોનાં ખાતાં ખોલવાનું સરળ નથી. મેનેજમેન્ટ એટલે મોટી કંપનીઓની નહીં, પણ લોકોની જરૂરિયાતો પૂરી કરવી. એલપીજી એક લકઝરી બની ગયું હતું. ગરીબોને આ માટે ચક્કર લગાવવા પડતાં હતાં.
કાયમી સોલ્યુશનની વિચારસરણી જરૂરી
2014 સુધીમાં દેશમાં એલપીજી કવરેજ માત્ર 55% હતું. આનું કારણ કાયમી સમાધાનની વિચારસરણીનો અભાવ હતો. જો આપણે એક જ ગતિએ દોડીશું, તો પછી દરેક ઘરમાં ગેસ પહોંચાડવામાં આખી સદી વીતી જાય. શરૂઆત કરવી તો સરળ છે, પરંતુ એને 100% સુધી લઈ જવી ખૂબ મુશ્કેલ છે. ઘરો સુધી ગેસ પહોંચાડવા માટે કેસ સ્ટડી કરી શકાય છે. કાયમી સોલ્યુશનને કારણે દેશમાં આજે 28 કરોડ ગેસ-કનેક્શન છે. 2014 સુધીમાં દેશમાં આ કનેક્શન ફક્ત 14 કરોડ હતાં.
