DB ફર્સ્ટ:ધોરણ 10ના વિદ્યાર્થીઓને હાલ ટેમ્પરરી માર્કશીટ આપવામાં આવી, ઓરિજિનલ માર્કશીટ જુલાઈના બીજા સપ્તાહમાં અપાશે

By Abhishek Raghuvanshi
3 Min Read
  • ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ 7.30 વાગ્યાથી ડાઉનલોડ થવાની શરૂઆત થઈ હતી

કોરોના મહામારીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. એ બાદ આજે રાતે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ પરિણામ ફક્ત સ્કૂલો જ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે. સ્કૂલોએ ઓનલાઈન પરિણામ પરથી માર્કશીટ તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવાની રહેશે. આજે સવારથી જ સ્કૂલોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્કશીટ લેવા માટે પહોંચ્યા હતા.

હાલમાં વિદ્યાર્થીઓને ટેમ્પરરી બેઝ પર માર્કશીટ અપાશે
આ માર્કશીટ માત્ર એડમિશન આપવા માટે જ આપવામાં આવશે. હાલમાં વિદ્યાર્થીઓને ટેમ્પરરી બેઝ પર માર્કશીટ અપાશે, પરંતુ ઓરિજિનલ માર્કશીટ જુલાઈના બીજા સપ્તાહમાં આપવામાં આવશે. ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ 7.30 વાગ્યાથી ડાઉનલોડ થવાની શરૂઆત થઈ હતી. વહેલી સવારે રિઝલ્ટ ડાઉનલોડ થવામાં પરેશાની થઈ હતી.

વિદ્યાર્થિની હની દરજી.

પરિણામને લઈને હોશિયાર વિદ્યાર્થીઓમાં નારાજગી
હની દરજી નામની વિદ્યાર્થિનીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે પરીક્ષા ન યોજાવાથી સીટ નંબર ના મળતાં સ્કૂલમાંથી કાચી માર્ક્સશીટ મેળવી છે, જે એડમિશન માટે ઉપયોગી થશે. આજે માર્ક્સશીટ તો મળી, પરંતુ પરીક્ષા યોજીને માર્ક્સશીટ આપવામાં આવી હોત તો વધુ ખુશી થઈ હોત.

ધોરણ 9 અને 10નાં પરિણામના આધારે પરિણામ અપાયું
નારણપુરાની વિજયનગર સ્કૂલના આચાર્યએ જણાવ્યું હતું કે ધોરણ 9 અને 10નાં પરિણામના આધારે પરિણામ આપવામાં આવ્યું છે. ગઈકાલે રાતે પરિણામ જાહેર થયું હતું, પરંતુ આજે સવારે વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવીને પરિણામ આપવામાં આવ્યું છે. દર વર્ષ કરતાં પદ્ધતિ અલગ હતી, પરંતુ અમે વ્યવસ્થા કરીને તમામને પરિણામ આપ્યાં છે.

- Advertisement -
હાલમાં વિદ્યાર્થીઓને ટેમ્પરરી બેઝ પર માર્ક્સશીટ અપાશે.

ચકાસણી કર્યા બાદ વિદ્યાર્થીઓને માર્ક્સશીટ અપાશે
વિદ્યાર્થીઓને અલગ અલગ ગ્રુપમાં શાળામાં બોલાવવામાં આવશે. હાલમાં શાળા કક્ષાએ પરિણામની ચકાસણી કર્યા બાદ વિદ્યાર્થીઓને માર્ક્સશીટ અપાશે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ક્સશીટની હાર્ડકોપીનું વિતરણ શાળા કક્ષાએ જુલાઈના બીજા સપ્તાહમાં કરાશે. પરિણામ પત્રકમાં વિવાદ બાદ “માસ પ્રમોશન” નો ઉલ્લેખ નહીં. માર્ક્સશીટમાં “qualified for secondary school certificate” નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓએ સ્કૂલમાં જઈને માર્ક્સશીટ મેળવી.

10,977 સ્કૂલના વિદ્યાર્થીઓનાં પરિણામ જાહેર
રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલ મળી કુલ 10,977 સ્કૂલમાં ધોરણ-10ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જેમનાં પરિણામ પણ જાહેર કરી દીધાં છે.

Exit mobile version