હત્યા કે આત્મહત્યા?:રાજકોટના જૂના રેલવે સ્ટેશન પાસે ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસે PM માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી

By Abhishek Raghuvanshi
1 Min Read
પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટના જૂના રેલવે સ્ટેશન પાસે ઝાડ પર લટકતી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી, જેથી પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને PM માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસને યુવકનું આધારકાર્ડ મળ્યું
પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં યુવકના ખિસ્સામાંથી યુવકનું આધારકાર્ડ મળી આવ્યું છે, જેમાં મૃતકનું નામ સંદીપ હોવાનું સામે આવ્યું છે, જેથી પોલીસે આધારકાર્ડના આધારે પરિવારના લોકોની શોધખોળ હાથ ધરી છે.

મૃતકનું આધારકાર્ડ.

પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી
પોલીસે હાલ તો સ્થળ પર મૃતદેહનો કબજો લીધો છે અને મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. યુવકે આત્મહત્યા કરી છે કે પછી કોઈ દ્વારા તેની હત્યા કરીને તેને ઝાડ પર લટકાવી દેવામાં આવ્યો છે. એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

Exit mobile version