- વાઘ બારસના દિવસે મંદિરનો સ્થાપના દિવસ ઉજવાય છે
- સ્થાપના દિવસે યજ્ઞ, સુંદરકાંડ,ભોજન પ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન
ગુજરાતના પાટણમાં આવેલા સુગ્રીવ મહારાજનો આજે સ્થાપના દિવસ છે. વાઘ બારસના દિવસે સ્થપાયેલા આ મંદિરમાં દર વર્ષે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામા આવે છે. પાટણમાં આવેલું સુગ્રીવ મહારાજનું આ મંદિર ગુજરાતનું એકમાત્ર મંદિર છે. જેમાં ફોટો કે મૂર્તિ વગર માત્ર ગોખની જ પૂજા કરવામા આવે છે.
200 વર્ષ પૂર્વે મંદિરની સ્થાપના થઈ હતી
ઐતિહાસિક અને ધર્મનગરી પાટણમાં અનેક શિવમંદિરો, જૈન દેરાસરો તેમજ વિવિધ દેવી-દેવતાઓના મંદિરો આજે પણ લોકો માટે આસ્થાના કેન્દ્રો બન્યા છે. રામાયણમાં વર્ણવ્યાં મુજબ નરેશ વાનરોના રાજા મહારાજનું મંદિર પાટણ શહેરના લોટેશ્વર વિસ્તારના મારુવાડામાં આવેલું છે. 200 વર્ષ પૂર્વે ખત્રી સમાજના વડવાઓએ આ જગ્યા ઉપર વાઘ બારસના દિવસે મંદિરની સ્થાપના કરી હતી.
મૂર્તિ કે તસવીર નહીં ગોખની પૂજા થાય છે
આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે, મંદિરના સ્થાનમાં નથી કોઈ મૂર્તિ કે નથી કોઈ પગલાં કે ફોટો માત્ર એક ગોખ છે, જ્યાં શ્રદ્ધાળુઓ દર્શન કરે છે. મૂર્તિ વગરના આ સ્થાને શ્રદ્ધાળુઓ આજે પણ નતમસ્તક બને છે.પાટણમાં ગુજરાતનું એકમાત્ર સુગ્રીવ મહારાજનું મંદિર પાટણમાં ગુજરાતનું એકમાત્ર સુગ્રીવ મહારાજનું મંદિર ગોખને નમન કરી ભક્તો કરે છે પોતાની મનોકામનાઓ પૂર્ણ. સુગ્રીવ મહારાજના આ મંદિર પ્રત્યે દરેક સમાજના લોકો અતૂટ શ્રદ્ધા ધરાવે છે.કોઈ મૂર્તિ કે ફોટો કે પગલાં ન હોવા છતાં એકમાત્ર ગોખને નમન કરી ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. કેટલાય શ્રદ્ધાળુઓને ગોખમાં એકમાત્ર દીવો કરવાથી ઇચ્છિત ફળ મળ્યુ હોવાના દાખલાઓ મોજુદ છે.
વાઘ બારસ મંદિરનો સ્થાપના દિવસ
પાટણમાં ગુજરાતનું એકમાત્ર સુગ્રીવ મહારાજનું મંદિર મારુવાડામાં આવેલું છે. સુગ્રીવ મહારાજ મંદિર પરિસરમાં દર વર્ષે વાઘ બારસના દિવસે યજ્ઞ, સુંદરકાંડ, ભોજન પ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે.
મંદિરમાં દાન પેટી જ નથી, ભેટ સોગાદ પણ નથી સ્વીકારાતી
પાટણમાં ગુજરાતનું એકમાત્ર સુગ્રીવ મહારાજના મંદિરમા કોઈપણ જાતની ભેટ સોગાત લેવામાં આવતી નથી. મંદિરમાં દાન પેટી પણ રાખવામાં આવી નથી. જેને લઇ અમીર-ગરીબ સૌ કોઈ શ્રદ્ધાળુઓ માનભેર દર્શન કરી ધન્યતા અનુભવે છે.
મારુવાડામાં રહેતા ખત્રી રાજેન્દ્રભાઈ ઠાકોર એ જણાવ્યું હતું કે પહેલા સુગ્રીવ મહારાજ ની ખાલી નાની દેરી હતી.ત્યારે મહોલ્લા ના રહીશો અને વિસ્તાર ના રહીશો ફાળો આપી સવંત 2047 માં મંદિર નો જીનોધાર કરાયો હતો અને તેને મોટું કરાયું હતું. રેણુકા બેન ખત્રીએ જણાવ્યું હતું કે વાઘ બારસે મારુવાડામાં આવેલ સુગ્રીવ મહારાજ નું મંદિરનો પાટોત્સવ હોય છે .એટલે એ દિવસે મોટી સંખ્યા માં ભક્તો દર્શન પૂજન અર્ચન માટે આવતા હોય છે. ખત્રી સમાજની પલ્લી પણ સુગ્રીવ મહારાજના મંદિરે ભરાશે.
