નવી સ્ક્રેપ પોલિસી:PM મોદીની ઘોષણા, ‘જૂના વાહનને સ્ક્રેપમાં આપશે તેને સર્ટિફિકેટ મળશે, આ સર્ટિફિકેટથી નવા વાહનની ખરીદીમાં રજીસ્ટ્રેશન ચાર્જ નહીં, રોડ ટેક્સમાં ડિસ્કાઉન્ટ’

By Abhishek Raghuvanshi
7 Min Read
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી
  • કેન્દ્રની નવી નીતિ 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે.
  • ‘ભાવનગરના અલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે
  • 15 વર્ષ જૂનાં વાહનોની સ્ક્રેપ પોલિસી જાહેર કરી

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે 15 વર્ષ જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે. નવી દિલ્હી ખાતેથી વિડિયો કોન્ફરન્સિંગથી જોડાયા બાદ PM મોદીએ સ્ક્રેપ પોલિસીમાં મહત્ત્વની ઘોષણા કરી હતી કે જે પણ વ્યક્તિ પોતાના જૂના વાહનને સ્ક્રેપમાં આપશે તેને સ્ક્રેપ પર એક સર્ટિફિકેટ મળશે અને આ સર્ટિફિકેટ રજૂ કરવા પર નવા વાહનની ખરીદી પર રજીસ્ટ્રેશન ચાર્જ નહીં લાગે. એટલું જ નહીં, નવા વાહનની ખરીદી પર લાગુ થતા રોડ ટેક્સમાં પણ ડિસ્કાઉન્ટ મળશે. આ પ્રસંગે CM વિજય રૂપાણી ઉપરાંત કેન્દ્રિય પરિવહનમંત્રી નીતિન ગડકરી ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ગડકરીએ જાહેરાત કરતા જણાવ્યું કે, ‘ભાવનગરના અલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે. કેન્દ્રની નવી નીતિ 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે. જૂના વાહનોનું પ્રદૂષણ માત્ર 10થી 12 % વધારે છે. કચ્છમાં જૂના વાહનો સ્ક્રેપ કરવા પાર્ક સ્થપાશે.’હવે દેશભરમાં સ્ક્રેપ પોલીસી લાગુ થવા જઇ રહી છે.

આ પ્રસંગે વર્ચ્યુઅલ જોડાયેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 75 મા સ્વતંત્રતા દિવસ પહેલા આજનો આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારતના મોટા લક્ષ્યોને સાકાર કરવામાં એક મોટું કદમ છે. આ પોલીસી નવા ભારતની મોબોલિટીને ઓટો સેક્ટરને નવી ઓળખ આપશે. દેશમાં આ પોલીસીને કારણે સકારાત્મક પરિણામ આવશે.નવી સ્ક્રેપિંગ પોલીસી કચરાથી કંચનના અભિયાનની સક્ય્લર ઈકોનોમીની એક મહત્વની કડી છે.સ્ક્રેપિંગ પોલીસી સમયની માંગ છે. આ પોલીસીમાં ઉદ્યોગકારોની મોટી ભૂમિકા છે. આ પોલીસી 10 હજાર કરોડથી પણ વધારે રોકાણ લાવશે. આગામી 25 વર્ષ દેશ માટે મહત્વના છે. આ પોલીસી પર્યાવરણ માટે પણ જરૂરી છે. આગામી સમયમાં આપણાં વ્યાપારી જીવનમાં મોટા પરિવર્તનો આવશે.

રિસાઈક્લિંગ તો ગુજરાતના ઘરોમાં દાદીમા વર્ષોથી કરે છે’ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્ક્રેપ પોલિસીની ઘોષણામાં પણ ગુજરાતના ઘરોની વર્ષો જૂની પરંપરાનું દૃષ્ટાંત આપતા ચૂક્યા નહોતા. તેમણે સસ્મિત ચહેરે જણાવ્યું હતું કે, “રિસાઈક્લિંગનો કન્સેપ્ટ વિશ્વમાં તો ભલે છેલ્લા કેટલાક વર્ષોમાં આવ્યો પરંતુ ગુજરાતના ઘરોમાં તો દાદીમાઓ વર્ષોથી રિસાઈક્લિંગ કરે છે. અમારા ગુજરાતના ઘરોમાં વર્ષોથી પહેરવાના કપડાં જૂના થઈ જાય તો તેને ફેંકી દેવાતા નથી. પરંતુ દાદીમા તે કપડાંની સિલાઈ ઉકેલીને તેને ટેભાં લઈને સાંધા કરીને લાંબુ કાપડ બનાવે છે. આ કાપડમાંથી હાથ વડે ટાંકા લઈ-લઈને ગોદડીઓ બનાવે છે જે શિયાળામાં ઠંડીમાંથી રાહત આપે છે. આમ, રિસાઈક્લિંગનો કન્સેપ્ટ તો અમારા ગુજરાતમાં દાદીમાઓ વર્ષોથી ચલાવી રહ્યા છે.”

તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં એનર્જી ક્ષેત્રમાં મહત્વના કામો થયાં. પર્યાવરણના જતન સાથે વિકાસ પણ જરૂરી છે. આ પોલીસીથી સામાન્ય પરિવારોને સૌથી મોટો લાભ થશે. આ પોલીસીથી આપણા સ્વાસ્થ્ય પર પ્રદુષણના કારણે જે અસર થાય છે તે ઓછી થશે.ગુજરાતના અલંગને શિપ રરિસાઈકલિંગ હબ તરીકે ઓળખવામાં આવે છે. નવી પોલિસીના કારણે આગામી 25 વર્ષમાં ઘણાં બદલાવ આવશે. અને પ્રદૂષણમાં પણ ઘટાડો નોંધાશે. પોલિસીથી સામાન્ય લોકોને ઘણો લાભ મળશે અને દેશમાં રોજગારી પણ વધશે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે, આઝાદી બાદ આજે આત્મનિર્ભર ભારતની પોલિસી લોન્ચ કરવામાં આવી છે. કચરાથી કંચન સુધી પહોંચવા માટે આ પોલિસી લાગુ કરવામાં આવી છે.

- Advertisement -

રાજ્યમાં ચાર સ્થળોએ સ્ક્રેપ માટેના પાર્ક બનશે
કચ્છમાં જૂના વાહનના સ્ક્રેપ માટે પાર્ક બનશે. જૂના વાહનો પ્રદૂષણ વધારે છે અને રોડ સેફ્ટીની પણ સમસ્યા છે. સ્ક્રેપ પોલિસીને જાપાન અને બેલઝિયમમાં લાગૂ કરવામાં આવી છે. એશિયાના દેશો સ્ક્રેપિંગ માટે ગુજરાતમાં સ્ક્રેપ મોકલશે જે કડલના માધ્યમથી ગુજરાતમાં આવશે. જૂના વાહનોનો નિકાલ કરવા માટે ગુજરાતમાં ચારથી પાંચ સ્થળોએ ભંગાર વાડા બનાવવામાં આવશે. સ્ક્રેપમાં વાહન કાઢી નાખનારાઓને આપવામાં આવનારા પ્રમાણપત્ર પર તેમને નવા વાહનની ખરીદી બાદ રોડ ટેક્સમાં 25 ટકાની રાહત આપવામાં આવશે. કોમર્શિયલ વેહિકલ માટે આ રાહતની ટકાવારી 15ની રાખવામાં આવશે. મોટર વેહિકલ ટેક્સમાં પણ આ સર્ટિફિકેટ પર 25 ટકા સુધીની રાહત મળશે. નવી પોલિસીથી દેશમાં રોજગારીનું પ્રમાણ વધશે અને વાહન ઉદ્યોગને વધારે ગતિ મળશે.

વાહનો માટે ગુજરાતમાં ચાર સ્થળોએ ભંગારવાડા બનશે ( ફાઈલ ફોટો)

પોલીસી લાગુ થતાં જ જૂના વાહનો સ્ક્રેપ થશે
આ પોલીસી લાગુ થતાં જ જૂના વાહનો સ્ક્રેપ થશે. ગુજરાતમાં કુલ મળીને 16,43,218 વાહનો ભંગારવાડે જશે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે અને હવામાં પ્રદુષણની માત્રા ઘટે તે હેતુસર કેન્દ્ર સરકાર નવી સ્ક્રેપ પોલીસી લાગુ કરવા જઇ રહી છે.આ પોલીસી અમલમાં આવતાં જ ગુજરાત સહિત દેશભરમાં લાખો વાહનો ભંગારમાં જશે. લોકસભામાં રજૂ કરાયેલાં રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 15-20 વર્ષ જૂના વાહનોની સંખ્યા 10,19,898 છે જયારે 20 વર્ષથી વધુ જૂના વાહનોની સંખ્યા 5,01,979 છે. સ્ક્રેપ પોલીસી જાહેર થતા જ આ લાખો વાહનો સ્ક્રેપ થઇ જશે. પોલીસના નવા નિયમ મુજબ વર્ષ 2005 પહેલાં વાહનો સ્ક્રેપ થશે. કેન્દ્ર સરકારે પોલીસી જાહેર કરશે ત્યાર બાદ ગુજરાત સરકાર તેમાં આંશિક ફેરફાર કરે તેવી પણ શક્યતા છે.

નવી પોલિસીથી સરકારને શું ફાયદો?

  • મહામારીના સમયમાં સ્ક્રેપેજ પોલિસી અર્થવ્યવસ્થા માટે સંજીવની જેવું કામ કરશે.
  • જૂની ગાડીઓ સ્ક્રેપમાં જવાથી પ્રદૂષણ ઘટી જશે. નવા એન્જિનવાળી ગાડીઓ ગ્રાહકો ખરીદવાથી ઈંધણનો વપરાશ ઘટશે સાથે જ પ્રદૂષણ પણ ઓછું ફેલાવશે.
  • વિશેષજ્ઞ અનુસાર, જે વાહન સ્ક્રેપમાં જશે એને બદલે નવા વાહનની ખરીદી પર GST 50થી 100% છૂટ મળવાની શક્યતા છે. જોકે હાલ આ અંગેનો અંતિમ નિર્ણય GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવશે. નવી નીતિથી સરકારને GSTથી 9600 કરોડ રૂપિયા અને તે બાદ પાંચ વર્ષમાં 4900 કરોડનો લાભ થવાની શક્યતા છે. વિશેષજ્ઞો મુજબ, આ જૂનાં વાહન સ્ક્રેપમાં ગયા બાદ વાહનમાલિક નવાં વાહન ખરીદશે, જે કેન્દ્ર અને રાજ્યોને GSTથી 38,300 કરોડ રૂપિયાનો લાભ થશે.
  • એક રિપોર્ટ મુજબ, જૂનાં વાહન હટવાથી અને નવાં વાહન આવવાથી 9,550 કરોડ રૂપિયાની બચતનું અનુમાન છે. આગામી વર્ષથી જ એનાથી 2400 કરોડ રૂપિયાનું ઈંધણ બચશે. કોઈ વાહનમાં સ્ટીલનો હિસ્સો 50થી 55 ટકા હોય છે. આ વાહનોના સ્ક્રેપથી લગભગ 6,550 કરોડ રૂપિયાની સ્ટીલ સ્ક્રેપ મળી જશે અને આટલો સ્ક્રેપ વિદેશોમાંથી નહીં મગાવવો પડે એટલે કે સ્ટીલની આયાત ઓછી થશે, જેના કારણે ગાડીઓ સસ્તી થવાની પ્રબળ સંભાવના છે.
  • આગામી એક વર્ષમાં જ 1500 કરોડ રૂપિયાનો સ્ટીલ સ્ક્રેપ મળી જશે. હાલ ભંગારના માર્કેટમાં સ્ટીલને કાઢવા માટે સંગઠિત એકમો નથી, સાથે જ એવું પણ જોવા મળ્યું છે કે ભંગારમાં વાહનોમાંથી એન્જિન કાઢી લેવામાં આવે છે અને એનો ઉપયોગ બોગસ વાહનો બનાવવામાં કરવામાં આવે છે.
Exit mobile version