એક્સ્ક્લુઝિવ:LIVE એ જગ્યાથી જ્યાં શ્વાસનું સર્જન થાય છે; દહેશત વચ્ચે 800 હોસ્પિટલોમાં કોરોનાના દર્દી માટેનો ઓક્સિજન બન્યો તે કંપનીથી ‘દિવ્ય ભાસ્કર’નો રિપોર્ટ

By Abhishek Raghuvanshi
5 Min Read
કોવિડ હોસ્પિટલોમાં 60 ટકા ઓક્સિજન પૂરો પાડતી આઇનોક્સ કંપની
  • આઇનોક્સના 1200 કર્મીએ 24 કલાક કામ કરી દેશની 800 હોસ્પિટલોમાં 500 ટેન્કરથી ઓક્સિજન સપ્લાય કર્યો
  • એપ્રિલ-ડિસે.માં SVP, 1200 બેડમાં 8 કરોડનો ઓક્સિજન વપરાયો

કોરોનામાં ઓક્સિજન પ્રાણવાયુ સાબિત થયો છે. માત્ર અમદાવાદની બે મુખ્ય કોવિડ હોસ્પિટલો એસવીપી અને 1200 બેડમાં એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 7.95 કરોડનો ઓક્સિજન વપરાયો છે. દેશભરની કોવિડ હોસ્પિટલોમાં 60 ટકા ઓક્સિજન પૂરો પાડતી આઇનોક્સ કંપનીના દેશભરમાં આવેલા 44 ઓપરેટિંગ લોકેશનના 1200થી વધુ કર્મીઓએ રાત-દિવસ કામ કરી રોજના 3300 ટન ઓક્સિજનનું ઉત્પાદન કર્યું અને 800 હોસ્પિટલોમાં સપ્લાય કર્યો હતો. ઓક્સિજન પહોંચાડવા 500 ટ્રાન્સપોર્ટ ટેન્કર્સની મદદ લેવાઈ હતી. ઇતિહાસમાં પહેલી વાર રેકોર્ડ સમયમાં 100થી વધુ આ પ્રકારની જમ્બો ટેન્ક બનાવી દેશનાં મોટાં શહેરોની હોસ્પિટલોમાં આપી છે. આ ટેન્કથી સીધો જ પાઇપ દ્વારા ઓક્સિજન સપ્લાય થાય છે. હાલોલની મારુતિ ઓક્સિજનના ચેરમેન ભાસ્કર પટેલે કહ્યું કે, સયાજી હોસ્પિટલમાં ઓક્સિજનનો સપ્લાય 250 બોટલની આસપાસ હોય છે, કોરોનામાં તે 750 થઈ ગયો હતો.

આ 4 મુખ્ય યુનિટ હવામાંથી કુદરતી ઓક્સિજન લઈ કૃત્રિમ ઓક્સિજન તૈયાર કરે છે

ઓક્સિજન પ્લાન્ટના મુખ્ય 4 કમ્પોનન્ટ હોય છે. સૌપ્રથમ કોમ્પ્રેશર યુનિટ હવામાંથી ઓક્સિજન ખેંચે છે, ત્યાર બાદ પ્યુરિફિકેશન યુનિટમાં હવામાંથી ખેંચેલો ઓક્સિજન શુદ્ધ કરાય છે. આ શુદ્ધ ઓક્સિજનને સેપરેશન કોલમમાં એકઠો કરાય છે. ત્યાર પછી હવારૂપે ભરવા રિફિલિંગ સેક્શનમાં લઈ જવાય છે.

કોમ્પ્રેશર

કોમ્પ્રેશર: હવામાંથી કલાકે 215 ઘન મીટર ઓક્સિજન ખેંચે છે

- Advertisement -
  • આ યુનિટ હવામાંથી એક કલાકમાં 215 ક્યુબિક મીટર ઓક્સિજન ખેંચે છે. આ યુનિટની લંબાઈ આશરે 50 ફૂટ જેટલી હોય છે. જ્યારે મોટર અને પિસ્ટન મુખ્ય ભાગ હોય છે. મોટર અને પિસ્ટન સતત ધમધમતા રહે છે, જેના લીધે હવામાંથી ઓક્સિજન સતત ખેંચાતો રહે છે.
પ્યુરિફિકેશન

પ્યુરિફિકેશન: માઇક્રો લેવલે ધૂળ, અશુદ્ધિ દૂર કરાય છે

  • પ્યુરિફિકેશન યુનિટમાં હવામાંથી ખેંચેલો ઓક્સિજન શુદ્ધ કરે છે. અહીં માઇક્રો લેવલની અશુદ્ધિ દૂર થઈ જાય છે. ખાસ તો ઝીણી ધૂળ, રજકણ અને અન્ય ઝેરી અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. પ્યુરિફિકેશન યુનિટની પાછળ ડ્રેઇન વિભાગ હોય છે. જ્યાંથી અશુદ્ધ હવા બહાર ફેંકવામાં આવે છે.
સેપરેશન

સેપરેશન : 30 ફૂટ કોલમમાં ઓક્સિજન એકઠો કરાય છે

  • સેપરેશન યુનિટમાં 25થી 30 ફૂટ ઊંચા કોલમમાં તૈયાર થયેલો ઓક્સિજન ભેગો કરાય છે. અહીં પ્રવાહી ઓક્સિજન હોય છે, જેને એક બીકરમાં કઢાય છે. ગણતરીની સેંકડમાં હવામાં ઊડી જતો હોવાથી ઓક્સિજનને બોટલમાં હવારૂપે ભરવા માટે રિફિલિંગ સેક્શનમાં લઈ જવાય છે.
રિફિલિંગ

રિફિલિંગ: ગેસ સેપરેશનમાંથી સીધો પાઇપ દ્વારા આવે છે

  • રિફિલિંગ સેક્શનમાં 18-18 બોટલની બે કોલમ હોય છે. આ સેક્શનમાં સેપરેશન કોલમમાંથી સીધો જ ગેસ પાઇપ દ્વારા આવે છે. જ્યાં દરેક બોટલ પર એક નાની પાઇપ જોડાયેલી હોય છે. અહીં સિલિન્ડરમાં 150 બાર દબાણે ગેસ ભરવામાં આવે છે. દરેક બોટલનું વજન 25 કિલો હોય છે.

દર્દી દીઠ અંદાજે આટલો વપરાશ

દર્દીપ્રતિ મિનિટ ઓક્સિજનઅંદાજિત ખર્ચ
બાયપેપ40 લિટર1200થી 1500
NRBM15 લિટર700થી 800
વેન્ટિ માસ્ક4-8 લિટર400થી 500
HNFC50-60 લિટર1700થી 1800

નવેમ્બરમાં સિવિલ-SVPમાં સૌથી વધુ 5.52 લાખ ઘન મીટરનો વપરાશ થયો

વિગત1200 બેડની કોવિડSVP હોસ્પિટલ
ઓક્સિજન ટેન્કની કેપેસિટી16500
ક્યુબિક મીટર
16550
ક્યુબિક મીટર
એપ્રિલથી ડિસેમ્બર સુધી વપરાયેલો ઓક્સિજન2505171
ક્યુબિક મીટર
538730
ક્યુબિક મીટર
એપ્રિલથી ડિસેમ્બર સુધી વપરાયેલો ઓક્સિજન278352
ક્યુબિક મીટર
59859
ક્યુબિક મીટર
મે મહિનામાં વપરાયેલો ઓક્સિજન249573
ક્યુબિક મીટર
51258
ક્યુબિક મીટર
જૂન મહિના વપરાયેલો ઓકિસજન348704
ક્યુબિક મીટર
66868
ક્યુબિક મીટર
નવેમ્બરમાં વપરાયેલો ઓક્સિજન468894
ક્યુબિક મીટર
84711
ક્યુબિક મીટર
દર મહિને કેટલીવાર ટેન્ક ભરાતી હતીદરરોજદર મહિને 10 વાર
સૌથી વધારે ક્યારે ટેન્ક ભરાઈ હતીનવેમ્બર મહિનામાંનવેમ્બરમાં 18 વખત
એપ્રિલ-ડિસે.વચ્ચેના વપરાશની કિંમતરૂપિયા 7.60
કરોડ
રૂપિયા 1.35
કરોડ

એક્સપર્ટ વ્યૂ – નરેન્દ્ર રાવલ, સિનિયર પલ્મોનોલોજિસ્ટ

  • સાજો અને સ્વસ્થ માણસ એક મિનિટમાં 18 શ્વાસ લે છે, તે હિસાબે એક શ્વાસમાં તે અંદાજે 400થી 600 એમએલ શ્વાસ લેતો હોય છે, જ્યારે કોરોનાનો ગંભીર દર્દી એક શ્વાસમાં અંદાજે 150થી 300 એમએલ શ્વાસ લે છે.
  • શ્વાસ લેતી વખતે 20 ટકા ઓક્સિજન ફેફસાંમાં જાય છે અને જ્યારે શ્વાસ બહાર કાઢે ત્યારે તેમાં 15 ટકા ઓક્સિજન અને 5 ટકા કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે.
Exit mobile version