ગુજરાતની ફાયર સેફ્ટી માટે આજે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ છે. જેમાં હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પુરતી વિગતો રજૂ નહીં કરી હોવાની અરજદારની રજૂઆત બાદ કોર્ટે કરી તીખી ટકોર કરી હતી. હાઇકોર્ટે કોર્પોરેશનને કડક શબ્દોમાં કહી દીધું કે, BU પરમિશમ વગરની તમામ જગ્યા એ કાર્યવાહી કરો કોઈ અણબનાવ બને એની રાહ જોવાની છે? માત્ર ફાયર NOC પર નહીં BU પરમિશમ પર પણ ભાર મૂકો.
રાજ્યમાં ફાયર સેફટીના અભાવ મુદ્દે હાઇકોર્ટમાં થયેલી પિટિશન પર સુનાવણી શરૂ થઈ છે. હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ઝાટકણી કાઢતા કહ્યું, માત્ર ખાનગી રહેણાંક, ઉદ્યોગ ગૃહો અને કોમર્શિયલ બિલ્ડીંગની વિગતો પૂરતી નહીં હોય. સરકારી ઇમારતો અને સરકારી શાળાઓની ફાયરસેફ્ટી અંગેની વિગતો પણ કોર્પોરેશને રજૂ કરવી પડશે. હાઈકોર્ટ તમે જ કહો છો કે તમામ બિલ્ડિંગના લગતી વિગતો ઘણા બધા સેંકડો પાનાઓમાં હશે. એનો મતલબ એ છે કે તમારા અધિકારીઓએ કોર્ટના અગાઉના આદેશોનું પાલન કરવાની તસ્દી લીધી નથી. ગેરકાયદે વપરાશ કર્તાઓ પાસે ટેક્સ ઉઘરાવો છો તો શું તમને ખબર નથી કે બિલ્ડિંગ અસ્તિત્વમાં છે અને તેની જોડે બિલ્ડીંગ વપરાશની પરમીશન નથી?
હાઇકોર્ટે વધુમાં કહ્યું, તમે ટેક્સ ઉઘરાવી શકો છો તો કાર્યવાહી કેમ નથી કરી શકતા? ફાયર ઓફિસર્સનું આઉટસોર્સિંગ કરી અને જવાબદાર ત્રાહિત વ્યક્તિને બનાવો એવું નહીં ચાલે. ફાયર ઓફિસર આગ બુઝાવે કે આ NOC માટે ઇન્સ્પેકશન કરે તમે કઇ કોઈ વ્યવસ્થિત પ્લાન બનાવો. તમે ટેક્સ લેવા જાવ છો ત્યારે તમારી પાસે બધી માહિતી હોય છે તમે જાણો છો છતાં કોઈ કાર્યવાહી કેમ નથી કરતા.
