સુરત રિઝલ્ટ LIVE:સુરતમાં કોંગ્રેસના હાર્દિકની હાર, PAAS સમર્થક AAPની જીત, છતાં ભાજપ સત્તાની નજીક

By Abhishek Raghuvanshi
10 Min Read
  • 30 વોર્ડમાંથી 16 વોર્ડની ગણતરી એસવીએનઆઈટી ખાતે થશે 14 વોર્ડની ગણતરી ગાંધી કોલેજમા

એશિયામાં સૌથી ઝડપથી વિકસતા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં મતગણતરી ચાલી રહી છે. કુલ 484 ઉમેદવારો વચ્ચે ખેલાયેલા જંગમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર ચાલી રહી છે. ભાજપ હાલ 40 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે કોંગ્રેસ 10 બેઠક પર અને પાટીદારો અને પાસે કોંગ્રેસના હાર્દિકના પંજાનો સાથ છોડીને આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હોય તેમ 18 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.વોર્ડ નંબર 14,21,23માં ભાજપની પેનલની જીત થઈ છે.વોર્ડ નંબર 13,16માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.

અત્યારનો ટ્રેન્ડ નીચે મુજબ છેhttps://www.divyabhaskar.co.in/__widgets__/iframe/2021/02/local-body-elections

ભારે સુરક્ષા બંદોબસ્ત મતગણતરી કેન્દ્ર પર રાખવામાં આવ્યો છે.

કોંગ્રેસથી પાસ વિમુખ થતાં આપને ફાયકો
કોંગ્રેસે વોર્ડ નંબર 3માં પાસના સમર્થક ધાર્મિક માલવિયાને મેન્ડેટ આપ્યા બાદ તેણે છેલ્લી ઘડીએ ફોર્મ ભર્યુ નહોતું. પાસ દ્વારા વધુ એક ટિકિટની માંગ કરાઈ હતી. પરંતુ પાસની માંગણી ન સ્વિકારાતા પાસ કોંગ્રેસથી વિમુખ થયું હતું. કોંગ્રેસને જીત માટે પડકાર પાસે ફેંક્યો હતો. પરંતુ પરિણામમાં પાસનો પડકાર સાચો પડતો હોય તેમ કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે અને પાસ સમર્થિત આપ નવા પક્ષ તરીકે ઉભરી રહી છે.

- Advertisement -

પોસ્ટલ બેલેટથી મતગણતરી શરૂ
શહેરની એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. કર્મચારીઓ અને દૂર રહેતા લોકો જે મતદાન બૂથ પરથી મત ન આપી શક્યા હોય તેવા મતોની સૌ પ્રથમ ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં ભાજપને સૌથી વધુ મત મળ્યા છે.

પાટીદાર વોર્ડમાં આપ આગળ
કોંગ્રેસ સાથે છેડો ફાડીને પાસ દ્વારા અઘોષિત રીતે આપને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. જેથી પાટીદારોના વોર્ડ ગણાતા વોર્ડ નંબર 2, 3, 4, 14અને 16માં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. આપનું ખાતું ખુલવાની શક્યતાના પગલે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.

પરિણામ જાણવા માટે આપ સહિતની પાર્ટીના કાર્યકરો ઉમટ્યાં હતાં.

કાર્યકરો મોટી સંખ્યા ઉમટ્યાં
મહાનગરપાલિકામાં આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં મજબૂતી સાથે ઉતરી છે. જેથી રાજકીય પાર્ટીના કાર્યકરો વહેલી સવારથી જ મતગણતરી સ્થળ પર જમાવડો કરીને ઉભા છે. બન્ને કેન્દ્રની બહાર રાખવામાં આવેલી મોટી એલઈડી પર પોતાના ઉમેદવારોના પરિણામ જોવા માટે રાજકીયા પાર્ટીઓના કાર્યકરોએ ખડે પગે ઉભા છે.

બે વાગ્યા સુધીમાં પરિણામ ક્લિયર થાય તેવી આશા
મતગણતરી માટે અલગ અલગ વોર્ડનું અલગ રીતે કાઉન્ટીંગ થશે. સૌપ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ વોર્ડના ઈવીએમમાં નોંધાયેલા મતોની ગણતરી થશે. જેથી લગભગ બે વાગ્યા સુધીમાં તમામ વોર્ડના પરિણામ આવી જાયતેવી શક્યતા સેવવામાં આવી રહી છે. હાલ તમામ વોર્ડના ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષીત રીતે સીલ કરી દેવામાં આવ્યાં છે અને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે.

484 ઉમેદવારોના ભાવિ સીલ થયેલા ઈવીએમમાંથી બહાર આવશે.

પરિણામ અપડેટ જોવા માટે LED સ્ક્રીન લગાવવામાં આવી
મતગણતરી કેન્દ્ર પર અલગ પોલીસ કંટ્રોલરૂમ, સીસીટીવી કંટ્રોલરૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ, મતગણતરી એજન્ટ પ્રતીક્ષા માટે અલગ ટેન્ટ, પાર્ટી એજન્ટ સીસીટીવી રૂમ, લોકરરૂમ, હેલ્પડેસ્ક,ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ વગેરે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈનને લઈ માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરાઈ છે. બંને મતગણતરી કેન્દ્ર પર સીસીટીવી કેમેરા મારફતે નજર રાખવામાં આવશે. બહાર ઉમેદવાર અને એજન્ટો મતનું પરિણામ અને અપડેટ જોઈ શકે તેના માટે એક મોટી LED સ્ક્રીન પણ એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે લગાવવામાં આવી છે.

દરેક વોર્ડની અલગ અલગ ગણતરી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

પાર્ટીઓની વિજયોત્સવ ઉજવવાની તૈયારી
સુરતમાં ભાજપનો ઘોડો વીનમાં છે જેથી ભાજપના ઉમેદવારો દ્વારા જીતીની ખુશીને ઉત્સવના સ્વરૂપમાં ઉજવવા માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે. ભાજપના મોટાભાગના ઉમેદવારો દ્વારા મતગણતરી સ્થળથી થોડે દૂરથી જ ખુલ્લી જીપ સહિત રેલી સ્વરૂપે મતદારોનો આભાર માનતા માનતા વોર્ડમાંફરવાની ઈચ્છા હોવાનું જણાવ્યું છે. બીજી તરફ કોંગ્રેસે કહ્યું કે, આ વખતના પરિણામ ઉલટફેર થવાના છે. અમે પણ જીતની ખુશી ઢોલનગારાથી કરીશું. જ્યારે ત્રીજા પક્ષ તરીકે ઉભરી રહેલા આમ આદમી પક્ષના નેતાઓએ કહ્યું હતું કે, અમે વિજયી શરૂઆત કરીને પાલિકામાં જવાના હોવાથી અમે મતદારોનો નિર્ણય બમણી ખુશીથી ઉજવીશું.

મતદારો કોના પર શાસનનો કળશ ઢોળે છે તે ઈવીએમમાંથી બહાર આવશે.

સૌથી વધુ વોર્ડ નં-19 અને સૌથી ઓછું વોર્ડ નં-21માં મતદાન
આ વખતે કુલ 47.17 ટકા મતદાન નોંધાયું છે. જે ગત વખતની પાલિકાની (2015)ની ચૂંટણી કરતાં 9 ટકા જેટલું વધુ છે. 2015માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 39.63 ટકા મતદાન નોંધાયું હતું. જો કે, ગત વખત કરતાં વધું થયેલા મતદાનને લઈને ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા પોતાના તરફી મતદાન થયું હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. ગત વખત કરતાં વધુ મતદાનને લોકોમાં આવેલી જાગૃતિ પણ ગણવામાં આવી રહ્યું છે. આ વખતે સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 19 આંજણા-ડુંભાલમાં 56.18 ટકા અને સૌથી ઓછુ મતદાન 38.78 વોર્ડ 21 સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદમાં નોંધાયું છે.

30 વોર્ડના ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર

વોર્ડભાજપકોંગ્રેસ
1 જહાંગીરપુરા-વરિયાવ-છાપરાભાઠા-કોસાડગીતા સોલંકીપારૂલ બારોટ
ભાવિશા પટેલપ્રમોદની શાહુ
અજિત પટેલયોગેશ પટેલ
રાજેન્દ્ર પટેલકાંતી બારૈયા
2 અમરોલી-મોટાવરાછા-કઠોરઈલા સોલંકીસુશીલા કોસંબીયા
અરુણા શિંગાળાદયા માંગરોળીયા
ભૂપેન્દ્ર રાઠોડમનિષકુમાર વસાવા
રાજુ ગોધાણીદેવરાજ ગોપાણી
3 વરાછા-સરથાણા-સીમાડા-લસકાણાદક્ષા ખેનીફોર્મ પાછું ખેંચ્યું
ભાવના દેવાણીપાયલ બોદરા
ધર્મેશ સરસિયાફોર્મ પાછું ખેંચ્યું
ભાવેશ ડોબરિયાફોર્મ ન ભરાયું
4 કાપોદ્રાહંસા ગજેરામનીષા મેંદપરા
નયના સંધાણીમનીષા કાછડીયા
સંજય હિંગુધીરજ વેકરીયા
બાબુ જીરાવાલાભાવેશ ભુંભલીયા (રબારી)
5 ફૂલપાડા-અશ્વિનીકુમારરશ્મિતા હીરાણીનિલમ વધાસીયા
જયશ્રી વોરાદક્ષા ભુવા
ચેતન દેસાઈપ્રફુલ તોગડીયા
ધર્મેશ કાકડિયાદિનેશ કાછડીયા
6 કતારગામજયશ્રી વરિયાલલીતા સોસા
અનિતા દેસાઈહેતલ ભાલાળા
દક્ષેશ માવાણીકલ્પેશ વારીયા
ઘનશ્યામ સવાણીરાધવજી ગાયકવાડી
7 કતારગામ-વેડજ્યોતિ પટેલમનીષા નભોયા
પૂજા મિસ્ત્રીકિરણ કોટડિયા
લલિત વેકરિયામહેશ કેવડિયા
નરેન્દ્ર પાંડવપ્રતિક કકલોતર
8 ડભોલી-સિંગણપોરમીના આંબલિયાદિપાલી વકારે
સુવર્ણા જાદવપિનલ પટેલ (દિયોરા)
જિતેન્દ્ર સોલંકીપાર્થ લાખાણી
ચીમન પટેલનરેશ સરવૈયા
9 રાંદેર-જહાંગીરાબાદ-પાલનપુરનેન્સી શાહહેતલ પરમાર
ગૌરી સાપરિયાપલ્લવી વેકરિયા
કુણાલ સેલરહનીફ શીંગવાલા
રાજન પટેલગીરીશ પટેલ
10 અડાજણ-પાલ-ઈચ્છાપોરદિવ્યા રાઠોડઉર્મિલા પટેલ
ઉર્વશી પટેલકામિની સુથાર
ધર્મેશ વાણિયાવાલાસુધીર શિંદે
નિલેશ પટેલવિજય પ્રતાપ
11 અડાજણ-ગોરાટહેમાલી બોધાવાલાફેની જરીવાલા
વૈશાલી શાહકલ્પના કાચલિયા
કેયૂર ચપટવાલારાજેશ રાણા
કેતન મહેતાઅશરફ પઠાણ
12 નાણાવંટ-સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરાહેમલતા રાવતકાકવિતા ગોહિલ
આરતી પટેલભક્તિ જરીવાલા
રાકેશ માળીમુસ્તાક કાનુંગા
કિશોર મયાણીભુપેન્દ્ર સોલંકી
13 વાડીફળિયા-નવાપુરા-બેગમપુરા-સલાબતપુરામનીષા મહાત્માછાયા ઠાકુર
રેશમા લાપસીવાલાજલ્પા ભરૂચી
સંજય દલાલકંચન જરીવાલા
નરેશ રાણાસફી જરીવાલા
14 ઉમરવાડા-માતાવાડીરાજશ્રી મેસૂરિયાપ્રિયંકા ઓડ
મધુ ખેનીહિના મોવલિયા
દિનેશ જોધાણીરાજુ ગલ
લક્ષ્મણ બેલડિયાઉમાશંકર મિશ્રા
15 કરંજ-મગોબમનીષા આહીરવસંત વાઘાણી
રૂપા પંડ્યાદયા મેર
રાજેશ જોળિયાનિલેશ લિંબાણી
ધર્મેન્દ્ર ભાલાળારમેશ ઝીંજાણા
16 પુણા (પશ્વિમ)કોમલ પટેલરમીલા રાઠોડ
મમતા સુરેજાઉર્મિલા વ્યાસ
ચંદુ મુગરાદિનેશ સાવલિયા
દલસુખ ટીંબડિયાસુરેશ સુહાગિયા
17 પુણા (પૂર્વ)શિતલ ભડિયાદરાવિલાસ પડસાણા
મંજુલા શિરોયાવિલાસ ગાજીપરા
ભરત વાડોદરિયાનિલેશ કુંભાણી
હરેશ જોગાણીધીરૂ લાઠીયા
18 લિંબાયત-પરવત-કુંભારિયાદર્શિની કોઠિયાજાગૃતિ રમાનંદી
અમિતા પટેલનઈમા અન્સારી
ગેમર દેસાઈમહેન્દ્ર રાજપુરોહિત
દિનેશ પુરોહિતરમેશ દેસાઈ
19 આંજણા-ડુંભાલલતા રાણાશિવાની શર્મા
રમીલા પટેલશિતલ રાણા
નાગર પટેલજયેશ દેસાઈ
વિજય ચૌમલઅસલમ સાયકલવાલા
20 ખટોદરા-મજૂરા-સગરામપુરાઉષા પટેલસુષ્મા પટેલ
ભારતી વાઘેલાગાજીયાબાનુ શાહુ
જયેશ જરીવાલાશૈલેષ રાયકા
દીપન દેસાઈઅશોક કોરડાવાલા
21 સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદડિમ્પલ કાપડિયામોના શાહ
સુમન ગઢિયારેણુકા કહાર
અશોક રાંદેરિયાસુભાષ પટેલ
વ્રજેશ ઉનડકટગૌરાંગ પટેલ
22 ભટાર-વેસુ-ડુમસકૈલાસ સોલંકીહિના ડુમસીયા
રશ્મિ સાબુભુમિકા સોલંકી
દીપેશ પટેલમુકેશ પટેલ
હિમાંશુ રાઉલજીસુમિત બંસલ
23 બમરોલી-ઉધના (ઉતર)ગીતા રબારીકાંતા રબારી
ઉર્મિલા ત્રિપાઠીસપના લેન્કા
ડો.દિનાનાથ મહાજનનિલેશ રાજપુત
પરેશ પટેલઆત્મારામ ત્રિપાઠી
24 ઉધના (દક્ષિણ)હિના કનસાગરાપ્રતિભા દેવરે
રોહિણી પાટીલમીના મકવાને
ડો.બળવંત પટેલજયેશ પંચાલ
સોમનાથ મરાઠેઆશિષ રાય
25 લિંબાયત-ઉધનાયાર્ડકવિતા એનગુંદલ્લાપદમા ચીલ્લુમુલ્લા
ખુશ્બૂ પાટીલવિદ્યા પાટીલ
પ્રકાશ વાકોડીકરસુભાષ ઈનામદાર
વિક્રમ પાટીલઈમ્તાઝ શેખ
26 ગોડાદરા-ડિંડોલી (ઉતર)વર્ષા બલદાણિયાઅલ્કા પાટીલ
અલકા પાટીલસાવિત્રી ચૌહાણ
અમિત રાજપૂતસુખદેવ ગૌડ
નરેન્દ્ર પાટીલરામુ રાજપુત
27 ડિંડોલી (દક્ષિણ)શશી ત્રિપાઠીગીતા યાદવ
નિરાલાસિંહ રાજપૂતવિણા પટેલ
સુધાકર ચૌધરીયશવંત પાટીલ
ભાઈદાસ પાટીલક્રિષ્ણા દોડે
28 પાંડેસરા-ભેસ્તાનપૂર્ણિમા દાવલેરીટા પટેલ
દલપતકુંવર રાઠોડમનીષા વાળકે
શરદ પાટીલરૂષિન રાયકા
વિનોદ પટેલજલીલ મામુ
29 અલથાણ-બમરોલી-વડોદસુધા પાંડેસુજાતા સોનવણે
વૈશાલી પાટીલભારતી તિવારી
બંસુ યાદવસતીષ પટેલ
કનુ પટેલધનસુખ રાજપુત
30 કનસાડ-સચિન-ઉન-આભવાપીયૂષા પટેલશિતલ ભરવાડ
રીનાદેવી રાજપૂતરૂક્ષાનાબાનુ જુમ્મા
હસમુખ નાયકમનોજસિંહ પરમાર
ચિરાગ સોલંકીસુરજ પટેલ
Exit mobile version