વડોદરા ગેંગરેપ-આપઘાત કેસમાં ઘટસ્ફોટ, યુવતી પર દુષ્કર્મ ન થયાનું FSL રિપોર્ટમાં સામે આવ્યું

By Abhishek Raghuvanshi
2 Min Read
  • યુવતીએ ડાયરીમાં લખેલી વાતથી રિપોર્ટ તદ્દન અલગ આવ્યો

વલસાડમાં ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં ફાંસો ખાઇ આપઘાત કરી લેનાર યુવતીના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ યુવતી પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં દુષ્કર્મ આચરાયું હોવાની વિગતો ડાયરીના આધારે બહાર આવી હતી. જોકે, FSLના રિપોર્ટમાં યુવતી પર કોઈ જ દુષ્કર્મ આચરવામાં ન આવ્યું હોવાનું સામે છે.મૃતક પીડિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું પોલીસે જાહેર કર્યું છે.

પોલીસ દ્વારા 3 નવેમ્બરના રોજ થયેલા આપઘાત બાદ એફએસએલ રિપોર્ટ આવ્યો હતો.

શું હતી ઘટના
દિવાળીના દિવસે મોડીરાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર આવેલી ગુજરાત ક્વીન ટ્રેનના ડી-12 નંબરના ડબ્બામાં એક યુવતીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ટ્રેનના ડબ્બામાં સામાન મૂકવાની રેકથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળતા રેલવે પોલીસ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. સમગ્ર ઘટનામાં રેલવે પોલીસે તપાસ આદરી હતી.

યુવતી સુરત રેલવે સ્ટેશન પર CCTV કેમેરામાં કેદ થઈ હતી.

સામાજિક સંસ્થા સાથે યુવતી જોડાયેલી
મૃતક વડોદરામાં એક કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને પાંચ દિવસ પહેલા જ તે વડોદરાથી પોતાના ઘરે નવસારી આવી હતી. યુવતી અભ્યાસની સાથે એક સામાજિક સંસ્થા સાથે પણ જોડાયેલી હતી. આથી તે સંસ્થાના કામ માટે બહાર(મરોલી) જઈ રહી હોવાનું પરિવારજનોને જણાવ્યું હતું. તે એક દિવસમાં ઘરે પરત ફરશે આવું જણાવીને ઘરથી નીકળી હતી.

Exit mobile version