વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવને સંબોધન કર્યું છે. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદની આ જન્મજયંતિનો દિવસ આપણા બધાને પ્રેરણા આપે છે. તે આ વખતે એટલા માટે વિશેષ બન્યું છે કારણ કે આ વખતે યુવા સંસદ,સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાયો છે. આ સભાખંડમાં આપણી સ્વતંત્રતાના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
તેમણે સરકારની નીતિઓમાં યુવાનોના મહત્વનો પણ ઉલ્લેખ કર્યો. મોદીએ સંબોધન કરતાં કહ્યું કે દેશમાંનવી નેશનલ એજ્યુકેશન પોલિસી યુવા કૌશલ્ય, સમજ અને નિર્ણયને અગ્રતા આપે છે.
‘યુવાઓનું ભાષણ ટ્વિટ કરીશ’
તેમણે કહ્યું કે તમારા મનમાં કલ્પના કરો, તમે તે સ્થળે બેઠા છો જ્યાં દેશના મહાન માણસો બેઠા હતા. તમને દેશથી કેટલી અપેક્ષાઓ છે. મને લાગે છે કે અહીં બેઠેલા યુવાન સાથીઓએ આ અનુભૂતિ થઈ રહી હશે. જ્યારે હું તમને સાંભળી રહ્યો હતો ત્યારે વિચાર આવ્યો કે તમારું ભાષણ હું મારા ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીશ જેથી દેશને ખબર પડે કે સંસદના આ પરિસરમાં આપણું ભાવિ ભારત કેવું આકાર લઈ રહ્યું છે. મારા માટે તે છે તે ખૂબ ગૌરવની વાત હશે.
‘વિવેકાનંદજીનું ચિંતન આપણી ભાવનાઓમાં ‘
વડાપ્રધાને કહ્યું કે સમય પસાર થતો ગયો, દેશ આઝાદ થઇ ગયો, પરંતુ આપણે હજી પણ જોયું છે કે સ્વામીજી આપણી વચ્ચે જ છે. દરેક ક્ષણ પ્રેરણા આપી રહ્યા છે. તેની વિચારસરણી આપણી ભાવનામાં પ્રતિબિંબિત થાય છે. રાષ્ટ્રેને લઈને તેમણે જે કર્યું, જન સેવાથી જગતની સેવાનો ભાવ આપણા મન મંદિરમાં છે.
મને વિશ્વાસ છે કે જો તમે પણ એક યુવાન સાથી તરીકે વિવેકાનંદની તસવીર જોતાં હશો, તો તમારું મન શ્રદ્ધા ભાવથી ઝૂકતું હશે. સ્વામીજીએ વધુ એક ભેટ આપી છે. વ્યક્તિઓના નિર્માણની, સંસ્થાઓના નિર્માણની. જો આપણે અભ્યાસ કરીએ તો સ્વામી વિવેકાનંદે આવી સંસ્થાઓને આગળ વધારી છે જે વ્યક્તિઓનું નિર્માણ આજે પણ કરી રહી છે.
‘યુવાનો માટે ઇકો સિસ્ટમ બનાવવામાં આવી રહી છે’
મોદીએ સરકારની યોજનાઓ વિશે જણાવ્યું હતું કે યુવાનો તેમની પ્રતિભા અનુસાર પોતાનો વિકાસ કરી શકે છે, આવી ઇકો સિસ્ટમ બનાવવામાં આવી રહી છે. આ બાબતને કેન્દ્રમાં રાખવામાં આવી રહી છે. સ્વામીજીનું ધ્યાન પણ તેના પર હતું અને તે શારીરિક તેમજ માનસિક રીતે પણ તેના પર ભાર મૂકાતા હતા. આજે, ફિટ ઈન્ડિયા મુવમેન્ટ હોય, યોગ અને સ્પોર્ટ્સ સંબંધિત ઇવેન્ટ. આ યુવાન સાથીઓ શારીરિક અને માનસિક રીતે વધુ મજબૂત બનાવે છે.
પર્સનાલિટી ડેવલપમેન્ટ તેમનો મંત્ર હતો. બિલીવ યોર સેલ્ફ, એટલે કે, તમારા પર વિશ્વાસ કરો. તેઓ કહેતા કે જુના ધર્મો અનુસાર નાસ્તિક તે છે જે ભગવાનમાં વિશ્વાસ નથી કરતો, પરંતુ નવો ધર્મ કહે છે કે નાસ્તિક તે છે જે પોતાને ઉપર વિશ્વાસ નથી કરતો.
‘દેશને આત્મનિર્ભર બનાવવાની યુવાનોની જવાબદારી’
આજે આપણે સ્વામી વિવેકાનંદ વિશે જેટલું જાણીએ છીએ, તેમાં સ્વામી શારદાનંદજીનું યોગદાન ઘણું છે. શારદાનંદજીએ એમ કહ્યું હતું કે યુવાનો જ એ પાયો છે જેના પર રાષ્ટ્રનું નિર્માણ થાય છે. દેશને આત્મનિર્ભર બનાવવાનું કામ યુવાનોએ જ કરવું પડશે. તમારામાંથી કેટલાક વિચારતા હશે કે હજી તો અમારી એટલી ઉંમર પણ થઈ નથી.
