રાજ્ય સરકારની જાહેરાત:ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી જાહેર કરાઈ, 2 વ્હીલર માટે 20 હજાર અને 4 વ્હીલર માટે દોઢ લાખ સબસીડી

By Abhishek Raghuvanshi
1 Min Read
ફાઈલ ફોટો
  • દેશમાં સૌ પ્રથમ ગુજરાતે ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી જાહેર કરી, ચાર વર્ષની પોલીસીમાં સબસીડીની યોજના

ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી જાહેર કરવામાં આવી છે. આ પોલીસી જાહેર કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજીને ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસીમાં મળનારી સબસીડીની માહિતી આપી હતી. જેમાં 2 વ્હીલર માટે 20 હજાર અને 4 વ્હીલર માટે દોઢ લાખ રૂપિયાની સબસીડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી

  • ગુજરાત રાજ્યમાં ઈન્વેસ્ટમેન્ટ કરવામાં સૌને સમાન તક મળે છે.
  • આજે નવી પોલિસી શરૂ કરીએ છે
  • ઇલેક્ટ્રિક વહિકલ વધારે લોકો વાપરતા થાય
  • પેટ્રોલ ડીઝલ ઓછો વપરાશ થાય તે માટે આ જાહેરાત કરવામાં આવી
  • ઇલેક્ટ્રિક વહિકલથી પ્રદુષણ ઓછું થાય છે.
  • ગુજરાત પહેલુ રાજ્ય બનશે જે આવનારા 4 વર્ષ માટે અમલ બનશે
  • લોકો માટે ઈલેકટ્રીક વ્હીકલ બને તે ઉદ્દેશ્ય મહત્વનો છે.
  • સરકાર 2 વ્હિલર, 3 વ્હિલર અને ફોર વ્હીલર પર ભાર આપે છે
  • આ પોલીસી 6 લાખ કાર્બન ઉત્સર્જન અટકાવશે
Exit mobile version