રાજ્યસભામાં રાજનાથ:મોટી જાહેરાત કરતાં કહ્યું- LAC પર સમજૂતી થઈ, પેંગોંગથી ચીની સેના પીછે હટ કરશે; ભારતે કંઈ જ ગુમાવ્યું નથી

By Abhishek Raghuvanshi
5 Min Read


ભારત અને ચીનની સેનાઓ લદ્દાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પરથી હટવા માટે તૈયાર થઈ ગઈ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે રાજ્યસભામાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે, પેંગોંગના નોર્થ અને સાઉથ વિસ્તારમાં ડિસએન્ગેજમેન્ટની સમજૂતી થઈ ગઈ છે. જો કે, હાલ પણ અમુક વિવાદ બાકી છે. ચીન સાથે વાતચીતમાં આપણે કંઈ ગુમાવ્યું નથી.

રક્ષા મંત્રીએ કહ્યું કે, ભારતીય સેનાએ તમામ પડકારોનો સામનો કર્યો છે. ઘણા વિસ્તારોને ચિન્હિત કરાયા છે, જ્યાં આપણી સેનાઓ હાજર છે. લદ્દાખના ઊંચા શિખર પર પણ આપણી સેનાઓ હાજર છે, એટલા માટે આપણું વર્ચસ્વ છે. જે શહીદોના પરાક્રમ પર ડિસએન્ગેજમેન્ટ આધારિત છે, તેમને આ દેશ યાદ રાખશે.

​​​​​​​

ચીને ગત વર્ષે LAC પર દારૂ ગોળો ભેગો કર્યો હતો

- Advertisement -

રક્ષામંત્રીએ કહ્યું કે, ચીન દ્વારા ગત વર્ષે એપ્રિલ-મે મહિના દરમિયાન ર્ઈસ્ટર્ન લદ્દાખની સીમા પાસે મોટીસંખ્યામાં સેના અને ગોળા-બારુદ ભેગો કરી લીધો હતો. ચીને LAC પાસે ઘમી વખત ટ્રાન્સપ્લેશનનો પણ પ્રયાસ કર્યો હતો. આપણી સેનાએ એ તમામ સશસ્ત્ર પ્રયાસોનો વળતો જવાબ આપ્યો. આ ગૃહ સાથે આખા દેશ એવા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી, જેમણે સીમાની રક્ષા કરતા બલિદાન આપ્યું હતું.

રાજનાથે એવું પણ જણાવ્યું કે, ગત વર્ષે સપ્ટેમ્બરથી બન્ને પક્ષો(ભારત-ચીન)વચ્ચે મિલેટ્રી અને ડિપ્લોમેટિક વાતચીત ચાલી રહી છે.અમારું લક્ષ્ય છે કે LAC પર ડિસએન્ગેજમેન્ટ અને યથાસ્થિતિ (Status Quo) યથાવત થાય, જેથી શાંતિ ફરીથી સ્થાપિત થઈ શકે.

ચીનના કારણે સંબંધો પર અસર પડી
ગત વર્ષે સરહદ પર ચીન દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાથી શાંતિ પર પ્રતિકૂળ અસર પડી છે. જેનો પ્રભાવ ભારત અને ચીનના સંબંધો પર પણ પડી છે. ગત વર્ષે વિદેશ મંત્રી જયશંકરે ચીની વિદેશ મંત્રી અને NSA અજીત ડોભાલે પોતાના ચીની કાઉન્ટપાર્ટ સાથે વાતચીત કરી હતી. અમે સ્પષ્ટ કરી દીધું છે કે LACના તમામ સેક્શન્સ પર ડિસએન્ગેજમેન્ટ કરવામાં આવે, જેથી શાંતિ જળવાઈ રહે.

ચીનનો ભારતની 43 હજાર ચો કિમી જમીન પર કબજો છે
રક્ષામંત્રીએ કહ્યું કે, ચીને 1962માં લદ્દાખની અંદર 38 હજાર ચો કિમી વિસ્તાર પર અનાધિકૃત રીતે કબજો કરી રાખ્યો છે. આ સિવાય પાકિસ્તાને PoKમાં 5,180 ચો કિમી જમીન ગેરકાયદે રીતે ચીનને આપી દીધી. આ રીતે ચીનનો ભારતની લગભગ 43 હજાર ચો કિમી જમીન પર કબજો છે. તો આ તરફ ચીન અરુણાચલ પ્રદેશની પણ 9 હજાર ચો કિમી જમીન પોતાનો ગણાવે છે. ભારતે આ ખોટા દાવાઓને સ્વીકાર કર્યા નથી.

ચીનનો દાવો, LAC પર અથડામણ ખતમ થઈ ગઈ છે
રક્ષામંત્રીના રાજ્યસભામાં નિવેદન આપ્યાના એક દિવસ પહેલા એટલે કે બુધવારે ચીની સરકારે દાવો કર્યો કે લદ્દાખમાં LAC પર ભારત સાથે નવ મહિનાથી ચાલી રહેલી અથડામણ ખતમ થઈ ગઈ છે. ચીનના જણાવ્યા પ્રમાણે, બુધવારે બન્ને તરફથી ફ્રન્ટલાઈન પર તહેનાત સૈનિકોની એક સાથે વાપસી શરૂ થઈ. આ પહેલા ચીની મીડિયાએ પણ દાવો ક્યો હતો કે, પેંગોંગ લેકના દક્ષિણ અને ઉત્તર વિસ્તારથી ભારત-ચીનની સેનાએ ડિસએન્ગેનમેન્ટની પ્રોસેસ શરૂ કરી દીધી છે.

10માં વખતની મીટિંગ ઝડપથી થવાની આશા
ચીનની મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના સ્પોક્સપર્સન વૂ કિયાને જણાવ્યું કે, ચીન અને ભારત વચ્ચે થયેલી કમાંડર લેવલની 9માં વખતની વાતચીતમાં ડિસએન્ગજમેન્ટ પર સહમતિ બની હતી. જેના હેઠળ બન્ને દેશોએ પોતાના સૈનિકોને પેંગોંગ હુનાન અને નોર્થ કોસ્ટથી પાછળ ખસેડવાનું શરૂ કરી દીધું છે. ત્યારપછી ચીની વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું. સ્પોક્સપર્સન વાંગ વેનબિને કહ્યું કે, રશિયામાં યોજાયેલી બેઠકમાં બન્ને દેશોના વિદેશ મંત્રી આ મુદ્દાનો નિવેડો લાવવા માટે રાજી થયા હતા.

ભારત અને ચીન વચ્ચે 24 જાન્યુઆરીએ 9માં રાઉન્ડની વાતચીત 15 કલાક ચાલી હતી. જેમાં ભારતે કહ્યું હતું કે, વિવાદ વાળા વિસ્તારમાંથી સૈનિક હટાવવા અને તણાવ ઓછો કરવાની પ્રોસેસને આગળ વધારવાની જવાબદારી હવે ચીન પર છે. આ દરમિયાન બન્ને પક્ષ કોર કમાંડરની 10માં તબક્કાની વાતચીત ઝડપથી કરવા અંગે સહમતિ થઈ હતી, જેથી સૈનિકોની વાપસનું કામ ઝડપથી થઈ શકે.

ગત વર્ષે 20 જાન્યુઆરીએ અથડામણ થઈ હતી
ગત વર્ષે 20 જાન્યુઆરીએ સિક્કીમના નાકુ લામાં બન્ને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. જો કે, ત્યારે બન્ને સેનાના કમાંડર્સે નક્કી પ્રોટોકોલ હેઠળ વિવાદનું સમાધાન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીને LAC પર ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ તેનો જવાબ આપતા ચીનના સૈનિકોને ભગાડ્યા હતા. અથડામણમાં ચીનના 20 અને ભારતના ચાર જવાન ઘાયલ થયા હતા-

Exit mobile version