રાજભવનમાં નવા મંત્રીમંડળના શપથ પહેલાં કમલમમાં ઉજવણીની તૈયારીઓ શરૂ, મીઠાઈઓ, ફૂલોના ટોપલા અને ઢોલી પહોંચ્યાં

By Abhishek Raghuvanshi
1 Min Read
કમલમ્ પહોંચેલા ઢોલીઓની તસવીર.
  • કમલમ્ ખાતેથી પાસ લઈને રાજભવન પહોંચી રહ્યા છે નેતાઓ
  • ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ઢોલીઓ બોલાવાયા
  • અમદાવાદના મેયર હિતેશ બારોટ કમલમ્ ખાતે પહોંચ્યા

ગુજરાતના નવા મંત્રીમંડળનો આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે 1.30 વાગ્યે શપથવિધિ સમારોહ યોજાશે. શપથવિધિ પહેલાં જ આજે કમલમ્ ખાતેથી મંત્રી બનનારા ધારાસભ્યોને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. હાલમાં કમલમ્ ખાતે રાજભવનમાં શપથ સમારોહમાં જવા માટેના પાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નવા મંત્રીઓનું મોઢું મીઠું કરાવવા કમલમ્ ખાતે મીઠાઈઓ પહોંચી ગઈ છે.

  • અમદાવાદના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ કમલમ્ પહોંચ્યા
  • કમલમ્ ખાતે નવા મંત્રીમંડળની ઉજવણી માટે ઢોલી બોલાવાયા છે
કમલમમાં મીઠાઈઓ પહોંચી.

જોકે હાલમાં ભાજપના નેતાઓ તથા કાર્યકરો કમલમ્ ખાતે પાસ લેવા પહોંચી રહ્યા છે અને ત્યાંથી રાજભવન જઈ રહ્યા છે. હાલમાં કમલમ્ ખાતે ચહલપહલ જોવા મળી રહી નથી, પરંતુ બપોરે શપથગ્રહણ સમારોહ બાદ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે એવી સંભાવના છે.

કમલમ્ ખાતેથી વહેંચવામાં આવતા પાસની તસવીર.
કમલમમાં બોલાવાયેલા ઢોલીઓની તસવીર.
Exit mobile version