ભાસ્કર એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ:’પહેરેલા માસ્ક, કચરો, ગટરનું પાણી અને થૂંકના કારણે સાબરમતીમાં ખતરો વધ્યો, નદીમાં વાયરસ ગંભીર બાબત છે’

By Abhishek Raghuvanshi
3 Min Read
પ્રોફેસર મનિષ કુમારની તસવીર
  • અમદાવાદ શહેરમાં પાણીમાંથી લેવાયેલા કોરોનાના સેમ્પલ પોઝિટિવ મળી આવ્યા.
  • સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી સેમ્પલ લેવાયા હતા.
  • IIT ગાંધીનગરના EARTH SCIENCEના આસિ. પ્રોફેસરની દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત.

દેશમાં બીજી લહેરમાં કોરોનાના વધુ કેસોમાં ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસો જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં દેશના અનેક શહેરોની સુએજ લાઈનમાં જીવિત કોરોના વાયરસ મળવાની પૃષ્ટિ થઈ ચુકી છે. પરંતુ હવે પાણીમાં પણ કોરોના વાઇરસ હોવાની પુષ્ટિ થઈ છે. અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી કોરોના વાઇરસ મળી આવ્યો છે. ત્રણેયના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તમામ સેમ્પલ્સ સંક્રમિત જણાયા છે. ચાર મહિનામાં 16 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 5 જેટલા સેમ્પલ પોઝિટિવ જણાયા હતા.

ફાઈલ તસવીર

સાબરમતી નદી, કાંકરીયા તળાવ અને ચંડોળા તળાવમાં કોરોના વાઇરસના સેમ્પલ પોઝિટિવ આવવા મામલે Divybhaskar સાથે IIT ગાંધીનગરના EARTH SCIENCEના આસિસન્ટ પ્રોફેસર મનીષકુમારે વાતચીત કરી હતી.

ભાસ્કર- સાબરમતી નદીમાં કોરોના વાયરસના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાં કેટલા સેમ્પલ પોઝિટિવ આવ્યા?
પ્રો. મનિષકુમાર- સપ્ટેમ્બર 2020થી ડિસેમ્બર 2020 દરમિયાન સાબરમતી નદી, કાંકરીયા તળાવ અને ચંડોળા તળાવમાંથી દર અઠવાડિયે સેમ્પલ લેવામાં આવ્યા હતા. કુલ 16 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 5 સેમ્પલમાં RANના 3 જિન મળી આવ્યા હતા. સામાન્ય રીતે બે જિન પોઝિટિવ આવે તો સંક્રમણ હોવાની પુષ્ટિ થાય છે. પાણીમાં કોરોના વાઇરસ જીવિત છે કે મૃત છે તેની ખબર પડતી નથી.

ભાસ્કર- પાણીમાંથી વાઇરસ મળી આવવા કેટલું ગંભીર બાબત છે?
પ્રો. મનિષકુમાર– પાણીના સેમ્પલમાં જે વાઇરસ મળી આવે છે તે જીવિત કે મૃત છે તે અમારી રિર્સચમાં જાણી શકાયું નથી. અમે સપ્ટેમ્બર 2020થી ડિસેમ્બર 2020 દરમ્યાન સેમ્પલ લીધા હતા. એપ્રિલ 2021માં અને હાલના સમયમાં પાણીમાં વાઇરસ કેવો હશે તેનો ખ્યાલ નથી. પરંતુ મોનિટરિંગ કરવાની ખાસ જરૂર છે. ખાસ કરીને પીવાનું પાણી જે નદી, તળાવમાંથી વાપરવામાં આવે છે તેમાં મોનિટરિંગ કરવું જોઈએ. દર અઠવાડિયામાં 2 વાર તેની તપાસ થવી જોઈએ જેથી વાઇરસ અંગે જાણકારી મળી શકે. WHOએ પણ કહ્યું છે કે, માત્ર માણસના શરીરમાં નહીં પરંતુ વાતાવરણમાં પણ વાઇરસ અંગે તપાસ જરૂરી છે જેથી અમારા મુજબ પાણીમાં પણ મોનિટરિંગ કરવાની જરૂર છે.

- Advertisement -

ભાસ્કર- પાણીમાં વાઇરસ કઈ રીતે ફેલાઈ શકે?
પ્રો. મનિષકુમાર- પાણીમાં વાઇરસ ફેલાવવાનું કારણ સોલિડ વેસ્ટ હોઈ શકે છે. લોકોએ પહેરેલા માસ્ક નાખી દીધા હોય, થુંક, મળમૂત્ર વગેરેના કારણે પાણીમાં ફેલાય છે. પાણીમાં વાઇરસ હોવુએ થોડી ખતરાની બાબત છે. કેટલું ગંભીર ઇન્ફેક્શન છે તે સામે નથી આવ્યું પરંતુ નદી, તળાવ વગેરેમાં તપાસ કરતા રહેવું જોઈએ.

Exit mobile version