- તા.પંચાયતમાં 149માંથી ભાજપને 139 કોંગ્રેસને 08, અન્ય 2
- 2021માં જિલ્લા પંચાયતોમાં 66.67 ટકા, તાલુકા પંચાયતોમાં 69.18 ટકા અને નગરપાલિકાઓમાં 59.05 ટકા મતદાન
- 2015ની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસને તો નગરપાલિકાઓમાં ભાજપનું જોર રહ્યું હતું
સુરત મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં બેઠકો મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે જિલ્લા પંચાયત, તાલુકા તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં પણ એંટ્રી કરી ચુકી છે. સૌરાષ્ટ્ર, સુરત, સાબરકાંઠામાં 46 બેઠકો સાથે AAPની એન્ટ્રી થઈ ગઈ છે, જેમાં જિ.પંચાયતમાં 6, તાલુકામાં 18 અને નગરપાલિકામાં 22 બેઠકો સાથે “આપ” આગળ છે. બીજીતરફ જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં “કમળ” ખીલ્યું છે. ઠેર-ઠેર ભાજપના કાર્યકરો ઢોલ-નગારા સાથે રોડ પર ઉમટી પડ્યા છે. 12 વાગે ભાજપ કાર્યાલય ‘કમલમ્’માં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જ્યારે 1.30 વાગે સીએમ વિજય રૂપાણી પણ ઉજવણીમાં હાજર રહેશે. જ્યારે કોંગ્રેસ કાર્યાલયોમાં કાગડાં ઉડી રહ્યા છે.
28 ફેબ્રુઆરીના રોજ 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં જિલ્લા પંચાયતોમાં 66.67 ટકા, તાલુકા પંચાયતોમાં 69.18 ટકા અને નગરપાલિકાઓમાં 59.05 ટકા મતદાન થયું હતું. શહેરી વિસ્તાર કરતા ગામડાઓમાં મતદાન સારૂ રહ્યું હતું.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત 8747 બેઠકોમાંથી 237 બેઠક બિનહરીફ થઇ હતી. જેમાં જિલ્લા પંચાયતમાં ભાજપે 25 બિનહરીફ, નગરપાલિકામાં 95 માંથી ભાજપને 92, કોંગ્રેસને 2, અન્યને 1 બેઠક મળી છે, તાલુકા પંચાયતની કુલ 117 બિનહરીફમાંથી ભાજપને 111, કોંગ્રેસને 5 અને અન્યને 1 બેઠકો મળી છે.
| કેટલી સીટ પર કઈ પાર્ટીનો ઉમેદવારનો વિજય | |||||
| કુલ ઉમેદવારો | પરિણામ જાહેર | ભાજપ | કોંગ્રેસ | અન્ય | |
| જિલ્લા પંચાયત | 980 | 26 | 26 | 0 | 0 |
| નગરપાલિકા | 2720 | 202 | 180 | 21 | 1 |
| તાલુકા પંચાયત | 4774 | 268 | 232 | 29 | 7 |
| કુલ ઉમેદવારો | 8474 | 253 | 243 | 8 | 3 |
મધ્ય ગુજરાત રિઝલ્ટ અપડેટ
અમદાવાદ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
વડોદરા જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
આણંદ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
છોટાઉદેપુર જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
નર્મદા જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
પંચમહાલ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
મહીસાગર જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
દાહોદ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કર
ખેડા ન.પાલિકા અને તા.પંચાયતનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
ઉત્તર ગુજરાત રિઝલ્ટ અપડેટ
અરવલ્લી જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
મહેસાણા જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
ગાંધીનગર જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
પાટણ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
બનાસકાંઠા જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
સાબરકાંઠા જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
સૌરાષ્ટ્ર રિઝલ્ટ અપડેટ
રાજકોટ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
અમરેલી જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
જામનગર જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
ગીર સોમનાથ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
મોરબી જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
ભાવનગર જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
સુરેન્દ્રનગર જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
કચ્છ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
બોટાદ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
પોરબંદર જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
જૂનાગઢ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
દક્ષિણ ગુજરાત રિઝલ્ટ અપડેટ
સુરત જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
તાપી જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
નવસારી જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
ભરૂચ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
ડાંગ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
વલસાડ જિલ્લાનું રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
2015માં શું હતી સ્થિતિ
2015માં સ્થાનિક સ્વરાજની યોજાયેલી ચૂંટણીના પરિણામની વાત કરીએ તો જિલ્લા પંચાયતોમાં 972 બેઠકોમાં કોંગ્રેસને 595 અને ભાજપને 368 બેઠકો મળી હતી. જ્યારે અન્યને 9 બેઠકો મળી હતી. 2015માં 231 તાલુકા પંચાયતોની 4715 બેઠકમાંથી કોંગ્રેસને 2555 ભાજપને 2019 અને 141 અન્યને મળી હતી. તો 81 નગરપાલિકાઓમાં 2675 બેઠકોમાંથી ભાજપને 1197, કોંગ્રેસને 673 અને અન્યને 205 બેઠકો જ્યારે બીએસપીને 4 બેઠકો મળી હતી. આમ 2015ની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસને તો નગરપાલિકાઓમાં ભાજપનું જોર રહ્યું હતું.
