કોરોના દેશમાં:ભારત ચોથો દેશ, જ્યાં સંક્રમણથી 2 લાખ દર્દીનાં મૃત્યુ થયાં, પ્રથમ વખત એક દિવસમાં રેકોર્ડ 3.62 લાખ નવા દર્દીઓ મળ્યા અને 2.62 લાખ સાજા થયા

By Abhishek Raghuvanshi
5 Min Read
  • મંગળવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 66,358 નવા દર્દી મળ્યા, આ પહેલા 48 હજાર સંક્રમિતો નોંધાયા હતા
  • ઉત્તરપ્રદેશમાં 32921, કેરળમાં 32819 અને કર્ણાટકમાં 31830 સંક્રમિત નોંધાયા છે

દેશમાં કોરોનાના સંક્રમણના કારણે જીવ ગુમાવનારાઓનો આંકડો મંગળવારે 2 લાખને વટાવી ગયો. ભારત વિશ્વનો ચોથો દેશ છે, જ્યાં આ મહામારીને કારણે 2 લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. અત્યારસુધીમાં 2 લાખ 1 હજાર 165 લોકોનાં આ મહામારીથી મૃત્યુ થયાં છે. અમેરિકામાં સૌથી વધુ 5.87 લાખ, બ્રાઝિલમાં 3.95 લાખ અને મેક્સિકોમાં 2.15 લાખ લોકોનાં મૃત્યુ થયાં છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસ, મૃત્યુ અને રિકવરીનો પણ રેકોર્ડ પ્રકાશમાં આવ્યો છે. આ દરમિયાન 3 લાખ 62 હજાર 757 નવા દર્દી મળ્યા અને 3285 લોકોનાં મૃત્યુ થયાં છે. પ્રથમ વખત એવું થયું છે જ્યારે એક દિવસમાં 3 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. રાહતના સમાચાર એ છે કે આ દરમિયાન 2 લાખ 62 હજાર 39 લોકો સાજા પણ થયા છે. રિકવરીનો આ આંકડો પણ સૌથી વધુ છે.

મહારાષ્ટ્રમાં 66 હજાર, 3 રાજ્યમાં 30 હજારથી વધુ દર્દીઓ મળ્યા
મંગળવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 66,358 નવા દર્દીઓ મળ્યા. આ પહેલાં અહીં 48 હજાર સંક્રમિતો નોંધાયા હતા. કેરળ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશ એવાં રાજ્ય છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં 30 હજારથી વધુ લોકો સંક્રમિત મળ્યા. ઉત્તરપ્રદેશમાં 32,921, કેરળમાં 32,819 અને કર્ણાટકમાં 31,830 સંક્રમિત નોંધાયા છે.

શહેરમાં બેંગલુરુ સૌથી વધુ સંક્રમિત
અલગ-અલગ શહેરો પ્રમાણે જોવામાં આવે તો હાલ સૌથી વધુ દર્દીઓ બેંગલુરુમાં છે. અહીં એક્ટિવ દર્દીઓની સંખ્યા 2 લાખ 6 હજાર 223 છે. અત્યારસુધીમાં આ શહેરમાં 6 લાખ 87 હજાર 751 સંક્રમિત નોંધાયા છે, તેમાંથી 4 લાખ 75 હજાર 525 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 6002 દર્દીનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. દેશમાં બીજા નંબરે પુણે છે. અહીં 1 લાખ 4 હજાર 561 એક્ટિવ કેસ છે, જ્યારે દિલ્હીમાં 98264 એક્ટિવ કેસ છે.

- Advertisement -

દેશમાં કોરોના મહામારી આંકડાઓમાં
છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યાઃ 3.62 લાખ
છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુઃ 3285
છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયાઃ 2.62 લાખ
અત્યારસુધીમાં કુલ સંક્રમિત થયાઃ 1.79 કરોડ
અત્યારસુધીમાં સાજા થયાઃ 1.48 કરોડ
અત્યારસુધીમાં કુલ મૃત્યુઃ 2.01 લાખ
હાલ સારવાર કરાવી રહેલા દર્દીઓની કુલ સંખ્યાઃ 29.72 લાખ

અગ્રણી રાજ્યોની સ્થિતિ
1. મહારાષ્ટ્ર

અહીં મંગળવારે 66,358 લોકો સંક્રમિત થયા. 67,752 લોકો રિકવર થયા અને 895નાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં રાજ્યમાં 44 લાખ 10 હજાર લોકો સંક્રમિત થયા છે, તેમાંથી 36.69 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 66 હજાર 179 લોકોના મૃત્યુ થયા છે. 6 લાખ 72 હજાર 434 દર્દીની સારવાર ચાલી રહી છે.

2. ઉત્તરપ્રદેશ

અહીં મંગળવારે 32921 લોકો સંક્રમિત થયા. 30398 લોકો રિકવર થયા અને 264 લોકોનાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં રાજ્યમાં 11 લાખ 53 હજાર લોકો સંક્રમિત થયા છે, તેમાંથી 8 લાખ 34 હજાર સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 11678 દર્દીએ જીવ ગુમાવ્યો છે. 3 લાખ 06 હજારની સારવાર ચાલી રહી છે.

3. દિલ્હી

દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે 24,149 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. 17,862 લોકો સાજા થયા અને 381નાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં 10 લાખ 72 હજાર લોકો સંક્રમિત થયા છે, તેમાંથી 9 લાખ 58 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 15009 દર્દીનાં મૃત્યુ થયાં છે. 98264 દર્દીની સારવાર ચાલી રહી છે.

4. છત્તીસગઢ

અહી મંગળવારે 14893 લોકો કોરોના સંક્રમિત થયા છે. 16931 લોકો સાજા થયા અને 246નાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં રાજ્યમાં 6 લાખ 82 હજાર લોકો સંક્રમિત થયા છે, તેમાંથી 5 લાખ 55 હજાર લોકો સાજા થયા છે, જ્યારે 7782 દર્દીનાં મૃત્યુ થયાં છે. 1 લાખ 19 હજારની સારવાર ચાલી રહી છે.

5. ગુજરાત

રાજ્યમાં મંગળવારે 14352 લોકો સંક્રમિત મળ્યા. 7803 લોકો રિકવર થયા અને 170નાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં 5 લાખ 24 હજાર 725 લોકો સંક્રમિત થયા છે, તેમાંથી 3 લાખ 90 હજાર 229 લોકો સાજા થયા છે, જ્યારે 6656 દર્દીનાં મૃત્યુ થયાં છે. 127840 દર્દીઓ એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

6. મધ્યપ્રદેશ

રાજ્યમાં મંગળવારે 13,417 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. 111577 લોકો સાજા થયા અને 98નાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં 5 લાખ 25 હજાર 407 લોકો સંક્રમિત થયા છે, તેમાંથી 4 લાખ 25 હજાર 812 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 5319 લોકોનાં મૃત્યુ થયાં છે. 94276 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

Exit mobile version