કોરોનાને લઈને કેન્દ્રની ચેતવણી:સરકારે કહ્યું- સ્થિતિ કથળી રહી છે, આ સમયમાં બેદરકારી છોડીને વધુ સતર્કતા રાખવી જરૂરી

By Abhishek Raghuvanshi
3 Min Read
  • કોરોનામાં સૌથી વધુ અસરગ્રસ્ત 10માંથી 8 જિલ્લા મહારાષ્ટ્રના છે

કેન્દ્ર સરકારે કોરોનાની બીજી લહેરને લઈને તમામ રાજ્યોને ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું કે દેશમાં કોરોનાના કારણે સ્થિતિ વધુને વધુ કથળી રહી છે. કેટલાક રાજ્યો માટે આ હેરાન કરનારી વાત છે. સરકારે કહ્યું કે સમગ્ર દેશ જોખમમાં છે, એવામાં આ બાબતને લઈને કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઈએ.

સરકારે જણાવ્યું કે કોરોનામાં સૌથી વધુ અસરગ્રસ્ત 10માંથી 8 જિલ્લા મહારાષ્ટ્રના છે અને દિલ્હી પણ એક જિલ્લાના રૂપમાં આ યાદીમાં સામેલ છે. હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યું કે જે 10 જિલ્લામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે, તેમાં પુના(59475), મુંબઈ(46248), નાગપુર(45322), થાણે(35264), નાસિક(26553), ઔરંગાબાદ(21282), બેંગલુરુ નગરીય(16259), નાંદેડ(15171), દિલ્હી(8032) અને અમહમદનગર(7952) સામેલ છે. તેમણે કહ્યું કે ટેક્નિકલ રૂપથી દિલ્હીમાં ઘણા જિલ્લા છે, જોકે તેને એક જિલ્લાના રૂપમાં લેવામાં આવ્યું છે.

સ્વાસ્થ્ય પ્રણાલી નબળી પડવાનો ખતરોઃ પોલ
નીતિ આયોગના સભ્ય(હેલ્થ) વીકે પોલે કહ્યું કે અમે ઘણી ગંભીર અને ખતરનાક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે. ખાસ કરીને કેટલાક જિલ્લાઓમાં. જોકે સમગ્ર દેશમાં જોખમ છે, આ કારણે વાઈરસની ચેનને તોડવા માટે અને જીંદગીઓને બચાવવા માટે આપણે આપણી કોશિશ કરવી પડશે. તેમણે ચેતવણી આપી કે હોસ્પિટલ અનેICU સંબંધી તૌયારીઓ રાખવી પડશે. જો કેસ ઝડપથી વધ્યા તો સ્વાસ્થ્ય પ્રણાલી નબળી પડશે.

કેસ વધવાનું મોટુ કારણ

- Advertisement -
  • મોટાભાગના રાજ્યોમાં આઈસોલેશન યોગ્ય રીતે થઈ રહ્યું નથી. લોકોને ઘરે જ આઈસોલેટ કે ક્વોરેન્ટાઈન થવાનું કહેવામાં આવે છે, જોકે તેની ઉપર યોગ્ય નજર રખાઈ રહી નથી.
  • રાજ્યોમાં જે ગતિથી કેસ વધી રહ્યાં છે, તે હિસાબથી ટેસ્ટ કરાઈ રહ્યાં નથી.
  • કોન્ટેક્ટ ટ્રેસિંગમાં ઘટાડો આવ્યો છે.
  • કોવિડ એપ્રોપિયેટ બિહેવિયરનું પાલન થઈ રહ્યું નથી.

મહારાષ્ટ્ર-પંજાબમાં પોઝિટિવિટી રેટમાં વધારો
હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને દિલ્હીમાં છેલ્લા થોડો દિવસોથી કેસ વધ્યા છે. આ દરમિયાન સરેરાશ પોઝિટિવિટી રેટમાં વધારો નોંધાયો છે. સાથે જ કેટલાક રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ભારતના સરેરાશથી વધુ છે. ભારતનો સરેરાશ પોઝિટિવિટી રેટ 5.65 ટકા છે. જ્યારે આ રાજ્યોનો તેના કરતા પણ વધુ છે. મહારાષ્ટ્રમાં 23.44 ટકા, પંજાબમાં 8.82 ટકા, છત્તીસગઢમાં 8.24 ટકા અને મધ્યપ્રદેશમાં 7.82 ટકાના દરથી સંક્રમણના કેસ વધી રહ્યાં છે.

કોવેક્સિન અને કોવિશીલ્ડ બ્રાઝીલ અને UK વેરિઅન્ટ પર પણ પ્રભાવી
કેન્દ્ર સરકારે જણાવ્યુ કે કોરોના સંક્રમણના ખતરનાક બ્રિટન અને બ્રાઝીલિયન વેરિઅન્ટની વિરુદ્ધ કોવેક્સિન અને કોવિશીલ્ડની રસી અસરકારક છે. સરકારે આગળ જણાવ્યું કે સંક્રમણના દક્ષિણ આફ્રિકન વેરિઅન્ટને લઈને રિસર્ચ ચાલુ છે. તેનુ રિઝલ્ટ ઝડપથી બહાર આવશે.

અત્યાર સુધીમાં 1.21 કરોડ લોકો સંક્રમિત
દેશમાં છેલ્લા 24 કલાકમાં 53125 નવા કેસ આવ્યા, 41217 દર્દીઓ સાજા થયા અને 355ના મૃત્યુ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 1.21 કરોડ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે. લગભગ 1.14 કરોડ લોકો સાજા થયા છે. 1.62 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. 5.49 લાખની સારવાર ચાલી રહી છે. આ આંકડો covid19india.orgમાંથી લેવામાં આવ્યો છે.

Exit mobile version