- સરકારની ગાઈડલાઈન પ્રમાણે પતંગ ઉડાવવાનું શરૂ કર્યું
સુરતીઓના પ્રિય તહેવાર ઉત્તરાયણની ઉજવણી શરૂ થઈ ગઈ છે. સવારથી જ સુરતીઓ સરકારના નિયમોનું પાલન કરતાં મર્યાદિત સંખ્યામાં ઘરની અગાસીએ ભેગા થઈને પતંગના કરતબ દેખાડી રહ્યાં છે. દરવર્ષે ડીજેના તાલે ઝૂમીને પતંગોના પેચ લડાવતા સુરતીઓ આ વખતે મોબાઈલમાં ગીત વગાડીને પતંગ ચગાવી રહ્યાં છે.હવા પણ પતંગ માટે અનુકૂળ રહેતા સુરતી પતંગ રસિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ વર્ષે નવી એસેસરિઝ જોવા મળી
દરવર્ષે ઉતરાયણમાં નવી નવી એસેસરિઝ જોવા મળતી હોય છે. આ વખતે પતંગોમાં પણ નવીનતાની સાથે સાથે બાળકો માટેના અવનવા પપૂડા અને ચશ્માની નવી વેરાઈટીની સાથે સાથે ટોપીઓ પણ જોવા મળી રહી છે.
દાન પુણ્ય કરવામાં આવ્યું
સવારના સમયથી લોકોએ ગાયોને ઘાસ ખવડાવી તથા દાન કર્યાં હતાં.BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ ઝોળી ફેરવવામાં આવી હતી. જેમાં લોકોના ઘરે ઘરે જઈને દાન એકઠું કરવામાં આવ્યું હતું.
