આત્મહત્યા:​​​​​​​વૃદ્ધે પોતાને આગ લગાવી પાંચમા માળની ઘરની બાલ્કનીમાંથી નીચે કૂદકો માર્યો, ફાયર-પોલીસ-108ની ટીમ દોડતી થઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ

By Abhishek Raghuvanshi
1 Min Read
વહેલી સવારે ઘરમાં કોઈને જાણ ન થાય એ રીતે વૃદ્ધે સળગી ઝંપલાવ્યું હતું.
  • વહેલી સવારે ઘરની કોઈ વ્યક્તિને જાણ ન થાય એ રીતે વૃદ્ધે કોઈ રીતે સળગી ઝંપલાવ્યું હતું
  • 108માં હોસ્પિટલમાં મોકલ્યા, પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કે.કે. નગર પાસેના સમર્પણ ટાવરના પાંચમા માળેથી એક વૃદ્ધે સળગેલી હાલતમાં નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. વહેલી સવારે ઘરની કોઈ વ્યક્તિને જાણ ન થાય એ રીતે વૃદ્ધે સળગી ઝંપલાવ્યું હતું.

વૃદ્ધના આપઘાતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક વૃદ્ધને સારવાર માટે 108માં હોસ્પિટલમાં મોકલ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. ફાયરબ્રિગેડનાં સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, જયપ્રકાશ (ઉં.વ.65) નામના વૃદ્ધે ઘરે બાલ્કનીમાં ટેબલ મૂકી પોતાને સળગાવી નીચે કૂદકો માર્યો હતો. પત્ની અને બે બાળકોને જાણ ન થાય એ રીતે વૃદ્ધે આપઘાત કર્યાની આશંકા છે. ઘાટલોડિયા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

પત્ની અને બે બાળકોને જાણ ન થાય એ રીતે વૃદ્ધે આપઘાત કર્યાની આશંકા.
Exit mobile version