આજે બપોરે 4.20 વાગ્યે શપથવિધિ:એક પણ વાર મંત્રી બનેલાને સ્થાન નહીં મળે, મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાઓ અને યુવાનોને તક મળશે, ટોટલ સરપ્રાઈઝ મળે તો નવાઈ નહીં!

By Abhishek Raghuvanshi
6 Min Read
  • મોટા હોદ્દાઓ માટે જુદાં જુદાં ત્રણ જૂથ વચ્ચે ખેંચતાણ વધતાં મામલો મોદીના દરબારમાં ગયો
  • હોદ્દાઓ માટે બે જૂથને અમિત શાહની મધ્યસ્થી મંજૂર નથી!
  • છેલ્લી ઘડીએ શપથવિધિ કરવાના નિર્ણયથી નો-રિપીટ થિયરી લાગુ થવાની પક્ષમાં આશંકા
  • પાટીદાર – 7થી 8, અન્ય સવર્ણ – 5, ઓબીસી- 8થી 10, દલિત – 2, આદિવાસી – 2થી 3 મંત્રીઓ હોઈ શકે

ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા એ ગુજરાતની જનતા માટે સરપ્રાઈઝ નામ હતું. હવે મંત્રીમંડળની રચના માટે અનેક જુના લોકોને પડતા મુકીને નવા ને સ્થાન આપવાની વાત વહેતી થઈ છે. પરંતુ જાણવા મળ્યા મુજબ ભૂપેન્દ્રભાઈનું મંત્રીમંડળ પણ એક ટોટલ સરપ્રાઈઝ પેકેજ હોય તો નવાઈ નહીં. ભાજપના આંતરિક સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વિજય રૂપાણીના મંત્રીમંડળમાંથી 90 ટકા લોકોને ડ્રોપ કરી દેવાય તેવી શક્યતા છે. એટલું જ નહીં, જુના ચહેરાઓ સામે એન્ટી ઈન્કમ્બન્સી ઉભી ના થાય તે માટે અગાઉના મંત્રીમંડળમાંથી પણ ધારાસભ્યોને મંત્રી ના બનાવવા એવી પણ કવાયત ચાલી રહી છે. આજે બપોરે 4.20 વાગ્યે શપથવિધિ યોજાશે.

ધારાસભ્યોને મંત્રી બનાવવા બે જૂથો વચ્ચે ભારે ખેંચતાણ
બીજી બાજુ સત્તા સંભાળ્યાના ગણતરીના કલાકોમાં ભૂપેન્દ્રભાઈ સૌરાષ્ટ્રમાં પુરની પરિસ્થિતિનું આંકલન કરવા માટે ગાંધીનગરથી નીકળી ગયા હતાં. એમની ગેરહાજરીમાં કમલમ-સી.આર.ના બંગલે 24 કલાકથી મંત્રીઓના નામની યાદીમાં ફેરફારો થઈ રહ્યાં છે. ગુજરાત ભાજપમાં બે મોટા જૂથ આનંદીબેન- અમિત શાહ જૂથના ધારાસભ્યોને મંત્રી બનાવવા માટેની ખેંચતાણ ચાલી રહી છે. ગુજરાત ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા પ્રમાણે અંદરખાને મોટી તડાફડી છે. એટલે મંત્રીમંડળની રચના જેમ બને એમ વહેલી થાય તો સારુ અને એ દિશામાં જ કામગીરી ચાલી રહી છે.

વિજય રૂપાણીના મંત્રીમંડળના 90 ટકા મંત્રીઓને ડ્રોપ કરી દેવાશે

મંગળવારે રાત્રે ધારાસભ્યોને રાજભવન પહોંચવા સૂચના અપાઈ
આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોની શપથવિધિ યોજાવાની તૈયારી કરાઈ હતી. પક્ષ તરફથી તમામ ધારાસભ્યોને આજે અથવા આવતી કાલે ગાંધીનગરમાં રાજભવન ખાતે હાજર થઈ જવા આદેશ કરાયો છે. બીજી તરફ શપથગ્રહણ મુદ્દે GAD,પ્રોટોકોલ વિભાગને કોઈ સુચના હજી સુધી નહીં મળી હોવાનું જાણવા મળ્યું છે. હવે શપથગ્રહણ ક્યારે થશે તેને લઈને અસમંજસ યથાવત છે.જૂના મંત્રીઓએ મંત્રીમંડળમાં સ્થાન મેળવવા છેલ્લી ઘડી સુધી લોબિંગ કર્યું હતું. જોકે છેલ્લી ઘડીએ શપથવિધિ એક દિવસ વહેલી કરવાનો નિર્ણય લેવાતાં નો-રિપીટ થિયરી લાગુ કરાય એવું પક્ષના નેતાઓ માની રહ્યા છે.

કેટલાક સિનિયર મંત્રીઓને સ્થાન મળી શકે છે
ભાજપના એક દિગ્ગજ નેતાએ જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી હોવાથી તેમની ટીમ પણ નવા જ સભ્યોની રહેશે. અગાઉ કહેવાયું હતું કે આ મંત્રીમંડળમાં અમુક સિનિયર મંત્રીઓ રહેશે, પરંતુ એમ નથી થવા જઈ રહ્યું. તમામ મંત્રીઓ નવા જ રહેશે. અલબત્ત, ધારાસભ્ય તરીકે સિનિયર હોય તેવા મંત્રીઓ આ મંત્રીમંડળમાં ચોક્કસ રહેશે. જ્ઞાતિ અને પ્રદેશવાર સમીકરણનો એમાં ચોક્કસ ખ્યાલ રખાયો છે. આ મંત્રીમંડળમાં 22 કે 25 સભ્યોહોવાને બદલે 27 સભ્યનું પૂર્ણ કદનું મંત્રીમંડળ બને એવી શક્યતા છે.

- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.

નવી સરકારના સંભવિત મંત્રીઓ

  • નીમાબહેન આચાર્ય- ભૂજ
  • જગદીશ પટેલ- અમરાઈવાડી
  • શશીકાંત પંડ્યા- ડીસા
  • રૂષિકેશ પટેલ- વિસનગર
  • ગજેંદ્રસિંહ પરમાર-પ્રાંતિજ
  • ગોવિંદ પટેલ- રાજકોટ
  • આર.સી.મકવાણા- મહુવા
  • જીતુ વાઘાણી- ભાવનગર
  • પંકજ દેસાઇ- નડીયાદ
  • કુબેર ડિંડોર- સંતરામપુર
  • કેતન ઇનામદાર- સાવલી
  • મનીષા વકિલ- વડોદરા
  • દુષ્યંત પટેલ- ભરૂચ
  • સંગીતા પાટીલ- સુરત
  • મોહન ઢોડિયા- મહુવા
  • નરેશ પટેલ- ગણદેવી
  • કનુભાઈ દેસાઈ- પારડી
  • ડો. આશાબેન પટેલ- ઊંઝા

રૂપાણી સરકારના 11માંથી 7ની બાદબાકી કરી 4ને સ્થાન મળી શકે
ગુજરાતમાં આજે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ યોજવામાં આવી છે. ત્યારે રૂપાણી સરકારના 22 મંત્રીના કદને ઘટાડી 16 મંત્રી શપથ લે એવી શક્યતાઓ છે, જેમાં રૂપાણી સરકારના 11 કેબિનેટ મંત્રીમાંથી માત્ર દિલીપ ઠાકોર, ગણપત વસાવા, જયેશ રાદડિયાને રિપીટ કરવામાં આવે એવી શક્યતા છે. રાજ્યકક્ષાના રૂપાણી સરકારના 11માંથી 7ની બાદબાકી કરીને માત્ર 4 મંત્રીને સ્થાન આપવામાં આવી શકે છે.

ગત સોમવારે ભૂપેન્દ્ર પટેલે મુખ્ચમંત્રીપદના શપથ લીધા હતા.

યુવા નેતાઓને મંત્રીપદમાં સમાવવામાં આવી શકે
નવા મંત્રીમંડળમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કેબિનેટ કક્ષાના મંત્રીનો દરજ્જો આપવામાં આવી શકે છે, પરંતુ ગૃહ ખાતાને બદલે પ્રદીપસિંહને અન્ય ખાતાની ફાળવણી કરવામાં આવશે. અમદાવાદના અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલને પ્રદીપસિંહ જાડેજાને બદલે રાજ્યકક્ષાના ગૃહમંત્રી બનાવવામાં આવે એવી શક્યતાઓ છે, જ્યારે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને બદલે શિક્ષણખાતું આપવામાં આવી શકે છે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં બે મહિલાને પણ સ્થાન આપવામાં આવી શકે છે. નવા મંત્રીઓમાં સૌથી વધુ 60 વર્ષથી નીચેની ઉંમરના ધારાસભ્યોને મંત્રીપદ આપવામાં આવે એવી શક્યતાઓ છે.

નવું મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર પટેલનું આ મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે, એને સ્થાને બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.

Exit mobile version