- અમદાવાદ ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો
- બે જેટલા લોકોને ઈજા થતા સારવાર અર્થે મદાવાદની એલજી હોસ્પિટલમાં ખસેડાયા
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજે સવારે દૂધના ડેન્કર પાછળ પૂરપાટ જતી કાર ઘુસી જતા ત્રણ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે બે જેટલા લોકોને ઈજા થતા સારવાર અર્થે અમદાવાદની એલજી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની જાણ થતા અમદાવાદ ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતકનો પરિવાર અમદાવાદના ઘોડાસર વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ આજે સવારે અમદાવાદ-વડૉદરા એક્સપ્રેસ હાઈવે પર વાંચ ગામથી 7 કિમી દૂર દૂધના ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દૂધનું ટેંકર રોડ પર ઉભુ હતું તે સમયે વડોદરાથી અમદાવાદ તરફ એક કાર આવી રહી હતી. જે ટેન્કરની પાછળ ઘુસી જતા મહિલાઓ સહિત ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં છે જ્યારે ઈજાગ્રસ્તોની એલજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે,
નીચે રજૂ કરેલી તસવીરો તમને વિચલીત કરી શકે છે