
- આવતીકાલે અશોક જૈનના આગોતરા જામીનની સુનાવણી થવાની હતી
વડોદરા હાઇ પ્રોફાઈલ રેપકેસમાં ભાગેડુ આરોપી અશોક જૈનની ક્રાઈમ બ્રાંચે પાલિતાણાથી આજે વહેલી સવારે ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમના સયુંકત ઓપરેશનમાં આરોપી અલ્પુ સિંધીને હરિયાણાથી પકડાઇ ગયો છે. અલ્પુ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરની મુલાકાતે છે, તે સમયે જ આરોપી અશોક જૈન અને અલ્પુ સિંધી પકડાઇ જતા અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે અને વડોદરામાં આ મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે.
આ પહેલા આ કેસના અન્ય આરોપી રાજુ ભટ્ટના પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી હતી. રિમાન્ડ પૂરા થતાં તેના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને ઊંડાણપૂર્વક સમગ્ર મામલાની પૂછપરછ કરી હતી. રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસે તેને અદાલતમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

અશોક જૈન ધોલેરાથી પાલિતાણા પહોંચ્યો હતો
આ અંગે SIT ચીફ ડી.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે અશોક જૈન ધોલેરામાં છુપાઈને બેઠો હતો. ત્યાંથી તે પાલિતાણા જૈન તીર્થની ધર્મશાળામાં ગયો હતો અને ત્યાં રહેતો હતો. તેના અમદાવાદના ભત્રીજા સાથે તેની વાતચીત ચાલુ હતી. પોલીસે અમદાવાદના ભત્રીજાની કડક પૂછપરછ કરી હતી અને અંતે તેણે અશોક જૈન પાલિતાણામાં છે એવું પોલીસને જણાવ્યું હતું. પોલીસે આજે સવારે અશોક જૈન પૂજા કરવા જતો હતો એ દરમિયાન જ તેને દબોચી લીધો હતો.

અશોક જૈનને પકડવા 2 ટીમે રાજસ્થાન-યુપીમાં ધામા નાખ્યા હતા
વડોદરા શહેરના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં ફરાર રહેલા આરોપી સીએ અશોક જૈનને ઝડપી લેવા માટે પોલીસની 2 ટીમે રાજસ્થાન અને યુપીમાં ધામા નાખ્યા હતા અને અશોક જૈનની શોધખોળ કરી રહી હતી. બીજી તરફ રાજુ ભટ્ટને સાથે રાખીને પોલીસની ટીમ 2 વખત આજવા રોડની ડવડેક સોસાયટીમાં પહોંચી હતી અને પંચનામું કરી માહિતી મેળવી હતી.

રાજુ ભટ્ટને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા કોર્ટનો આદેશ
જૂનાગઢથી ઝડપાયા બાદ રાજુ ભટ્ટના પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રકશન સહિતની તપાસ કરી હતી. રિમાન્ડ પૂરા થતાં તેના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને ઊડાણપૂર્વક સમગ્ર મામલાની પૂછપરછ કરી હતી. રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસે તેને અદાલતમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

સ્પાઇ કેમેરાનું રહસ્ય હજુ પણ અકબંધ
પીડિતાએ ફ્લેટમાંથી તેના એસીના પ્લગ પાસેથી સ્પાઇ કેમેરો શોધી કાઢયો હતો, જેથી આ કેમેરો કોણે લગાવ્યો હતો એ મુદ્દા પર પોલીસ તપાસ કરી રહી છે. જોકે રાજુ ભટ્ટે તેણે સ્પાઇ કેમેરો લગાવ્યો ન હતો એવું રટણ પોલીસ સમક્ષ કરી રહ્યો છે, જેથી હવે આ મામલે અશોક જૈન પકડાયો છે ત્યારે જ સ્પાઇ કેમેરો કોણે લગાવ્યો હતો એ સહિતના મુદ્દા પર વધુ માહિતી મળી શકે છે એમ પોલીસે જણાવ્યું હતું.

અલ્પુ સિંધી હજુ પણ પકડાતો નથી
સમગ્ર મામલામાં પીડિતાનો મિત્ર તરીકે બૂટલગેર અલ્પુ સિંધી હોવાનું બહાર આવ્યું હતું અને અશોક જૈનના વકીલે પણ આરોપ લગાવ્યો હતો કે અલ્પુ સિંધીએ 5 વ્યક્તિઓનાં નામનું લિસ્ટ તેમને મોકલ્યું હતું અને ત્યાર બાદ મયંક અને અલ્પુ સિંધી વચ્ચેની વાતચીત પણ વાઇરલ થઇ હતી . હાલ અલ્પુ 2 ગુનામાં વોન્ટેડ છે, જેથી પોલીસ તેને શોધી રહી છે, જોકે બનાવના 18 દિવસ પછી પણ અલ્પુ સિંધી કયાં છે એની માહિતી પોલીસને મળી શકી નથી.