Gujrat
તબાહીનો ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજકોટના કાગદડીમાં 2 કલાકમાં 12 ઇંચ વરસાદ, 150 પશુ તણાયાં, ગ્રામજનોએ કહ્યું- મચ્છુ હોનારતની યાદ આવી, ગામમાં માથાડૂબ પાણી ભરાયાં હતાં
વડીલોએ કહ્યું- 100 વર્ષમાં ક્યારેય આવો વરસાદ જોયો નથી, ટ્રેક્ટરો તણાવાની તૈયારીમાં હતાંખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ અને PGVCL દ્વારા નુકસાનીનો સર્વે હાથ ધરાયો રવિવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, પરંતુ રાજકોટના મોરબી રોડ પર આવેલા ખોબા જેવડા કાગદડી ગામમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું હતું.



