
- કિરીટ પરમારના મેયર પદને લઈને દિવ્યભાસ્કરે લખેલા બંન્ને અહેવાલ સાચા પડ્યાં
આજે અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારની વરણી થઈ છે, જ્યારે ગીતા પટેલ ડેપ્યુટી મેયર બન્યાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે હિતેશ બારોટ અને ભાસ્કર ભટ્ટ મનપા ભાજપ નેતા બન્યાં છે. ત્યારે દિવ્યભાસ્કરે 14 દિવસ પહેલા જ પોતાના એક અહેવાલમાં કિરીટ પરમારના મેયર બનવાની વાત કરી હતી. જે આજે સત્ય સાબિત થયું છે.
ભાસ્કરનો અહેવાલ સાચો પડ્યો
દિવ્યભાસ્કરે લખ્યું હતું કે, પૂર્વ વિસ્તારમાં એકદમ સામાન્ય ઘરમાં રહેતા કિરીટ પરમારનું નામ મેયરપદની રેસમાં ચાલી રહ્યુ છે. તેઓ 2 ટર્મ કોર્પોરેટર રહી ચુક્યા છે તેમજ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે. સામાન્ય ગરીબ પરિવારમાં આજે પણ રહે છે. જેમને મેયર બનાવીને ભાજપ સામાન્ય વ્યક્તિ પણ ભાજપનો મેયર બની શકે છે તેવો મેસેજ આપવા માંગે છે.
ભાસ્કર અહેવાલ: મેયર પદ માટે ઠક્કરબાપાનગરના કિરીટ પરમારનું નામ ચર્ચામાં
ભાસ્કર અહેવાલ:અમદાવાદમાં રેકોર્ડ બ્રેક જીત બાદ ભાજપ ગરીબ કોર્પોરેટરને મેયર પદ મળી શકે

ચાલીમાં માત્ર એક રૂમમાં રહે છે મેયર
અમદાવાદ શહેરના નગરપતિ તરીકે એકદમ સામાન્ય અને ગરીબ કોર્પોરેટરને સ્થાન આપીને ભાજપે એક મેસેજ આપ્યો છે. ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ પણ શહેરનું સર્વોચ્ચ સ્થાન પામી શકે છે. બીજીતરફ અમદાવાદના મેયર કોઈ રાચ રચીલા વાળું નહિ પણ પતરા વાળું ચાલીની અંદર માત્ર એક રૂમનું છે. તેઓ પોતે સિંગલ છે તેમજ બે ટર્મ કોર્પોરેટર રહ્યા છતાં હજી તેમની સ્થિતિ તેવી ને તેવી એક દમ સામાન્ય છે.

ઘરમાં જીવનજરૂરી સિવાયની કોઈ વસ્તુ નથી
બાપુનગર વિસ્તારમાં આવેલા સલ્મ કવાર્ટરની પાછળની હિરભગતની ચાલી ભાગ્યે જ કોઈએ જોઈ હશે. આ ચાલીના પતરા વાળા મકાનમાં કિરીટ પરમાર રહે છે. રોજ સવારે તેઓ નિયમિત આર એસ એસની શાખામાં જાય છે તો તેઓ છેલ્લા બે ટર્મથી કોર્પોરેટર પણ છે.કોર્પોરેટર બન્યા બાદ લોકોની લાઈફ સટાઇલ બદલાઈ જાય છે પરંતુ કિરીટ પરમારનું ઘર આજે પણ પતરાવાળું છે. તેમાં કોઈ સોફા કે રાચ રચિલું નથી હજી પણ તેમાં રોજીંદા જીવનની જરૂર સિવાયની કોઈ વસ્તુ નથી.તેઓ એકલા રહે છે.