Gujrat
પરીક્ષા આવી રહી છે:ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી, વાર્ષિક પરિણામ માટે પ્રથમ પરીક્ષા આપવી ફરજીયાત, તમામ સ્કૂલોમાં કોમન પ્રશ્નપત્ર જ રહેશે
ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ હવે પ્રાથમિક શાળાનું શૈક્ષણિક સત્ર પણ શરૂ થશે, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનની પરીક્ષા લેવાશેબાકીના વિષયોની પરીક્ષા સ્કૂલો પોતાની રીતે લઈ શકશે ગુજરાતમાં તબક્કાવાર શાળા કોલેજો શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે હવે પ્રાથમિક શાળાનું શૈક્ષણિક કાર્ય અને પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે અને સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી કલાસરૂમમાં જ પરીક્ષા લેવાશે.







