Gujrat
કરૂણાંતિકા:દીકરાની અર્થીને કાંધ દેવાનો દુનિયાનો સૌથી મોટો ભાર પિતાએ બબ્બેવાર ઉપાડ્યો
બે વર્ષમાં જુવાનજોધ બે દીકરા ગુમાવતાં ભાંગી પડેલા માતા-પિતા હૈયાફાટ રૂદન સાથે મહારાષ્ટ્રના બામને ગામ વતન પરત ફર્યાંમોટાપુત્રની નવસારીમાં અંતિમક્રિયા, અન્ય વિધિ વતનમાં કરશે, સમગ્ર વિજલપોરમાં ગમગીની મહારાષ્ટ્રના ધૂલિયા જિલ્લાના શિંદખેડા તાલુકાના બામને ગામે રહેતા ચંદ્રકાંતભાઇ પાટીલ, પત્ની મંગલબેન અને બે પુત્ર મયુર અને કિરણ સાથે 1998માં રોજગાર માટે નવસારી આવ્યા હતા અને અહીં જ સ્થાયી થઇ ગયા હતા.





