- BSEમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પ્રથમ વખત 170 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ
- સવારે સેન્સેક્સ 457.87 અંક વધી 44095.85 પર અને નિફ્ટી 152.25 અંક વધી 12932.50 પર ખુલ્યો
મજબૂત વૈશ્વિક સંકેતોના કારણે બજારમાં આજે રેકોર્ડ વધારો જોવા મળ્યો છે. સેન્સેક્સ 357.04 અંક વધી 43995.02 પર અને નિફ્ટી 87.85 અંક વધી 12868.10 પર કારોબાર કરી રહ્યો છે. જોકે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 44161.16 અને નિફ્ટી 12934.05ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે. કારોબારી સત્ર દરમિયાન બંને ઈન્ડેક્સનું આ સર્વોચ્ચ સ્તર છે. બજારના વધારાને બેન્કિંગ અને મેટર શેર લીડ કરી રહ્યાં છે. બજારમાં વધારાના કારણે BSEમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પણ 170 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે.
નિફ્ટી પર ટાટા સ્ટીલના શેરમાં 6 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સ અને SBIના શેરમાં પણ 3-3 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. HDFC બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં પણ 2-2 ટકા વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ સરકારી કંપની BPCLના શેરમાં 3 ટકાનો ઘટાડો છે. ઓટો સ્ટોક હીરો મોટોકોર્પનો શેર પણ 2 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. ડો.રેડ્ડીઝ અને HCL ટેકના શેરમાં 1-1 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે સેન્સેક્સ 457.87 અંક વધી 44,095.85 પર અને નિફ્ટી 152.25 અંક વધી 12,932.50 પર ખુલ્યો છે.
